PM Modi - Rahul Gandhi: સંસદ પરિસરમાં પીએમ મોદી-રાહુલ ગાંધીએ કરી વાતચીત, જુઓ Video
. સંસદ પરિસરમાં PM Modi અને વિપક્ષના નેતા Rahul Gandhi વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતચીત જોવા મળી
. મહાત્મા Jyotiba Phule ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવા દરમિયાન બંને નેતાઓ સાથે જોવા મળ્યા હતા
. મોદીએ ફુલેને મહિલા અધિકારો અને સામાજિક ન્યાયના અગ્રણી ગણાવી તેમના વિચારોને માર્ગદર્શક કહ્યા
PM Modi - Rahul Gandhi: સંસદ ભવન અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર આકરા વાકપ્રહારો કરનારા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો એક વીડિયો સોશયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. વીડિયો 11 એપ્રિલનો જ છે, આ વીડિયોમાં પીએમ મોદી (PM Modi) મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફુલે (Jyotiba Phule) ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવા જઈ રહ્યા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે સંસદ ભવન પરિસરમાં પ્રેરણા સ્થળ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા (Loksabha Speaker Om Birla) , વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) , કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ (Arjun Meghwal) , અને રાજ્યસભામાં પૂર્વ ઉપસભાપતિ હરિવંશ (Harivansh) ઉભા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વારાફરતી સૌને મળી રહ્યા છે અને પછી રાહુલ ગાંધીની પાસે ઉભા રહે છે. તેના પછી બંને વાત કરવા લાગે છે. બંને વચ્ચે શું વાત થઈ, તે તો ખબર પડી નથી. પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી અને રાહુલ ગાંધી કેટલીક સેકન્ડ્સ માટે એકબીજા સાથે કોઈ વાત કરી રહ્યા હતા.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives at Prerna Sthal on the Parliament premises to pay a floral tribute to Mahatma Jyotiba Phule on his 200th birth anniversary today.
Lok Sabha Speaker Om Birla, Lok Sabha LoP Rahul Gandhi, Union Minister Arjun Ram Meghwal, former… pic.twitter.com/QexqUVky1Z
— ANI (@ANI) April 11, 2026
આ પણ વાંચો: 1 વીડિયોએ બાબરીવાળા હુમાયૂં કબીરની રાજકીય કારકિર્દીનું ફીંડલું વાળ્યું, હવે મમતા જીતશે?
Mahatma Phule ને લઈને પીએમ મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત સમાજ સુધારક જ્યોતિરાવ ફુલે (Jyotirao Phule) ની જયંતી પર શનિવારે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યુ કે તેમનું જીવન સમાનતા, ન્યાય અને શિક્ષણના આદર્શો માટે સમર્પિત હતું. ફુલેનો જન્મ 11 એપ્રિલ, 1827ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો અને તેમનું નિધન 28 નવેમ્બર, 1890ના રોજ થયું.
મોદીએ સોશયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે મહાન સમાજસુધારક મહાત્મા જ્યોતિબા ફુલેની 200મી જયંતી વર્ષના સમારંભનો આરંભ થઈ રહ્યો છે. તેમણે પોતાનું આખું જીવન શિક્ષણ, જ્ઞાન અને જનકલ્યાણને સમર્પિત કરી દીધું. તેમણે લખ્યું કે તેઓ મહિલાઓ અને હાંસિયામાં પડેલા લોકોના અધિકારોની તરફદારી કરવામાં અગ્રણી હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે તેમના વિચાર સામાજિક પ્રગતિની દિશામાં તમામનું માર્ગદર્શન કરતા રહ્યા. તેમણે કહ્યુ કે ફુલેના પ્રયાસોથી શિક્ષણ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ બન્યું.
આ પણ વાંચો: China ભારતથી અનેકગણું શક્તિશાળી: દેશને જ ડરાવી રહ્યા છે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Hamid Ansari !


