Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ceasefire Controversy: સીઝફાયર અને અમેરિકાના નિવેદન પર ગુસ્સે થયા પવન ખેરા, કહ્યું- 'PM મોદીએ આ તો નહોતું કહ્યું...'

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે PM મોદીએ અમને યુદ્ધવિરામ વિશે જણાવ્યું ન હતું.
ceasefire controversy  સીઝફાયર અને અમેરિકાના નિવેદન પર ગુસ્સે થયા પવન ખેરા  કહ્યું   pm મોદીએ આ તો નહોતું કહ્યું
Advertisement
  • વિપક્ષે PM મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા
  • કોંગ્રેસના પવન ખેરાએ સરકાર પર પ્રહારો કર્યા
  • કાશ્મીર પર ત્રીજા પક્ષની મધ્યસ્થી પર સવાલ

Ceasefire Controversy: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી, જેના પર વિપક્ષે PM મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. BSF જવાનની મુક્તિ અને કાશ્મીર પર મધ્યસ્થી કરવાને લઈને પણ સરકાર ઘેરાયેલી છે.

વિપક્ષ ભાજપ પર સતત સવાલ ઉઠાવી રહ્યુ છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ બાદ યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી ભારત અને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓએ માહિતી શેર કરી. વિપક્ષ આ અંગે ભાજપ પર સતત સવાલ ઉઠાવી રહ્યુ છે. આ દરમિયાન, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે PM મોદીએ અમને યુદ્ધવિરામ વિશે જણાવ્યું ન હતું, જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમને માહિતી આપી હતી. આના પર પવન ખેરાએ ડોનાલ્ડ ટ્રમ્પને ટેગ કર્યા અને સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે આપણા BSF જવાન પૂર્ણમ સાહુને પાકિસ્તાનની કેદમાંથી ક્યારે મુક્ત કરવામાં આવશે?

Advertisement

આ પણ વાંચો : Jaipur ના સવાઈ માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

Advertisement

BSF જવાનની અટકાયત

ગયા મહિને 23 એપ્રિલે પંજાબના ફિરોઝપુર નજીક પાકિસ્તાન રેન્જર્સે અજાણતામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ચૂકેલા BSF જવાનની અટકાયત કરી હતી. તમને જણાવી દઈએ કે BSF એ ભારત-પાકિસ્તાન સરહદનું રક્ષણ કરતું મુખ્ય દળ છે, જે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યોમાં 3,323 કિમી લાંબી સરહદનું રક્ષણ કરે છે, જેમાં LoC ના કેટલાક ભાગોનો પણ સમાવેશ થાય છે.

કાશ્મીર પર ત્રીજા પક્ષની મધ્યસ્થી પર સવાલ

તાજેતરમાં, યુદ્ધવિરામને લઈને, કોંગ્રેસે સરકાર પાસેથી જવાબ માંગ્યો કે શું તેણે કાશ્મીર પર ત્રીજા પક્ષની મધ્યસ્થીનો સ્વીકાર કર્યો છે? કોંગ્રેસે આ મુદ્દાને "આંતરરાષ્ટ્રીયકરણ" કરવાના પ્રયાસોની પણ ટીકા કરી. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AIEC) હેડક્વાર્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે "યુદ્ધવિરામ" જાહેર કરવાનું અમેરિકાનું પગલું અભૂતપૂર્વ છે અને તે ઘણા પ્રશ્નો ઉભા કરે છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં, સરકારે વડા પ્રધાનની અધ્યક્ષતામાં બીજી સર્વપક્ષીય બેઠક બોલાવવાની અને આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વિપક્ષની માંગ સ્વીકારવી જોઈએ.

આ પણ વાંચો :  'શું અમેરિકાના દબાણમાં નીતિ બદલાઈ?', કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે સરકારને પૂછ્યો સવાલ

Tags :
Advertisement

.

×