Brahmin controversy : અંગ્રેજી દુનિયામાં 'બ્રાહ્મણ' એટલે એલિટ વર્ગ' જાણો શું છે સમગ્ર મામલો?
- ટ્રમ્પના ટ્રેડ એડવાઈઝર પીટર નવારનું વિવાદીત નિવેદન (Brahmin controversy )
- પીટર નવારાના નિવેદનથી ભારતમાં ખળભળાટ
- ભારતમાં બ્રાહ્મણ ભારતીય લોકોના ભોગે નફો કમાઈ છે : પીટર
- બ્રાહ્મણ શબ્દ અંગે પત્રકાર સાગરીકા ઘોષે કરી સ્પષ્ટતાં
Brahmin controversy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઇઝર પીટર નવારના એક વિવાદિત નિવેદને ભારતમાં સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. નવારે આરોપ લગાવ્યો છે કે, ભારતમાં ‘બ્રાહ્મણ’ ભારતીય લોકોના ભોગે નફો કમાઈ રહ્યા છે અને આ રોકવું જરૂરી છે.
શું છે નવારનો આરોપ?
નવારનો મુખ્ય આરોપ એ છે કે ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદીને તેને રિફાઇન કરે છે અને મોંઘા ભાવે વેચીને નફો કમાય છે. તેમના મતે, આ પ્રક્રિયા ભારત દ્વારા રશિયાની યુદ્ધ મશીનને આર્થિક મદદ કરવા સમાન છે. આ સંદર્ભમાં, તેમણે ‘બ્રાહ્મણ’ શબ્દનો ઉપયોગ કરીને તેમને આ નફાના લાભાર્થી ગણાવ્યા, જેનાથી મોટો વિવાદ ઊભો થયો છે.
‘બ્રાહ્મણ’ શબ્દને લઈને વિવાદ
નવારના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ, ઘણા યુઝર્સ નવારની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમણે ભારતના સામાજિક માળખા અને જાતિગત ઓળખને ખોટી રીતે રજૂ કરી છે. તેમનું કહેવું છે કે આ ટિપ્પણી માત્ર વાંધાજનક જ નથી, પરંતુ ભારતમાં જાતિગત ચર્ચાને પણ વેગ આપી શકે છે.
બીજી તરફ, કેટલાક યુઝર્સ તેને અમેરિકાની બેવડી નીતિ ગણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવું ભારતનો રાષ્ટ્રીય હિત છે અને તેને જાતિના ચશ્માથી જોવું તદ્દન ખોટું છે.
બંગાળી પત્રકાર સાગરિકા ઘોષનો સ્પષ્ટતા
આ વિવાદ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષએ આ મુદ્દે ટિપ્પણી કરી છે. તેમણે સમજાવ્યું કે ‘બ્રાહ્મણ’ શબ્દનો ઉપયોગ અમેરિકામાં પણ થાય છે. તેમના મતે, 'Boston Brahmin' શબ્દ એક સમયે અમેરિકાના ન્યૂ ઈંગ્લેન્ડના ધનવાન અને પ્રભાવશાળી વર્ગ માટે વપરાતો હતો. આજના સમયમાં પણ અંગ્રેજી બોલતી દુનિયામાં ‘Brahmin’ શબ્દનો ઉપયોગ સામાજિક અથવા આર્થિક ‘એલિટ’ એટલે કે ઉચ્ચ વર્ગ માટે જ થાય છે. ઘોષે સોશિયલ મીડિયા પર ફેલાયેલી આ બાબતને અજ્ઞાનતા ગણાવી છે.