આગની અફવા સાંભળીને મુસાફરો ટ્રેનમાંથી કુદી ગયા, બીજી ટ્રેનની ચપેટમાં આવતા ઘણા લોકોના મોત
- જલગાંવમાં પરાંડા રેલ્વે સ્ટેશન પાસે એક મોટો અકસ્માત થયો
- પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાએ ઘણા લોકોના જીવ લીધા
- બીજી ટ્રેનની ચપેટમાં આવતા ઘણા લોકોના મોત થયા
Rumor of fire in Pushpak Express : મહારાષ્ટ્રના જલગાંવમાં પરાંડા રેલ્વે સ્ટેશન પાસે એક મોટો અકસ્માત થયો છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા વચ્ચે મુસાફરો ટ્રેનમાંથી કુદી ટ્રેક પર ઉતરી ગયા હતા. આ સમય દરમિયાન, બીજી ટ્રેનની ચપેટમાં આવી જતા ઘણા મુસાફરોના મોત થયા છે.
મહારાષ્ટ્રના જલગાંવમાં પરાંડા રેલ્વે સ્ટેશન પાસે એક મોટો અકસ્માત થયો છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાએ ઘણા લોકોના જીવ લીધા છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને ટ્રેનમાં આગ લાગવાના ખોટા સમાચાર મળ્યા હતા. તે બાદ મુસાફરો ટ્રેક પર જ ઉતરી ગયા હતા. આ સમય દરમિયાન, સામેથી આવતી બીજી ટ્રેનની ટક્કરથી ઘણા મુસાફરોના મોત થયા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ચેઇન પુલિંગ પછી પાટા પર આવી ગયેલી કર્ણાટક એક્સપ્રેસે મુસાફરોને કચડી નાખ્યા.
આ પણ વાંચો : મણિપુરમાં ભાજપને મોટો આંચકો, નીતિશ કુમારની પાર્ટી JDUએ ટેકો પાછો ખેંચ્યો


