Patana : Dy. CM. વિજય સિંહા કંઈ જાણતા જ નથી - તેજસ્વી યાદવનો વાકપ્રહાર
- આજે બુધવારે બિહાર વિધાનસભામાં જબરદસ્ત હોબાળો થયો
- હોબાળા મુદ્દે તેજસ્વી યાદવે સત્તાપક્ષ પર કર્યા આકરા વાકપ્રહારો
- નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા કશુ જ જાણતા નથી - તેજસ્વી યાદવ
Patana : આજ બિહાર વિધાનસભામાં હોબાળા બાદ તેજસ્વી યાદવ (Tejashwi Yadav) એ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેજસ્વીએ મતદાર યાદી સુધારણા પર ચર્ચા કરવા આગ્રહ કર્યો હતો. તેજસ્વીએ શાસક પક્ષ પર ગૃહની ગરિમા ઓછી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ડેપ્યુટી સીએમ વિજય સિંહા (Vijay Sinha) એ અભદ્ર ટિપ્પણી કરી હતી. વધુમાં તેજસ્વી યાદવે કહ્યું કે, વિજય સિંહા કંઈ જાણતા નથી અને ફક્ત કેમેરામાં રહેવા માટે કંઈ પણ કહે છે. તેજસ્વી યાદવે ભાઈ વીરેન્દ્રના નિવેદનનો પણ બચાવ કર્યો હતો. તેજસ્વીએ કહ્યું કે, વીરેન્દ્રએ ગૃહ કોઈના પિતાનું નથી તેમ કહીને કંઈ ખોટું કહ્યું નથી.
ગૃહની ગરિમા ઘટાડવાનો અને સસ્તા રાજકારણનો આરોપ
તેજસ્વી યાદવે કહ્યું કે, તેમણે સ્પીકર સાથે વાત કરી હતી અને મતદાર યાદી સુધારણા (SIR) પર ચર્ચા કરવા વિનંતી કરી હતી. જ્યારે અમને ગૃહમાં તક મળી ત્યારે અમે SIR ના સમય, દસ્તાવેજો, બિહારની બહાર રોજીરોટી કમાવવા ગયેલા લોકો વિશે વાત કરી. ચૂંટણી પંચે કહ્યું કે, લગભગ 55 લાખ લોકો ગેરહાજર જોવા મળ્યા. અમે સુપ્રીમ કોર્ટમાં કમિશન દ્વારા આપવામાં આવેલા સોગંદનામાની ચર્ચા કરી રહ્યા હતા. તેજસ્વીએ કહ્યું કે, ચર્ચા દરમિયાન, શાસક પક્ષમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોની આવા સસ્તા રાજકારણ જોઈને તેમને ખૂબ જ દુઃખ થયું. સ્પીકરે કહ્યું હતું કે દરેક પક્ષને બોલવાનો મોકો મળશે. એ સ્પષ્ટ છે કે શાસક પક્ષને પણ બોલવાનો અને પોતાનો મુદ્દો રજૂ કરવાનો મોકો મળે છે પરંતુ કેટલાક લોકો સસ્તું રાજકારણ કરે છે. તેઓ ગૃહની ગરિમા ઘટાડવાનું કામ કરે છે. જો તમે આખા ગૃહની કાર્યવાહી જૂઓ તો સ્પીકરે મુખ્યમંત્રી અને ઘણા મંત્રીઓને પણ ઠપકો આપ્યો. સ્પીકરે સણસણતો સવાલ પણ કર્યો કે, ગૃહ ચલાવવાનું તેમનું કામ છે કે નીચે બેઠેલા ડેપ્યુટી સીએમ અને મંત્રીઓનું ?
આ પણ વાંચોઃ Monsoon Session 2025 : બિહારમાં મતદાર યાદી સમીક્ષાને લીધે જબરદસ્ત હોબાળો મચ્યો, બંને ગૃહો સ્થગિત કરવા પડ્યા
નાયબ મુખ્યમંત્રી પર કર્યા વાકપ્રહાર
તેજસ્વી યાદવે આજે બિહાર વિધાનસભા હોબાળા પર નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા (Vijay Sinha) ને આડે હાથે લીધા હતા. તેમણે કહ્યું કે, જેમને કંઈ ખબર નથી. તેઓ વાહિયાત વાતો કરે છે. તેમનું કામ દિવસભર હાઈલાઈટ્સ અને કેમેરામાં રહેવાનું છે. તેજસ્વી યાદવે ભાઈ વીરેન્દ્રના નિવેદનનો પણ બચાવ કર્યો હતો. તેજસ્વીએ કહ્યું કે, વીરેન્દ્રએ ગૃહ કોઈના પિતાનું નથી તેમ કહીને કંઈ ખોટું કહ્યું નથી. હું સ્પીકરને આભાર માનું છું કે તેમણે ડેપ્યુટી સીએમને ઠપકો આપવાનું કામ કર્યુ. આ દરમિયાન તેજસ્વી સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ રામે કહ્યું કે, અમે મતદાર યાદી સુધારણા પર ગૃહમાં ચર્ચા કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ અને વિપક્ષ અને શાસક પક્ષે તેના પર પોતાના મંતવ્યો રજૂ કર્યા. આજે વિપક્ષના નેતા ગૃહમાં SIR પર લોકોના મંતવ્યો રજૂ કરી રહ્યા હતા, ત્યારે શાસક પક્ષના લોકોએ આ મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે કાર્યવાહી કરી.
આ પણ વાંચોઃ Delhi-NCR માં ચોમાસાનો કહેર! ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત