Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patna: 12 દિવસ ડિજિટલ અરેસ્ટ, ઠગબાજોએ ડોક્ટર દંપતી પાસેથી 1,95,00,000 ખંખેર્યા

પટનામાં ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી ઠગબાજોએ નિવૃત ડોક્ટર દંપતિને સાથે કરી છેતરપિંડી દંપતિને ડિજિટલ અરેસ્ટ કરીને 1.95 કરોડ રૂપિયા ખંખેર્યા Digital arrest : દેશભરમાં દિવસેને દિવસે ડિજિટલ અરેસ્ટ(Digital arrest)ની ઘટનાઓ સતત વધી રહી છે. પોલીસ દરેક પ્રકારે છેતરપિંડી...
patna  12 દિવસ ડિજિટલ અરેસ્ટ  ઠગબાજોએ ડોક્ટર દંપતી પાસેથી 1 95 00 000 ખંખેર્યા
Advertisement
  • પટનામાં ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી
  • ઠગબાજોએ નિવૃત ડોક્ટર દંપતિને સાથે કરી છેતરપિંડી
  • દંપતિને ડિજિટલ અરેસ્ટ કરીને 1.95 કરોડ રૂપિયા ખંખેર્યા

Digital arrest : દેશભરમાં દિવસેને દિવસે ડિજિટલ અરેસ્ટ(Digital arrest)ની ઘટનાઓ સતત વધી રહી છે. પોલીસ દરેક પ્રકારે છેતરપિંડી આચરતી ટોળકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. ત્યારે પટનામાં હવે ડિજિટલ અરેસ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઠગબાજોએ એક નિવૃત ડોક્ટર (doctor)દંપતિને ડિજિટલ અરેસ્ટ કરીને 1.95 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ ઘટના બાદ સાયબર પોલીસની ટીમ સમગ્ર કેસની તપાસમાં લાગી છે.

નકલી CBI અધિકારી બનીને ઠગાઈ આચરી

મળતી માહિતી મુજબ પટનાના હનુમાન નગર વિસ્તારમાં રહેતા એક નિવૃત ડોક્ટર દંપતિને ઠગબાજોએ 12 દિવસ સુધી પોતાના જ ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરીને 1.95 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી લીધી છે. સાયબર ગઠિયાઓ નકલી સીબીઆઈ અધિકારી, જ્જ અને વકીલ બનીને મોટી ઠગાઈ આચરી છે. જો કે ડોક્ટર દંપતિએ આ સમગ્ર ઘટનાને લઈને લેખિત અરજી સાયબર પોલીસને આપી છે.

Advertisement

આ પણ  વાંચો -Ayodhya: હે રામ ! ભગવાનને પણ ધુતારાઓએ ન છોડ્યા, કરી કરોડોની ઠગાઇ

Advertisement

મુંબઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હોવાની વાત કહી

ડિજિટલ અરેસ્ટનો શિકાર થયેલા ડોક્ટરના પુત્રએ જણાવ્યું કે 21 મેના રોજ તેમના પિતાને મુંબઈથી એક ફોન આવ્યો અને ફોન કરનારા વ્યક્તિએ પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી તરીકે આપી હતી. તેને કહ્યું કે મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. આ કેસ મામલે તમારે મુંબઈ પોલીસ સ્ટેશન આવવું પડશે, ત્યારબાદ મારા પપ્પાએ કહ્યું કે આટલું જલદી કેવી રીતે હું આવી શકું? ત્યારબાદ ફોન કરનારા વ્યક્તિએ કોલાબા પોલીસ સ્ટેશનનો નંબર આપ્યો, ત્યારબાદ પપ્પાએ તેમની સાથે વાત કરી અને જેમાં તેમને જણાવવામાં આવ્યું કે તેમની વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ થયો છે.

આ પણ  વાંચો -MP Road Accident: Rewa માં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત

6 વખત RTGS કરીને પૈસા ટ્રાન્સફર કર્યા

ડોક્ટરે કહ્યું કે તે લોકોએ વીડિયો કોલ પણ કર્યો, જેમાં પોલીસ ડ્રેસમાં લોકો હાજર હતા. ડોક્ટરના પુત્રએ કહ્યું કે મમ્મી-પપ્પાને ધરપકડની બીક આપીને સાયબર ગઠિયાઓને પોતાની વાતમાં લઈ લીધા, તેમનું કહેવું હતું કે તમારા નંબરથી છેતરપિંડી થઈ છે. તમારા પર કેસ દાખલ થયો છે અને તમે મોસ્ટ વોન્ટેડ છો. જો તમે રૂપિયા નહીં મોકલો તો તમારી ધરપકડ કરી લેવામાં આવશે. સાયબર ગઠિયાઓએ એટલી હદ સુધી ડોક્ટર દંપતિને ડરાવ્યું કે તેઓએ જાતે બેન્કમાં જઈને પૈસા ટ્રાન્સફર કરી દીધા. તેમને 6 વખત RTGS દ્વારા 1.95 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. ત્યારે આ સમગ્ર મામલે કેસ નોંધીને સાયબર પોલીસે તપાસ શરૂ કરી છે.

Tags :
Advertisement

.

×