Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rahul Gandhi એ ગદ્દાર મિત્ર કહ્યુ, તો મંત્રી બિટ્ટૂએ કૉંગ્રેસી નેતાને ગણાવ્યા દેશના દુશ્મન, સંસદના ગેટ પર બબાલ

Rahul Gandhi On Ravneet Bittu: સંસદના દ્વાર પર રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાહુલ ગાંધીએ બિટ્ટૂને વિશ્વાસઘાત કરનાર મિત્ર કહ્યા, ત્યારે બિટ્ટૂએ તેમને દેશના દુશ્મન ગણાવી વળતો પ્રહાર કર્યો હતો. પંજાબના પૂર્વ સીએમના પૌત્ર બિટ્ટૂએ કોંગ્રેસ છોડી ભાજપનો સાથ પકડ્યો ત્યારથી જ બંને વચ્ચે નિવેદનબાજી અને રાજકીય ટકરાવ ચાલુ છે.
rahul gandhi એ ગદ્દાર મિત્ર કહ્યુ  તો મંત્રી બિટ્ટૂએ કૉંગ્રેસી નેતાને ગણાવ્યા દેશના દુશ્મન  સંસદના ગેટ પર બબાલ
Advertisement

. પંજાબના પૂર્વ સીએમ બિઅંતસિંહના પૌત્ર છે કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટૂ
. બિટ્ટૂ અને રાહુલ ગાંધી વચ્ચે અવાર-નવાર થાય છે નિવેદનબાજી
. 2024માં કૉંગ્રેસ છોડીને રવનીતસિંહ બિટ્ટૂ ભાજપમાં સામેલ થયા હતા

Rahul Gandhi On Ravneet Bittu: સંસદમાં આજે એક અલગ નજારો જોવા મળ્યો, જ્યારે સંસદના મકર દ્વાર પર કૉંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ સાથે દેખાવ કરી રહ્યા હતા, તો રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટૂનો આમનો-સામનો થયો અને બંને વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું.

Advertisement

રાહુલ ગાંધીએ એક તરફ કૉંગ્રેસના સાંસદોના વખાણ કર્યા, તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટૂને ગદ્દાર દોસ્ત ગણાવ્યા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી બિટ્ટૂ તરફ હેન્ડ શેક કરવા માટે હાથ લંબાવી રહ્યા છે, પરંતુ બિટ્ટૂ હાથ આગળ કરી ર્હયા નથી. ગદ્દાર દોસ્ત વાળી કોમેન્ટ પર બિટ્ટૂએ પણ તાત્કાલિક પલટવાર કર્યો અને કહ્યુ કે તેમની દેશના દુશ્મનો સાથે કોઈ લેવાદેવા નથી.

Advertisement

આ પણ વાંચો : કૉંગ્રેસના નેતા ઈમરાન મસૂદ કહે છે રાહુલ ગાંધી હટાવો, પ્રિયંકા લાવો: શહજાદ પૂનાવાલા

રવનીતસિંહ બિટ્ટૂનો પરિચય

ત્રણ વખત કૉંગ્રેસના સાંસદ રહી ચુકેલા રવનીતસિંહ બિટ્ટૂ પહેલીવાર 2009માં આનંદપુર સાહિબથી લોકસભાના સાંસદ બન્યા હતા. તેનાપછી 2014 અને 2019માં લુધિયાણા બેઠક પરથી જીત્યા હતા. ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથી અવાજોના તેઓ મુખર આલોચક છે અને 2024માં લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં સામેલ થયા.

આ ચૂંટણીમાં તેઓ લુધિયાણાથી પંજાબ કૉંગ્રેસ પ્રમુખ અમરિન્દરસિંહ રાજા વારિંગ સામે લગભગ 20 હજાર વોટથી હારી ગયા. ચૂંટણી હારવા છતાં કેન્દ્ર સરકારે તેમને મંત્રી બનાવ્યા અને તેમને રેલવે તથા ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્ય મંત્રીની જવાબદારી આપવામાં આવી.

બિટ્ટૂ માત્ર 11 વર્ષના હતા, જ્યારે તેમના પિતાનું નિધન થયું હતું. તેના પછી 20 વર્ષની વયે તેમણે પોતાના દાદા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિઅંતસિંહને પણ ગુમાવી દીધા. બિઅંતસિંહની 31 ઓગસ્ટ, 1995ના રોજ ચંદીગઢમાં ખાલિસ્તાન સમર્થક આતંકીઓએ હત્યા કરી દીધી હતી. 2007માં રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ બિટ્ટૂએ રાજનીતિમાં પ્રવેશ કર્યો.

આ પણ વાંચો : કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર, આંતરિક બાબતો પર કર્યા આ મોટા દાવા!

રાહુલ ગાંધી પર આપ્યું હતું વિવાદીત નિવેદન

આ પહેલીવાર નથી કે બિટ્ટૂ અને રાહુલ ગાંધી વચ્ચે આ પ્રકારની નિવેદનબાજી ચાલી હોય. સપ્ટેમ્બર, 2024માં બિટ્ટૂએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને તીર્વ અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બિટ્ટૂએ રાહુલ ગાંધી પર શીખ સમુદાયને વિભાજીત કરવાની કોશિશનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે શીખ કોઈપણ રાજકીય દળ સાથે બંધાયેલા નથી.

તેમણે અમેરિકામાં શીખોને લઈને આપવામાં આવેલા રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે રાહુલ ગાંધીએ શીખોને વિભાજીત કરવાની કોશિશ કરી છે, શીખ કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી અને આ ચિંગારી લગાવવાની કોશિશ છે. રાહુલ ગાંધી દેશના નંબર વન ટેરરિસ્ટ છે.

આ પણ વાંચો : "મારું પૂતળું બાળી ધર્મભ્રષ્ટ કરશે, હું મુસ્લિમ છું": રાહુલ ગાંધી પર બગડયા શકીલ અહમદ

Tags :
Advertisement

.

×