Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi :ટ્રમ્પે શપથ ગ્રહણ કરતા જ PM મોદીએ પાઠવી શુભકામના

અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા PM Mod એ ટ્રમ્પેને અભિનંદન પાઠવ્યા અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યાં   PM Modi:ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે ફરીથી શપથ લીધા બાદ વડાપ્રધાન મોદી(PM Mod)એ તેમને...
pm modi  ટ્રમ્પે શપથ ગ્રહણ કરતા જ pm મોદીએ પાઠવી શુભકામના
Advertisement
  • અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા
  • PM Mod એ ટ્રમ્પેને અભિનંદન પાઠવ્યા
  • અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યાં

PM Modi:ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે ફરીથી શપથ લીધા બાદ વડાપ્રધાન મોદી(PM Mod)એ તેમને અભિનંદન પાઠવ્યા છે. PM Modi એ પોસ્ટમાં લખ્યું છે કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓ ફરી એકવાર તેમની સાથે કામ કરવા અને બંને દેશોના હિતમાં કામ કરવા ઉત્સુક છે.

Advertisement

એસ જયશંકર પીએમ મોદીના સંદેશવાહક તરીકે પહોંચ્યા હતા

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા વડાપ્રધાનના ખાસ દૂત તરીકે તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું..

Advertisement

આ પણ  વાંચો-Donald Trump Inauguration : ટ્રમ્પે કહ્યું- 'ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા મોકલીશું'

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળી

રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યાના અઢી મહિના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળી લીધી છે. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ હિલની અંદર યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે ડોનાલ્ડ ટ્રમ્પને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા. ટ્રમ્પે બે બાઈબલ પર હાથ રાખીને શપથ લીધાં હતા. આ સાથે તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યાં છે. ટ્રમ્પની સાથે જેડી વેન્સે પણ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધાં હતા.

આ પણ  વાંચો-Trump inauguration : અમેરિકાને ફરીથી ઉત્પાદન કેન્દ્ર બનશે

ચૂંટણીમાં વિજય બાદ પીએમ મોદીએ તેમને અભિનંદન આપ્યા

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ગયા વર્ષે નવેમ્બર મહિનામાં યોજાઈ હતી. ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો. આ સમય દરમિયાન, બંને વચ્ચે લાંબી વાતચીત થઈ. આ વાતચીત પછી, પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, "મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. તેમની મહાન જીત બદલ તેમને અભિનંદન. ટેકનોલોજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે." "હું ફરી એકવાર સાથે મળીને આ કરવા માટે આતુર છું."

ભારતને પોતાના સાચા મિત્રો માને છે

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાત કર્યા પછી કહ્યું હતું કે આખી દુનિયા પીએમ મોદીને પ્રેમ કરે છે. ભારત એક મહાન દેશ છે અને પીએમ મોદી એક મહાન વ્યક્તિ છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ તેમને અને ભારતને પોતાના સાચા મિત્રો માને છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી ટ્રમ્પે જેમની સાથે સૌથી પહેલા વાત કરી હતી, તે વિશ્વના નેતાઓમાં પીએમ મોદી એક હતા.

Tags :
Advertisement

.

×