Patanjali ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ કોઈપણ નકારાત્મક જાહેરાત પ્રસારિત ન કરે - દિલ્હી હાઈ કોર્ટ
- દિલ્હી હાઈ કોર્ટે Baba Ramdev અને પતંજલિ કંપનીને તતડાઈ
- ડાબર કંપની વિશે ભ્રામકતા અને નકારાત્મકતા ન ફેલાવવા કર્યો આદેશ
- ડાબર કંપનીએ કરેલ ફરિયાદમાં થઈ હતી સુનાવણી
Patanjali : ડાબર ઈન્ડિયા લિમિટેડ (Dabur India Ltd.) દ્વારા દિલ્હી હાઈ કોર્ટમાં યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ (Patanjali) વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ડાબરના ઉત્પાદન ચ્યવનપ્રાશ વિરુદ્ધ ભ્રામક અને નકારાત્મક જાહેરાત કરવાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની સુનાવણીમાં દિલ્હી હાઈ કોર્ટે પતંજલિને આકરા શબ્દોમાં આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે, પતંજલિને ડાબર ઈન્ડિયા લિમિટેડના ઉત્પાદન ચ્યવનપ્રાશ વિરુદ્ધ કોઈપણ ભ્રામક કે નકારાત્મક જાહેરાત પ્રસારિત ન કરે અને ગ્રાહકોને મુંઝવણમાં ન મુકે.
પતંજલિને કડક શબ્દોમાં આદેશ કરાયો
યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) ના ઉત્પાદનો ઝડપથી ભારતીયોમાં લોકપ્રિય થયા જેમાં FMCG અને ઔષધિય ક્ષેત્રોમાં પતંજલિએ માર્કેટનો મોટો હિસ્સો કવર કરી લીધો છે. જો કે આ સફળતા બાદ બાબા અને આ માર્કેટના મોટા ખેલાડીઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો જોવા મળે છે. રુહબજા શરબતનો વિવાદ હજૂ શમ્યો પણ નથી ત્યાં ડાબર ઈન્ડિયા લિમિટેડે હવે પતંજલિ વિરુદ્ધ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં ડાબરના પક્ષમાં દિલ્હી હાઈ કોર્ટે પતંજલિ અને બાબા રામદેવને આકરા શબ્દોમાં આદેશ કરી દીધો છે. દિલ્હી હાઈ કોર્ટે પતંજલિને ડાબર ઈન્ડિયા લિમિટેડના ઉત્પાદન ચ્યવનપ્રાશ વિરુદ્ધ કોઈપણ ભ્રામક કે નકારાત્મક જાહેરાત પ્રસારિત ન કરે અને ગ્રાહકોને મુંઝવણમાં ન મુકેવાનો કડક આદેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 14 જુલાઈએ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ISRO NISAR Satellite: પૃથ્વીની સપાટી પર નજર રાખવા 'શક્તિશાળી' ઉપગ્રહ લોન્ચ કરાશે, જાણો તેની વિશેષતા
ઔષધિઓની સંખ્યા બાબતે ખટરાગ
ડાબર ઈન્ડિયાએ પતંજલિ (Patanjali ) ની ટીવી જાહેરાતો સામે વાંધો ઉઠાવતા હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ડાબરના ચ્યવનપ્રાશ ઉત્પાદનને કથિત રીતે લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. ડાબરનો આરોપ છે કે પતંજલિએ તેના ઉત્પાદનને સામાન્ય કહીને ડાબરની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. પતંજલિની જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું ચ્યવનપ્રાશ 51 થી વધુ ઔષધિઓથી બનેલું છે, જ્યારે ડાબરના ચ્યવનપ્રાશમાં ફક્ત 47 ઔષધિઓ છે. ડાબરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પતંજલિના ઉત્પાદનમાં પારો જેવી ખતરનાક ધાતુનું પ્રમાણ જોવા મળે છે, જે બાળકો માટે હાનિકારક છે. ડિસેમ્બર 2024માં કોર્ટે સમન્સ જારી કર્યા છતાં, પતંજલિએ એક જ અઠવાડિયામાં 6,182 ભ્રામક જાહેરાતો પ્રસારિત કરી હોવાનું ડાબરના વકીલે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Madhya Pradesh : બાગેશ્વર ધામમાં ટેન્ટ તૂટી પડ્યો, એક ભક્તનું મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ