ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM મોદી 3 દિવસ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે! G20 શીખર સંમેલનમાં થશે સામેલ

PM Modi on 3-day visit to South Africa : ભારત હવે માત્ર એક ઉભરતી શક્તિ નથી, પરંતુ વૈશ્વિક રાજનીતિના કેન્દ્રમાં એક નિર્ણાયક અને સંતુલિત અવાજ બની ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (૨૧ નવેમ્બર, ૨૦૨૫) ત્રણ દિવસની મુલાકાતે દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ રહ્યા છે, જ્યાં તેઓ જોહાનિસબર્ગમાં આયોજિત G20 શિખર સંમેલનમાં ભાગ લેશે.
07:41 AM Nov 21, 2025 IST | Hardik Shah
PM Modi on 3-day visit to South Africa : ભારત હવે માત્ર એક ઉભરતી શક્તિ નથી, પરંતુ વૈશ્વિક રાજનીતિના કેન્દ્રમાં એક નિર્ણાયક અને સંતુલિત અવાજ બની ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (૨૧ નવેમ્બર, ૨૦૨૫) ત્રણ દિવસની મુલાકાતે દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ રહ્યા છે, જ્યાં તેઓ જોહાનિસબર્ગમાં આયોજિત G20 શિખર સંમેલનમાં ભાગ લેશે.
PM_Modi_on_3_day_visit_to_South_Africa_Gujarat_First

PM Modi on 3-day visit to South Africa : ભારત હવે માત્ર એક ઉભરતી શક્તિ નથી, પરંતુ વૈશ્વિક રાજનીતિના કેન્દ્રમાં એક નિર્ણાયક અને સંતુલિત અવાજ બની ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (21 નવેમ્બર, 2025) ત્રણ દિવસની મુલાકાતે દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ રહ્યા છે, જ્યાં તેઓ જોહાનિસબર્ગમાં આયોજિત G20 શિખર સંમેલનમાં ભાગ લેશે. આ પ્રવાસની ગણના ભારતના ચાલુ વૈશ્વિક નેતૃત્વના એક મહત્વપૂર્ણ તબક્કા તરીકે થાય છે.

G20 સંમેલનનો એજન્ડા અને ભારતનો દ્રષ્ટિકોણ

વડાપ્રધાન મોદી આ G20 સમિટના ત્રણેય મહત્વના સત્રોમાં ભારતનો મજબૂત દ્રષ્ટિકોણ રજૂ કરે તેવી અપેક્ષા છે. આ સમિટની થીમ "એકતા, સમાનતા અને સ્થિરતા" રાખવામાં આવી છે, જે ભારતના "ગ્લોબલ સાઉથ" (એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના વિકાસશીલ દેશો) માટે અવાજ ઉઠાવવાના પ્રયાસોને અનુરૂપ છે. PM Modi વૈશ્વિક પડકારો જેમ કે આબોહવા પરિવર્તન, સપ્લાય ચેઇનની મજબૂતી અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ પર ભારતના સમાવેશી ઉકેલોને વિશ્વ સમક્ષ મૂકશે.

PM Modi નો દક્ષિણ આફ્રિકા પ્રવાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ માત્ર G20 સમિટમાં હાજરી આપવા પૂરતો સીમિત ન રહેતા, તે ભારતની વધતી જતી રાજદ્વારી અસરને દર્શાવે છે. આ મુલાકાતનું મુખ્ય મહત્ત્વ એ છે કે ભારતના અધ્યક્ષપદ હેઠળ આફ્રિકન યુનિયનને G20 નું કાયમી સભ્યપદ મળ્યા પછી પ્રથમ વખત આ સમિટ આફ્રિકન ખંડમાં યોજાઈ રહી છે, જે ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ મજબૂત કરે છે.

વધુમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના વ્લાદિમીર પુતિન અને ચીનના શી જિનપિંગની ગેરહાજરીમાં, PM Modi નું કદ મુખ્ય વૈશ્વિક નેતા તરીકેનું બની રહેશે, જેના કારણે G20 ના એજન્ડા પર તેમનો દ્રષ્ટિકોણ અત્યંત પ્રભાવશાળી રહેશે. આ ઉપરાંત, PM મોદી IBSA (ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા) ફોરમની બેઠકમાં પણ ભાગ લેવાના છે, જે દક્ષિણ-દક્ષિણ સહયોગ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.

વૈશ્વિક રાજનીતિમાં G20 નું મહત્વ

G20 એ એક એવું આંતરરાષ્ટ્રીય મંચ છે જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓને એક મંચ પર લાવે છે. આ દેશો વૈશ્વિક GDP ના 85%, વિશ્વ વેપારના 75% અને વિશ્વની વસ્તીના 60% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. G20 માં ભારતની સક્રિય ભૂમિકાનો અર્થ છે કે ભારત હવે માત્ર વૈશ્વિક નિયમોનું પાલન કરનાર નથી, પરંતુ વૈશ્વિક નિયમો અને એજન્ડા ઘડવામાં પણ અગ્રેસર છે.

આ પણ વાંચો :   PM મોદીએ વ્યાખ્યાનમાં આપ્યું મોટું નિવેદન,કહ્યું, 'વિશ્વ ભારતને આશાના મોડલ તરીકે જોઇ રહ્યું છે'

Tags :
Climate ChangeEconomic inequalityG20G20 Summitglobal-southGujarat FirstIBSA ForumIndia LeadershipJohannesburgpm modiPM Modi on 3-day visit to South AfricaPM Modi visit to South AfricaSouth Africa VisitSupply Chain Stability
Next Article