Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Fuel Price Hike Prediction: દેશની પાંચ રાજ્યની ચૂંટણી પત્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે નોંધપાત્ર વધારો!

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવ હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર સીધો પ્રહાર કરવા જઈ રહ્યા છે. તેલ કંપનીઓ જે જંગી નુકસાન સહન કરી રહી છે તેની ભરપાઈ માટે પેટ્રોલ અને ડીઝલમાં તોતિંગ વધારો તોળાઈ રહ્યો છે. શું પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ ઈંધણના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવશે? વૈશ્વિક અર્થતંત્રના આ ગણિત પાછળ છુપાયેલા ચોંકાવનારા આંકડાઓ દરેક નાગરિકે જાણવા જરૂરી છે.
fuel price hike prediction  દેશની પાંચ રાજ્યની ચૂંટણી પત્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે નોંધપાત્ર વધારો
Advertisement
  • મેક્વેરીના રિપોર્ટ મુજબ પેટ્રોલ ₹18 અને ડીઝલ ₹35 સુધી મોંઘું થઈ શકે છે (Fuel Price Hike Prediction)
  • ક્રૂડ ઓઇલ મોંઘું થતા તેલ કંપનીઓને દૈનિક ₹1,600 કરોડનું નુકસાન
  • ભારત તેની જરૂરિયાતનું 88% ક્રૂડ ઓઇલ રશિયા અને મધ્ય પૂર્વથી આયાત કરે છે
  • ચાલુ ખાતાની ખાધ (CAD) $20 બિલિયન સુધી પહોંચવાની ભીતિ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના (Crude Oil) ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે ભારતમાં ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે. વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વેરીના (Macquarie) રિપોર્ટ અનુસાર, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹18 અને ડીઝલમાં પ્રતિ લિટર ₹35 સુધીનો વધારો થઈ શકે છે. પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીઓ (Elections) પૂર્ણ થયા બાદ તેલ કંપનીઓ આ બોજ જનતા પર નાખે તેવી પ્રબળ શક્યતા છે.

તેલ કંપનીઓને પ્રતિ લિટર ₹1,600 કરોડનું નુકસાન (Fuel Price Hike Prediction)

ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ હોવા છતાં દેશમાં લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. આ સ્થિતિને કારણે તેલ કંપનીઓને પેટ્રોલ પર ₹18 અને ડીઝલ પર ₹35 પ્રતિ લિટરનું નુકસાન (Financial Loss) થઈ રહ્યું છે. એક્સાઇઝ ડ્યુટીમાં ₹10 ના ઘટાડા છતાં કંપનીઓને દૈનિક આશરે ₹1,600 કરોડની ખોટ જઈ રહી છે.

Advertisement

Advertisement

ભારતની આયાત નિર્ભરતા અને આર્થિક ખતરો

ભારત તેની જરૂરિયાતનું આશરે 88% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જેમાં 45% મધ્ય પૂર્વ (Middle East) અને 35% રશિયા (Russia) થી આવે છે. વધતા ભાવ માત્ર કંપનીઓ માટે જ નહીં, પરંતુ દેશની ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit - CAD) માટે પણ મોટો ખતરો છે. અંદાજ મુજબ, 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં આ ખાધ વધીને $20 બિલિયન સુધી પહોંચી શકે છે.

એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો છતાં સ્થિતિ ગંભીર

છેલ્લા 9 વર્ષમાં સરકારી આવકમાં તેલ પરની એક્સાઇઝ ડ્યુટીનો (Excise Duty) ફાળો 22% થી ઘટીને માત્ર 8% થઈ ગયો છે. વિશ્લેષકોનું માનવું છે કે જો સરકાર સંપૂર્ણ ટેક્સ હટાવી દે તો પણ વર્તમાન આંતરરાષ્ટ્રીય ભાવે કંપનીઓનું નુકસાન ભરપાઈ કરવું મુશ્કેલ છે. નોંધનીય છે કે અમેરિકા, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોએ અગાઉથી જ ભાવમાં વધારો કરી દીધો છે.

આ પણ વાંચો: Gold Silver Price Today : સોનામાં રોકાણ કરતા પહેલા સાવધાન! ક્રૂડ ઓઈલ વધશે તો સોનું સસ્તું થશે?

Tags :
Advertisement

.

×