Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pawan Khera V/S Himanta: કૉંગ્રેસમાં પવન ખેડા એકલા પડયા!, હિમંત બિસ્વા સરમા સાથેના વિવાદમાં પક્ષ મૌન

Pawan Khera V/S Himanta : કોંગ્રેસના પવન ખેડા (Pawan Khera) એ અસમના સીએમ હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) અને તેમની પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા, પરંતુ પાર્ટીએ આ મામલે મૌન સેવી લીધું છે. ખેડાએ દાવો કર્યો હતો કે સરમાની પત્ની પાસે ત્રણ પાસપોર્ટ છે અને અમેરિકામાં તેમની કંપની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ નિવેદનથી અંતર જાળવી રહ્યા છે, જેને પવન ખેડાનો અંગત વિવાદ ગણવામાં આવી રહ્યો છે.
pawan khera v s himanta  કૉંગ્રેસમાં પવન ખેડા એકલા પડયા   હિમંત બિસ્વા સરમા સાથેના વિવાદમાં પક્ષ મૌન
Advertisement

. Pawan Khera એ હિમંત બિસ્વા સરમાની પત્ની પાસે ત્રણ પાસપોર્ટ અને ટેક્સ હેવનમાં કંપની હોવાનો ગંભીર આરોપ લગાવ્યો
. કોંગ્રેસના હાઈકમાન્ડ કે અન્ય નેતાઓએ ખેડાના સમર્થનમાં કોઈ નિવેદન આપ્યું નથી, જે રાજકીય આશ્ચર્ય જન્માવે છે
. રાજ્યસભાની ચૂંટણીની ખેંચતાણ અને ખેડાની જૂની અંગત અદાવત આ વિવાદ પાછળના મુખ્ય કારણો હોઈ શકે છે

Pawan Khera V/S Himanta : કૉંગ્રેસ (Congress) ના મીડિયા પ્રભારી પવન ખેડા (Pawan Khera) એ શું આસામના મુખ્યમંત્રી (Assam CM) હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) વિરુદ્ધ પાર્ટીનો અભિપ્રાય લઈને પ્રેસ કોન્ફરન્સ ન હતી કરી? આ મોટો સવાલ છે, કારણ કે પવન ખેડા (Pawan Khera) એ પ્રેસ કોન્ફરન્સ કરીને હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) અને તેમના પત્ની રિંકી ભુઈંયા સરમા (Riniki Bhuyan sharma) પર ગંભીર આરોપો લગાવ્યા બાદ કોંગ્રેસે આનાથી અંતર રાખ્યું છે. જો કે કોંગ્રેસે તેમની વાતોનું ખંડન કર્યું નથી અને ન તો એ કહ્યુ છે કે આ તેમનું અંગત નિવેદન છે. પરંતુ એ પણ સાચું છે કે આ નિવેદન બાદ પવન ખેડા પર જે રાજકીય હુમલા શરૂ થઈ ગયા છે, તેમાં કોંગ્રેસને નેતા તેમના બચવામાં ઉતરી રહ્યા નથી.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Assembly Election: તમિલનાડુમાં બ્રાહ્મણ ઉમેદવારોથી ભાજપ સહીતના પક્ષોને પરહેજ!

Pawan Khera કૉંગ્રેસમાં એકલા પડયા!

કોંગ્રેસના મહાસચિવો અથવા વરિષ્ઠ નેતાઓએ ન તો તેમના ટેકામાં નિવેદન આપ્યું છે અને તો તેમના નિવેદનને મીડિયામાં ફરીથી કહી વગાડયું છે. જો કે આ પણ કહેવામાં આવે છે કે પાર્ટીના ઘણાં મહાસચિવો અને પ્રભારી રાજ્યસભાની સદસ્યતા વગરના છે અને સૌને લાગે છે કે પવન ખેડાનું કદ આ દ્રષ્ટિએ વધી રહ્યું છે. જૂનમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસમાં ઘણી મોટી ખેંચતાણની સ્થિતિ છે.

Assam ના CM અને તેમના પત્ની પર લગાવ્યા હતા આરોપ

પવન ખેડા (Pawan Khera) એ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે રિંકી ભુઈંયા સરમા (Riniki Bhuyan sharma) પાસે ત્રણ પાસપોર્ટ છે, તેમાંથી બે મુસ્લિમ દેશોના પાસપોર્ટ છે. એટલું જ નહીં પણ કોંગ્રેસના મીડિયા પ્રભારીએ કહ્યુ કે સરમા પરિવારની એક કંપની અમેરિકાના ટેક્સ હેવન રાજ્ય વાયોમિંગમાં છે. તેમાં રિંકી ભુઈંયા સરમાની સાથે હિંમત બિસ્વા સરમાની પણ ભાગીદારી છે. ચૂંટણી પ્રચાર બંધ થવાના બે દિવસ પહેલા લગાવાયેલા આ આરોપ પર કૉંગ્રેસ લીડ લેવા માંગતી હતી, પરંતુ કોંગ્રેસ ખામોશ થઈ ગઈ. પ્રદેશ સ્તરના કૉંગ્રેસી નેતાઓ પણ આને મુદ્દો બનાવવાથી દૂર રહ્યા છે

આ પણ વાંચો: Rajasthan politics: વસુંધરા રાજેના પરિવારને મળ્યા PM મોદી, તસ્વીરથી 7 ચર્ચાઓ શરૂ થઈ

રાહુલ ગાંધી (Rahul Gandhi) ને ખુશ કરવાની પવન ખેડા (Pawan Khera) ની કોશિશ?

કૉંગ્રેસના ઘણાં નેતાઓ અનૌપચારિક વાતચીતમાં કહી રહ્યા છે કે પવન ખેડા (Pawan Khera) નો આ વ્યક્તિગત મામલો છે. તેમની પોતાની હિમંતા સામેની ખુન્નસ છે. એક વખત આસામની પોલીસ બદનક્ષીના મામલામાં પવન ખેડાની ધરપકડ કરવા માટે દિલ્હી આવી હતી અને તેમને સાથે લઈ જઈ રહી હતી. મોટા નાટકીય ઘટનાક્રમ બાદ ત્યારે તેમને દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરની ઘટના બાદ પણ પવન ખેડાના ઘરે આસામ પોલીસ પહોંચી હતી, પણ ત્યારે તેઓ ત્યાં મળ્યા ન હતા. એમ પણ કહેવામાં આવે છે કે રાહુલ ગાંધી પર હિંમતા બિસ્વા સરમા ઘણાં વ્યક્તિગત શાબ્દિક હુમલા કરે છે, તેના કારણે પવન ખેડાએ પણ તેમના પર નિશાન સાધીને રાહુલ ગાંધી (Rahul Gandhi) ને ખુશ કરવાની કોશિશ કરી છે.

આ પણ વાંચો: મમતા બેનર્જીએ લગાવ્યો તમિલનાડુના CM સ્ટાલિન પર આરોપ, BJP-DMKની મિલીભગત

Tags :
Advertisement

.

×