Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

રાજનીતિના 'સુપર કોમ્બો'નો કરિશ્મા: મોદી-શાહની જોડીએ પરિણામોમાં રચ્યો ઈતિહાસ, વિરોધીઓના ગઢ ધરાશાયી

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદી અને અમિત શાહની જોડીએ ઐતિહાસિક સફળતા મેળવી છે. અમિત શાહની સચોટ રણનીતિ અને 'મોદી મેજિક'ના કારણે પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા બેનર્જીને સત્તા બહાર કરી ભગવો લહેરાવ્યો છે. આ ઉપરાંત આસામ અને પુડ્ડુચેરીમાં પણ ભાજપની જીત થઈ છે. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપ સરકાર બનાવતા વિરોધીઓ પસ્ત થયા છે.
રાજનીતિના  સુપર કોમ્બો નો કરિશ્મા  મોદી શાહની જોડીએ પરિણામોમાં રચ્યો ઈતિહાસ  વિરોધીઓના ગઢ ધરાશાયી
Advertisement
  • દેશભરમાં ફરી એકવાર ચાલ્યો 'મોદી મેજિક'!
  • મોદી-શાહની જોડીએ રચ્યો નવો રાજકીય ઈતિહાસ
  • બંગાળમાં ભગવો લહેરાયો, મમતા દીદીની થઈ વિદાય
  • આસામ અને પુડ્ડુચેરીમાં પણ ભાજપનો કેસરીયો
  • રાજનીતિના 'ચાણક્ય' અમિત શાહની રણનીતિ સફળ

ભારતીય રાજનીતિના ઇતિહાસમાં જ્યારે પણ સંગઠન શક્તિ અને લોકપ્રિયતાના સમન્વયની વાત થશે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી (PM Modi and Amit Shah Duo) નું નામ સુવર્ણ અક્ષરે લખાશે. તાજેતરમાં સંપન્ન થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે આ જોડી પાસે વિરોધીઓની દરેક ચાલનો સચોટ જવાબ છે. દેશભરમાં ફરી એકવાર 'મોદી મેજિક' અને 'શાહની રણનીતિ' નો સમન્વય જોવા મળ્યો છે.

PM Narendra Modi to Address Nation Tonight at 8:30 PM

Advertisement

Advertisement

બંગાળમાં ઐતિહાસિક ઉલટફેર: મમતા દીદી સત્તા બહાર

આ ચૂંટણી જંગમાં સૌથી મહત્વનું અને રસાકસીભર્યું રાજ્ય પશ્ચિમ બંગાળ હતું. દાયકાઓથી મમતા બેનર્જીના મજબૂત ગઢ ગણાતા બંગાળમાં ભાજપે એવી એન્ટ્રી કરી કે રાજકીય પંડિતો પણ ચોંકી ગયા છે. અમિતભાઈ શાહની રણનીતિ (Amit Shah Strategy) અને પીએમ મોદીની જનસભાઓએ બંગાળના ખૂણેખૂણે પરિવર્તનની લહેર લાવી દીધી. પરિણામે, મમતા દીદીને સત્તા છોડવી પડી છે અને બંગાળમાં પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો (BJP Win in West Bengal) છે. આ વિજય માત્ર બેઠકોની જીત નથી, પરંતુ ભાજપની વિચારધારાનો પૂર્વ ભારતમાં મોટો સ્વીકાર છે.

આસામ અને પુડ્ડુચેરીમાં પણ કેસરીયો

માત્ર બંગાળ જ નહીં, પરંતુ ઉત્તર-પૂર્વના પ્રવેશદ્વાર ગણાતા આસામમાં પણ ભાજપે સતત બીજીવાર પોતાની પકડ મજબૂત કરી છે. આસામમાં પણ ભાજપ સરકાર (BJP Government) બની રહી છે, જે દર્શાવે છે કે જનતાને વિકાસની રાજનીતિ પર ભરોસો છે. બીજી તરફ, દક્ષિણ ભારતના પુડ્ડુચેરીમાં પણ ભાજપ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી છે, જે ભાજપ માટે દક્ષિણમાં પગપેસારો કરવા માટેનો મોટો વિજય ગણાય છે. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપની જીત એ 2029ની લોકસભા ચૂંટણી માટેનો સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે.

Amit Shah

અમિત શાહ: રાજનીતિના અજેય ચાણક્ય

આ સમગ્ર વિજય પાછળ અમિતભાઈ શાહનું ઇલેક્શન મેનેજમેન્ટ (Amit Shah Election Management) ચાવીરૂપ રહ્યું છે. ચૂંટણીના મહિનાઓ પહેલા બંગાળ અને આસામમાં બૂથ લેવલ સુધી કાર્યકર્તાઓને સક્રિય કરવા, ઉમેદવારોની સચોટ પસંદગી અને વિરોધીઓના વોટબેંકના ગણિતને તોડવામાં શાહની વ્યૂહરચના સફળ રહી છે. તેમણે સાબિત કર્યું છે કે તેમની પાસે રણનીતિનું એવું ભાથું છે જે કોઈપણ મજબૂત કિલ્લાને તોડી શકે છે.

મોદીની ગેરંટી પર જનતાની મહોર

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ચૂંટણીમાં જે રીતે જનતા સાથે સીધો સંવાદ સાધ્યો અને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા, તેની સીધી અસર પરિણામોમાં જોવા મળી છે. મહિલા મતદારો અને યુવાનોમાં મોદીનો ક્રેઝ જળવાઈ રહ્યો છે. જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે તેમને 'મોદીની ગેરંટી' પર અતૂટ વિશ્વાસ છે. વિરોધ પક્ષોએ અનેક નકારાત્મક પ્રચારો કર્યા હોવા છતાં, મોદી-શાહની જોડીએ તેમને સ્પષ્ટ રીતે પાછળ ધકેલી દીધા છે. આ જીત સાથે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે પોતાની સર્વોપરિતા ફરી સ્થાપિત કરી છે અને દેશના રાજકીય નકશા પર કેસરીયો રંગ વધુ ઘાટો કર્યો છે.

આ પણ વાંચો : Saffron Politics in India: આખું ભારત કેસરી રંગે રંગાવાનું છે, પણ હિંદુઓએ રહેવું પડશે સાવધાન

Tags :
Advertisement

.

×