ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi એ નામિબિયા સંસદમાં લોકશાહી, સંવિધાન અને ક્રિકેટ જેવા વિષયો પર કર્યુ સંબોધન

નામિબિયા સંસદમાં PM Narendra Modi એ સૂચક સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં લોકશાહી, સંવિધાન, ક્રિકેટ વર્લ્ડ કપ જેવા વિષયોને આવરી લીધા હતા. વાંચો વિગતવાર.
01:00 PM Jul 10, 2025 IST | Hardik Prajapati
નામિબિયા સંસદમાં PM Narendra Modi એ સૂચક સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં લોકશાહી, સંવિધાન, ક્રિકેટ વર્લ્ડ કપ જેવા વિષયોને આવરી લીધા હતા. વાંચો વિગતવાર.
PM Narendra Modi Gujarat First-+++

PM Narendra Modi : ભારતીય વડાપ્રધાનની નામિબિયાની આ 3જી મુલાકાત હતી. જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની આ પ્રથમ નામિબિયાની મુલાકાત હતી. વડાપ્રધાન મોદી એ પોતાની પહેલી નામિબિયા મુલાકાત દરમિયાન સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચક સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબંધોનમાં લોકશાહી, સંવિધાન, ક્રિકેટ વર્લ્ડ કપ જેવા અનેકવિધ વિષયોને આવરી લીધા હતા.

નામિબિયાની ક્રિકેટ ટીમને સલાહ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ બંને દેશોના સંબંધો અને ભાગીદારીને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. નામિબિયાની સંસદને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ક્રિકેટ જેવા વિષયને પણ આવરી લીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે, જો નામિબિયાની ટીમ ક્રિકેટ ટિપ્સ લેવા માંગે છે, તો તેઓ જાણે છે કે કોને ફોન કરવો ? વડાપ્રધાને કહ્યું કે, હું 2027 ક્રિકેટ વર્લ્ડકપનું સહ-યજમાન બનવામાં નામિબિયાને અપાર સફળતાની શુભેચ્છા પાઠવું છું. જો તમારા ઈગલ્સ (નામિબિયાની પુરુષ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું ઉપનામ) ને ક્રિકેટ સંબંધિત કોઈ માહિતીની જરૂર હોય, તો તમે જાણો છો કે કોને ફોન કરવો ?

આ પણ વાંચોઃ  Delhi-NCR માં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતા નોંધાઇ

દ્વિપક્ષીય વેપાર $800 મિલિયનને પાર

નામિબિયાની સંસદને સંબોધતા PM મોદીએ કહ્યું કે, ભારતના લોકો નામિબિયાના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન નામિબિયા સાથે ગર્વથી ઊભા હતા. અમે તમારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરીએ છીએ. ભારત અને નામિબિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર (Bilateral Trade) $800 મિલિયનને પાર કરી ગયો છે. PM મોદીએ ચિત્તાઓને ભારતમાં લાવવામાં સહયોગ આપવા બદલ નામિબિયાનો પણ આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાને સંવિધાન જેવા વિષયને આવરી લેતા જણાવ્યું હતું કે, જેના પાસે કંઈ નથી તેની પાસે સંવિધાનની ગેરંટી છે. મહામારી વખતે ભારત આફ્રિકાની સાથે ઉભું હતું. જન ઔષધિ કાર્યક્રમ (Jan Aushadhi Program) માં નામિબિયાને સામેલ કરીશું. વડાપ્રધાને કહ્યું હતું કે, નાબિમિયાએ તેમના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ચૂંટ્યા હતા.

અર્થપૂર્ણ અને સફળ મુલાકાત

વડાપ્રધાન મોદી 5 દેશોનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પહોંચ્યા છે. આ વિદેશ પ્રવાસ દરમિયાન PM મોદીએ ઘાના, ત્રિનિદાદ-ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લીધી હતી. નામિબિયા તેમની મુલાકાતનો છેલ્લો પડાવ હતો. વિદેશ મંત્રાલયે વડાપ્રધાન મોદીની 5 દેશોની મુલાકાતને ખૂબ જ અર્થપૂર્ણ અને સફળ મુલાકાત ગણાવી છે. આ 5 દેશોની મુલાકાતમાં વડાપ્રધાનને 4 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર સહિત વડાપ્રધાન મોદીને કુલ 27 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે.

આ પણ વાંચોઃ  Changur Baba: પોતાના સ્નાયુઓને મજબૂત રાખવા માટે ખાસ તેલ મંગાવતા, બોટલમાંથી રહસ્ય ખુલ્યું

Tags :
$800 Million Tradebilateral tradeCheetah ProjectConstitutionCricket World Cup 2027DemocracyFreedom StruggleGujarat FirstGUJARAT FIRST NEWSindia Namibia relationsJan Aushadhi ProgramNamibia Parliament AddressNamibia’s First Woman PresidentNamibian Cricket Teampm narendra modi
Next Article