Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi LPG Action: મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદીનો માસ્ટર પ્લાન,કેબિનેટ બેઠકમાં અધિકારીઓને આપ્યા આ આદેશ!

મિડલ ઈસ્ટમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે શું ભારતના રસોડામાં ગેસનો પુરવઠો ખોરવાશે? આ સવાલનો જવાબ આપવા વડાપ્રધાન મોદીએ પોતે મોરચો સંભાળ્યો છે. ગેસ બુકિંગના બદલાયેલા નિયમોથી લઈને ૨૫ દિવસના નવા વેઈટિંગ પિરિયડ સુધી, સરકારે સંગ્રહખોરોને રોકવા માટે કયા કડક પગલાં લીધા છે? અને પીએમ મોદીએ દેશવાસીઓને કયો મોટો ભરોસો આપ્યો છે? જાણો આ ખાસ અહેવાલમાં
pm modi lpg action  મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે pm મોદીનો માસ્ટર પ્લાન કેબિનેટ બેઠકમાં અધિકારીઓને આપ્યા આ આદેશ
Advertisement
  • મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ તેલ-ગેસના પુરવઠાની કરી સમીક્ષા (PM Modi LPG Action)
  • પીએમ મોદીનો આદેશ: કોઈપણ સંજોગોમાં ઘરેલું LPG પુરવઠો ખોરવાવો ન જોઈએ
  • સંગ્રહખોરી રોકવા 25 દિવસના ગેસ બુકિંગનો નવો નિયમ તાત્કાલિક લાગુ
  • ભારત પાસે 8 અઠવાડિયાનો તેલ ભંડાર સુરક્ષિત હોવાનો સરકારે આપ્યો ભરોસો

ઈરાન, ઈઝરાયેલ (Israel) અને અમેરિકા (USA) વચ્ચેના વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઊભું થયું છે. ખાસ કરીને ભારતમાં LPG પુરવઠાને (LPG Supply) લઈને ઉદભવેલી ચિંતાઓ વચ્ચે ભારત સરકાર સતર્ક બની છે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની (Union Cabinet) બેઠકમાં દેશમાં ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત જાળવી રાખવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

PM Modi LPG Action :  પીએમ મોદીનો નિર્દેશ

કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે મધ્ય પૂર્વની કટોકટી છતાં ભારતમાં LPG, CNG અને PNG ના પુરવઠા પર કોઈ અસર થવી જોઈએ નહીં. તેમણે નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે દેશમાં ગેસનો પૂરતો ભંડાર છે અને ગભરાવાની જરૂર નથી. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri) પણ પુષ્ટિ કરી છે કે ભારત કતાર (Qatar) અને અન્ય દેશો પાસેથી અવિરત LNG પુરવઠો મેળવી રહ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) સિવાયના વૈકલ્પિક માર્ગો પર પણ વિચાર કરી રહ્યું છે.

Advertisement

Advertisement

નવો આદેશ: રસોઈ ગેસને પ્રાથમિકતા અને બુકિંગમાં ફેરફાર

સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 (Essential Commodities Act 1955) હેઠળ 'કુદરતી ગેસ પુરવઠા નિયમન આદેશ 2026' સૂચિત કર્યો છે. આ અંતર્ગત:

ઘરેલું ગેસને પ્રાથમિકતા: કોમર્શિયલ ગેસ પહેલા ઘરેલું રસોઈ ગેસના પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવશે.

બુકિંગ સમયગાળો: સંગ્રહખોરી રોકવા માટે હવે બે સિલિન્ડર બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો ફરજિયાત કરવામાં આવ્યો છે.

ઉત્પાદનમાં વધારો: તેલ કંપનીઓને LPG ઉત્પાદનમાં 10 ટકાનો વધારો કરવાનો આદેશ અપાયો છે.

ઉર્જા સુરક્ષા માટે વૈશ્વિક વ્યૂહરચના

ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે 85-90 ટકા આયાત પર નિર્ભર છે. મધ્ય પૂર્વ પર નિર્ભરતા ઘટાડવા ભારત હવે રશિયા (Russia), અમેરિકા (USA) અને આફ્રિકન દેશો સહિત 40 થી વધુ દેશો પાસેથી તેલ અને ગેસ મેળવવાના વિકલ્પો શોધી રહ્યું છે. રાહતની વાત એ છે કે બ્રેન્ટ ક્રૂડના (Brent Crude) ભાવ $120 થી ઘટીને $90 પ્રતિ બેરલ સુધી પહોંચ્યા છે, જે ભારતના આયાત બિલ પરનું દબાણ ઘટાડી શકે છે.

આ પણ વાંચો:  Jaishankar Iran Talks: વિશ્વ પર તેલ સંકટ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે ઈરાની વિદેશ મંત્રી સાથે ફોન પર કરી વાતચીત!

Tags :
Advertisement

.

×