Plane Crash : ગજબનો સંયોગ, 27વર્ષ પહેલા પણ 11A સીટનો ચમત્કાર! બચ્યો હતો જીવ
- 27 વર્ષ પહેલા એક કિસ્સો બન્યો હતો
- વિશ્વાસ રમેશકુમાર સીટ નંબર હતો 11A
- 27વર્ષ પહેલા પણ 11A સીટનો ચમત્કાર
- અભિનેતા રુઆંગસાક જીવ બચી ગયો હતો
Seat number 11A : અમદાવાદ પ્લેન (Ahmedabad Plane Crash)દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી એકનો જ જીવ બચ્યો. જેનું નામ છે વિશ્વાસ રમેશકુમાર(Vishwas Kumar accident) તેનો સીટ નંબર હતો 11A . આ સીટ નંબર પર બેસનાર વિશ્વાસનો ચમત્કારિક રીતે બચાવ થયો. તેને પોતાને પણ ખબર નથી કે કેવી રીતે બચી ગયો. પરંતુ 11A સીટ કદાચ લકી લાગી રહી છે. કારણ કે આવો 27 વર્ષ પહેલા એક કિસ્સો બન્યો હતો. તેમાં પણ 11A નંબર પર બેસનાર વ્યક્તિનો જીવ બચી ગયો હતો.
11A નંબરની સીટ પર બેઠો હતો રુઆંગસક
થાઇ સિંગર અને અભિનેતા રુઆંગસાક લોયચુસાકને જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશ વિશે ખબર પડી અને તેમાં પણ 11A નંબર વાળી વ્યક્તિનો જીવ બચી ગયો. તે જાણીને તેને ખૂબ નવાઇ લાગી. કારણ કે 27 વર્ષ પહેલા તે પોતે 11A નંબરની સીટ પરબેઠો હતોઅને વિમાન દુર્ઘટનામાં તેનો જીવ બચી ગયો હતો.
1998માં રુઆંગસાક થાઇ એરવેઝની ફ્લાઇટ TG 261માં સવાર હતા
1998માં રુઆંગસાક થાઇ એરવેઝની ફ્લાઇટ TG 261માં સવાર હતા. તે સમયે પ્લેન દક્ષિણી થાઇલેન્ડમાં લેન્ડ કરવાનું પ્રયાસ કરી રહ્યો હતુ ત્યારે જ ક્રેશ થઇ ગયુ. જેમાં 101 લોકોના મોત થયા. જ્યારે તે એક જ વ્યક્તિ હતો કે જેનો જીવ બચ્યો. તેનો સીટ નંબર પણ 11A જ હતો. આ દુર્ઘટનાથી તેએટલો ગભરાઇ ગયો હતો કે 10 વર્ષ સુધી તેણે કોઇ હવાઇ મુસાફરી કરી જ નહી.
જૂની યાદો તાજા થઇ ગઇ- રુઆંગસક
રુઆંગસકે આ સમાચાર જોતા તેને પોતાની સાથે બનેલો બનાવ યાદ આવી ગયો. તેણે પોતાના સોશિયલ મીડિયા પર આપવીતી શેર કરી હતી. તેણે કહ્યું કે આ સમાચાર સાંભળીને મારા રુંવાટા ઉભા થઇ ગયા. તેણે કહ્યું કે જ્યારે મારી સાથે આવી દુર્ઘટના થઇ હતી હું ભાવનાત્મક રીતે નબળો પડી ગયો હતો. જ્યારે અન્ય દેશમાં વધુ એક વ્યક્તિ વિશે જાણ્યુ કે, તે એક માત્ર વ્યક્તિ હતો કે જેનો જીવ બચી ગયો. મને જૂની યાદો તાજી થઇ ગઇ .
આ ક્ષણો ભૂલી શકાતી નથી- જોર્જ લૈમસન
1985માં નેવાદાએ થયેલા વિમાન દુર્ઘટનામાં જીવિત બચેલા એકમાત્ર વ્યક્તિ જોર્જ લૈમસન જૂનિયરએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ ઘટનાને મને હચમચાવી નાંખ્યો. જે લોકો આ દુર્ઘટનામાંથી પસાર થાય છે તેઓ આ ક્ષણ ક્યારેય ભૂલી શકતા નથી.


