Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી બન્યા નીરજ ચોપરાની માતાના ફેન, પત્ર લખીને કહ્યું...

PM મોદીએ નીરજ ચોપરાની માતાને પત્ર લખ્યો ચુરમા ખાધા બાદ PM એ નીરજ ચોપરાની માતાને એક ભાવુક પત્ર લખ્યો ચુરમા ખાધા બાદ PM મોદીને યાદ આવ્યા તેમના માતાશ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે નીરજ ચોપડા (Neeraj Chopra) ના...
pm મોદી બન્યા નીરજ ચોપરાની માતાના ફેન  પત્ર લખીને કહ્યું
  • PM મોદીએ નીરજ ચોપરાની માતાને પત્ર લખ્યો
  • ચુરમા ખાધા બાદ PM એ નીરજ ચોપરાની માતાને એક ભાવુક પત્ર લખ્યો
  • ચુરમા ખાધા બાદ PM મોદીને યાદ આવ્યા તેમના માતાશ્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે નીરજ ચોપડા (Neeraj Chopra) ના માતાના ફેન થયા છે. તેમણે નીરજના માતા સરોજ દેવી (Saroj Devi) ને પત્ર લખ્યો છે. જણાવી દઇએ કે, આ પત્ર તે માતાના હાથના ચૂરમા ખાધા બાદ લખવામાં આવ્યો હતો, જેને ગ્રહણ કરી PM મોદી (PM Modi) એ પોતાના માતાને યાદી કર્યા હતા અને તેઓ ભાવુક પણ થઇ ગયા હતા. મંગળવારે જમૈકાના વડાપ્રધાનની ભારત મુલાકાતના અવસર પર આયોજિત ભોજન સમારંભમાં ભારતના સ્ટાર નીરજ ચોપડા (Neeraj Chopra) એ PM મોદીને તેમની માતા દ્વારા બનાવેલા ચુરમા ખવડાવ્યા હતા. ત્યારબાદ PM મોદીએ સરોજ દેવીને પત્ર લખ્યો હતો. શું કહ્યું તેમણે આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

PM મોદીએ ભાવુક થતા પત્રમાં લખ્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવાર-નવાર ભારતમાં વિવિધ રમતોના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. PM મોદી અવાર-નવાર ભારતનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓને મળે છે. હવે PM મોદીએ ઓલિમ્પિક મેડલ વિજેતા અને ભાલા ફેંકનાર નીરજ ચોપરાની માતા સરોજ દેવીને પત્ર લખ્યો છે. PM મોદીએ પત્રમાં કહ્યું છે કે, સરોજ દેવીજીને સાદર પ્રણામ! આશા છે કે તમે સ્વસ્થ, સુરક્ષિત અને ખુશ હશો. ગઈકાલે મને જમૈકાના વડાપ્રધાનની ભારત મુલાકાતના પ્રસંગે આયોજિત ભોજન સમારંભમાં નીરજ ચોપડાને મળવાનો અવસર મળ્યો. તેમની સાથે ચર્ચા કરતી વખતે તેમણે મને તમારા હાથે બનાવેલો સ્વાદિષ્ટ ચુરમા આપ્યા ત્યારે મારી ખુશીમાં વધુ વધારો થયો. આજે આ ચૂરમા ખાધા પછી હું પોતાને પત્ર લખતા રોકી શક્યો નહીં. ભાઈ નીરજ ઘણીવાર મારી સાથે આ ચુરમા વિશે વાત કરે છે, પણ આજે તે ખાધા પછી હું ભાવુક થઈ ગયો હતો.

Advertisement

PM મોદીને યાદ આવ્યા તેમના માતાશ્રી

વડાપ્રધાન નરેદ્ર મોદીએ પત્રમાં નીરજ ચોપરાની માતા સરોજ દેવીને કહ્યું છે કે અપાર સ્નેહથી ભરેલી તમારી આ ભેટે મને મારી માતાની યાદ અપાવી છે. માતા શક્તિ, સ્નેહ અને સમર્પણનું સ્વરૂપ હોય છે. આ એક યોગાનુયોગ છે કે નવરાત્રીના તહેવારના એક દિવસ પહેલા મને માતા પાસેથી આ પ્રસાદ મળ્યો છે. હું નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન ઉપવાસ કરું છું. એક રીતે, તમારા આ ચુરમા મારા ઉપવાસ પહેલા મારો મુખ્ય ખોરાક બની ગયો છે. તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલ ભોજન ભાઈ નીરજને દેશ માટે મેડલ જીતવાની ઉર્જા આપે છે. તેવી જ રીતે, આ ચુરમા મને આગામી 9 દિવસ દેશની સેવા કરવાની શક્તિ આપશે. PM મોદીએ તેમના પત્રમાં સંદેશ આપ્યો છે કે, શક્તિ પર્વ નવરાત્રીના આ અવસર પર હું તમારી સાથે દેશની માતૃશક્તિને ખાતરી આપું છું કે હું વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વધુ સેવાની ભાવના સાથે કામ કરતો રહીશ. આપનો હૃદયપૂર્વક આભાર.

આ પણ વાંચો:  બિહારની રાજનીતિમાં હવે નવો વળાંક! ચૂંટણી રણનીતિકારે બનાવી પોતાની અલગ પાર્ટી, જાણો કોણ બન્યા અધ્યક્ષ

Advertisement

Tags :
Advertisement

.