Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Bihar visit : 'પંજા અને લાલટેને મળીને બિહારને લૂટ્યું,હવે મોદી કામ કરશે'

પીએમ મોદી (PM Modi)સિવાનના જસૌલીમાં જનસભા સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ સભા સંબોધન કરતા જણાવ્યું કે બિહારમાં પહેલા જંગલરાજ હતું
pm modi bihar visit    પંજા અને લાલટેને મળીને બિહારને લૂટ્યું હવે મોદી કામ કરશે
Advertisement
  • બિહાર વિધાનસભાની ચૂંટણી તૈયારીઓ શરૂ
  • PM મોદી સિવાનના જસૌલીમાં જનસભા સંબોધી
  • 25 કરોડ ભારતીયોએ ગરીબીને પરાજિત કર્યા

PM Modi Bihar visit: બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar elections)આવી રહી છે. ત્યારે ફરી એકવાર પીએમ મોદી આજે બિહારના (PM Modi bihar visit)પ્રવાસે છે. પીએમ મોદી (PM Modi)સિવાનના જસૌલીમાં જનસભા સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ સભા સંબોધન કરતા જણાવ્યું કે બિહારમાં પહેલા જંગલરાજ હતું. તમે જુઓ જંગલ રાજે બિહારની શું હાલત કરી. કોંગ્રેસ (Congress)અને લાલટેનએ મળીને બિહારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી. નીતિશજીના નેતૃત્વમાં બિહારમાં NDA ની સરકાર બિહારને વિકાસના ટ્રેક પર પરત લાવી છે.

જંગલરાજ વાળા તક જોઇને બેઠા છે: PM મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બિહારમાં જંગલરાજ લાવનારા લોકો તક જોઇને બેઠા છે કે ક્યારે ફરીથી જૂના કારનામા કરવાનો મોકો મળે. એનડીએની સરકારે બતાવ્યુ છે કે ગરીબી ઘટી શકે છે. 25 કરોડ ભારતીયોએ ગરીબીને પરાજિત કર્યા છે. વર્લ્ડ બેંક જેવી દુનિયાની નામાંકિત સંસ્થા ભારતની પ્રશંસા કરે છે. બિહાર માટે ઘણુ બધુ કરવુ છે મારે. બિહારના પોણા ચાર કરોડ લોકોએ પોતાને ગરીબીથી મુક્ત કર્યા છે. બિહાર સંવિધાનને તાકાત આપનારી ધરતી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Raja Raghuvanshi હત્યા કેસમાં પોલીસે કરી આ યુવતીની પૂછપરછ

શ્રાવણમાં મળી ભેટ

પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં બનેલુ એન્જિન આફ્રિકામાં મોકલવામાં આવનાર છે. બિહાર મેક ઇન ઇન્ડિયાનું સેન્ટર બનશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બિહારના લોકો જે સામાન બનાવશે તે આત્મનિર્ભર ભારતને તાકાત આપશે. આજે બિહારમાં રોડ, રેલ, જળમાર્ગ , હવાઇ યાત્રામાં સારો વિકાસ થયો છે. બિહારને આધુનિક ટ્રેનો મળી રહે છે. શ્રાવણ શરૂ થવાના પહેલા બાબા હરિહરનાથની ધરતી વંદેભારત ટ્રેનથી બાબા ગોરખપુરની ધરતીથી જોડાઇ છે.

આ પણ  વાંચો -Two Wheeler ABS Rule: ટુ-વ્હીલર 'સ્લીપ' થવાનો ડર દૂર થશે! સરકાર લાવી રહી છે નવો નિયમ

બીજીવાર બિહારની મુલાકાતે

આ દરમિયાન પીએમ મોદી દ્વારા બિહારના 22 શહેરોને ગટર અને પાણી સાથે જોડાયેલી યોજનાઓનો શુભારંભ કર્યો. આ ઉપરાંત પાટલીપુત્રથી ગોરખપુર માટે 8 કોચની વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ ઉપરાંત પીએમ મોદી દ્વારા વર્ચ્યુલી વૈશાલીમાં નવી રેલવે લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યુ. મહત્વનું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે છેલ્લા 3 અઠવાડિયામાં પીએમ મોદીનો આ બીજીવાર બિહાર પ્રવાસ છે.

Tags :
Advertisement

.

×