સંસદ ભવનની Security માં એક મોટી ચૂક! પરિસરમાં ઘૂસ્યો અજાણ્યો વ્યક્તિ
- સંસદ ભવનની Security માં ફરીથી ચૂક!
- સંસદ પરિસરમાં ઘૂસ્યો અજાણ્યો વ્યક્તિ
- સુરક્ષાદળોએ આરોપીને ઝડપી પાડ્યો
- દીવાલ કુદીને ગરુડ દ્વાર પહોંચ્યો હતો
- ઝડપાયેલા આરોપીની પૂછપરછ ચાલુ
- રેલ ભવન તરફની દીવાલથી કૂદ્યો હતો
- ઝાડના સહારે દીવાલ પર ચઢ્યો હતો
Security Breach At Parliament : દેશની રાજધાની દિલ્હીમાં આવેલી નવી સંસદ ભવનની સુરક્ષામાં આજે મોટી ખામી જોવા મળી. મળતી માહિતી મુજબ, શુક્રવાર સવારે લગભગ 6:30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ રેલ ભવન તરફથી આવેલા ઝાડ પર ચડીને સંસદની દિવાલ ફાંદી અંદર ઘૂસી ગયો. આ વ્યક્તિ સીધો સંસદના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા "ગરુડ દ્વાર" સુધી પહોંચી ગયો.
સુરક્ષા કર્મચારીઓએ તરત જ પકડી લીધો
સંસદ ભવનમાં હાજર CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનો એ વ્યક્તિને તરત જ કાબૂમાં લીધો અને અટકાયત કરી. હાલ આ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને સુરક્ષા એજન્સીઓ (Security agencies) તેની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે આરોપી પાસે કોઈ હથિયાર ન હતું, પરંતુ તે કેમ સંસદ ભવનમાં ઘુસ્યો તે હજી સ્પષ્ટ થયું નથી. CISF એ આરોપીને પકડીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. હવે દિલ્હી પોલીસ સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તેની પાછળના ઇરાદા શોધવા માટે તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આ વ્યક્તિએ અનધિકૃત રીતે સંસદના પરિસરમાં પ્રવેશ કર્યો હતો, જે ગંભીર સુરક્ષા ખામી ગણાય છે.
સંસદ ભવનની Security પર મોટો સવાલ
રાજ્યસભાના એક અધિકારીએ પણ આ ઘટના અંગે પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, વ્યક્તિ પહેલા સંસદની બાજુમાં આવેલા ઝાડ પર ચડ્યો અને પછી દિવાલ ફાંદી અંદર આવ્યો. જો કે, આ વ્યક્તિએ આવું કેમ કર્યું તેની સ્પષ્ટ માહિતી હજુ સુધી મળી નથી. આ ઘટના ખાસ કરીને એ સમયે બની છે જ્યારે સંસદનો મોનસૂન સત્ર એક દિવસ પહેલા જ, એટલે કે ગુરુવારે પૂરો થયો હતો. આ સત્ર 21 જુલાઈથી 21 ઑગસ્ટ 2025 સુધી ચાલ્યો હતો, જેમાં કુલ 21 બેઠકો યોજાઈ હતી. વિપક્ષના હંગામાને કારણે ઘણી વખત કાર્યવાહી અટકાવવી પડી હતી, છતાં સરકારે અનેક મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કર્યા હતા.
આ પણ વાંચો : PM Modi આજે બિહારના ગયાની મુલાકાતે, 13 હજાર કરોડની યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે