PM Modi Bihar Visit: બધાએ લૂંટવાનું જ કામ કર્યું', બિહાર ચૂંટણી પહેલા PM મોદીના કોંગ્રેસ-RJD પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ જનતાને સંબોધતા કહ્યું, "આ ધરતી ચંપારણની ધરતી છે. આ ધરતીએ ઇતિહાસ બનાવ્યો છે. આઝાદીના આંદોલનની આ ધરતીએ ગાંધીજીને નવી દિશા બતાવી. હવે આ ધરતીની પ્રેરણા બિહારનું નવું ભવિષ્ય પણ બનાવશે
Advertisement
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા બિહારના પ્રવાસે
- PM મોદીએ મોતિહારીમાં કોંગ્રેસ અને RJD પર કર્યા પ્રહાર
- પીએમ મોદીએ 7 હજાર કરોડના ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો
- બિહારમાં લખપતિ દીદીની સંખ્યા વધી-PM મોદી
PM Modi Bihar Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા (Bihar Election)બિહારના પ્રવાસે છે. PM મોદીએ મોતિહારીમાં (Narendra modi)જનતાને સંબોધતા કોંગ્રેસ અને RJDની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તેમને હંમેશા બિહારને લૂંટવાનું જ કામ કર્યું હતું, આ લોકો બિહાર સાથે બદલો લેતા હતા. પીએમ મોદીએ 7 હજાર કરોડ રૂપિયા કરતા વધુની પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, પટણાને પૂણેની જેમ અને ગયાને ગુરૂગ્રામ જેવું બનાવીશું.

