PM Modi At Adampur Airbase : બેકગ્રાઉન્ડમાં S-400 અને.. પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ
- આદમપુર એરબેઝ મુલાકાતથી વડાપ્રધાનના મોટા સંદેશ!
- પાકિસ્તાનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ કરવા સાથે આપ્યો સંદેશ
- નુકસાન પહોંચાડવાના દાવાનો વડાપ્રધાને છેદ ઉડાવ્યો
- પાકિસ્તાને કર્યો હતો આદમપુર એરબેઝને નુકસાનનો દાવો
- રન-વેને નુકસાનના દાવાનો PMના વિમાનથી ઉડાવાયો છેદ
- સંબોધન કર્યું તે જ સ્થળે S-400 પણ દેખાઇ બેકગ્રાઉન્ડમાં
- ભારતની હવાઈ સુરક્ષા સાબુત હોવાનો આપ્યો જવાબ
- S-400ને નુકસાન પહોંચાડ્યાનો પણ હતો ખોખલો દાવો
- મીગ-29 પણ વડાપ્રધાન મોદીના બેકગ્રાઉન્ડમાં દેખાયું
M Modi At Adampur Airbase: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આદમપુર એરબેઝની(PM Modi At Adampur Airbase) મુલાકાતે પાકિસ્તાનના ઘણા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. મંગળવારે સવારે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી (PMModi)પંજાબના જલંધરમાં આદમપુર એરબેઝ પહોંચ્યા ત્યારે વાયુસેનાના જવાનોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે તેમનું સ્વાગત કર્યું. પહેલા તો પીએમ મોદી જવાનોને મળ્યા તેના ફોટો સામે આવ્યા હતા પરંતુ થોડા સમય પછી વીડિયો સામે આવ્યો જેમાં પાકિસ્તાને ઓકેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો.
PM મોદીની એક મુલાકાત અને પાકિસ્તાનનું જુઠ્ઠાણુ બેનકાબ
આદમપુરમાં પીએમના આગમન અંગે જે વીડિયો સામે આવ્યો છે તેમાં પીએમ મોદી સૈનિકોને મળતા જોવા મળે છે. ભારતની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ S-400 પીએમ મોદીથી થોડા અંતરે જ તૈનાત છે. આ ઉપરાંત ફાઇટર પ્લેન MiG-29 પણ જોવા મળે છે. આ વીડિયોમાં S-400 ની હાજરી પાકિસ્તાનના ઘણા દાવાઓને ચકનાચૂર કરી દીધા
ભારતની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ S-400 ને નષ્ટ કરી દીધી
વાસ્તવમાં 10 મેના રોજ, પાકિસ્તાને દાવો કર્યો હતો કે પાકિસ્તાની વાયુસેનાના JF-17 જેટ્સે આદમપુર એરબેઝ પર તૈનાત ભારતની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ S-400 ને નષ્ટ કરી દીધી છે. આ માટે પાકિસ્તાને હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. પરંતુ આજના આ વીડિયોમાં S-400 ની હાજરીએ પાકિસ્તાનના દાવાને પોકળ સાબિત કર્યો. ત્યારે આવો જાણીએ કે પાકિસ્તાને કરેલા દાવા અને તેની હકીકત શું છે.
Pakistan ને જે એરબેઝ તોડવાનો કર્યો દાવો ત્યાં પહોંચ્યા પીએમ મોદી
- 'ઓપરેશન સિંદૂર'માં સામેલ ફાઇટર્સને મળ્યા PM મોદી
- આદમપુર એરબેઝ પર જઇને જવાનો સાથે કરી મુલાકાત
- આ એરબેઝને ઉડાવ્યું હોવાનો પાકિસ્તાને કર્યો હતો જુઠ્ઠો દાવો
- PM મોદીએ એક કલાક સુધી જવાનો સાથે કરી મુલાકાત
- PM… pic.twitter.com/1WZ9VnzuHI— Gujarat First (@GujaratFirst) May 13, 2025
1. પાકિસ્તાનનો દાવો: પાકિસ્તાને એવો પણ દાવો કર્યો હતો કે તેણે આદમપુર એરબેઝના રનવેને નુકસાન પહોંચાડ્યું છે.વાસ્તવિકતા આ રનવે પર ભારતના VVIP વિમાનનું ઉતરાણ દર્શાવે છે કે પાકિસ્તાનનો દાવો ખોટો છે. આદમપુર એરબેઝ સંપૂર્ણપણે કાર્યરત છે અને પાકિસ્તાનનો દાવો ખોટો છે.
2. પાકિસ્તાનનો દાવો: પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે આદમપુરમાં S-400 સિસ્ટમનો નાશ કર્યો હતો.
વાસ્તવિકતા: કોઈપણ હવાઈ સંરક્ષણ સંપત્તિને કોઈ નુકસાન થયું નથી. S-400 સલામત અને કાર્યરત છે.
3. પાકિસ્તાનનો દાવો: પાકિસ્તાને દાવો કર્યો હતો કે મિસાઇલોએ ભારતીય વાયુસેનાના વિમાનને તોડી પાડ્યું હતું.
વાસ્તવિકતા: કોઈ વિમાનને નુકસાન થયું નથી. આદમપુરથી ફ્લાઇટ્સ અવિરત ચાલુ રહે છે.
4. પાકિસ્તાનનો દાવો: પાકિસ્તાને દાવો કર્યો હતો કે આદમપુરમાં મોટી સંખ્યામાં એરક્રૂ માર્યા ગયા હતા.
વાસ્તવિકતા:કોઈ જાનહાનિ થઈ નથી, બધા કર્મચારીઓ સુરક્ષિત છે અને બધા આર્મી રેકોર્ડમાં છે.
5. પાકિસ્તાનનો દાવો:પાકિસ્તાને દાવો કર્યો હતો કે ડ્રોનથી આદમપુર રડાર સિસ્ટમ પર હુમલો થયો હતો.
વાસ્તવિકતા: રડાર સિસ્ટમ્સ અકબંધ છે અને સક્રિય દેખરેખ ચાલુ છે.
6. પાકિસ્તાનનો દાવો:પાકિસ્તાને કથિત રીતે ક્ષતિગ્રસ્ત આદમપુર એરબેઝની સેટેલાઇટ છબીઓ શેર કરી.વાસ્તવિકતા
સેટેલાઇટ નિષ્ણાતો અને એજન્સીઓએ પુષ્ટિ આપી છે કે છબીઓ સાથે છેડછાડ કરવામાં આવી છે.
7. પાકિસ્તાનનો દાવો:પાકિસ્તાને કહ્યું કે આદમપુર એરબેઝ ઘણા વર્ષોથી કાર્યરત નથી.વાસ્તવિકતાઆદમપુર એક ફ્રન્ટલાઈન એરબેઝ છે, મિશન માટે તૈયાર અને કાર્યરત છે.