ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિહાર માટે PMએ 62,000 કરોડની યોજનાઓ લોન્ચ કરી, બેરોજગાર યુવાનોને રૂ.1000 ભથ્થું!

MNSSBY યોજના ગ્રેજ્યુએટ યુવાનો માટે વિસ્તૃત. ₹60,000 કરોડના રોકાણથી ITI સંસ્થાઓનું આધુનિકીકરણ, ચૂંટણી પર શું અસર થશે?
09:05 AM Oct 04, 2025 IST | Mihir Solanki
MNSSBY યોજના ગ્રેજ્યુએટ યુવાનો માટે વિસ્તૃત. ₹60,000 કરોડના રોકાણથી ITI સંસ્થાઓનું આધુનિકીકરણ, ચૂંટણી પર શું અસર થશે?
PM Bihar Yuva Yojana

PM Bihar Yuva Yojana : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના યુવા મતદારોને આકર્ષવા માટે મોટી તૈયારી કરી રહ્યા છે. આજે, 4 ઓક્ટોબરના રોજ, PM મોદી બિહારના યુવાનો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે અને રુ.62,000 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલારોપણ કરશે.

આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ બેરોજગાર યુવાનોને દર મહિને રુ.1000નું ભથ્થું આપવાની જાહેરાત હશે, જેને ચૂંટણીના માહોલમાં યુવાનોને પોતાના પક્ષમાં લાવવાનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે.

PM-સેતુ યોજના: ITI સંસ્થાઓનું આધુનિકીકરણ (PM Bihar Yuva Yojana)

PM મોદી અનેક નવી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આમાંની સૌથી મહત્ત્વપૂર્ણ છે PM-સેતુ યોજના, જેના હેઠળ રુ.60,000 કરોડના રોકાણથી દેશભરની 1000 સરકારી ITI સંસ્થાઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ ઉપરાંત, બિહારની ચાર યુનિવર્સિટીઓમાં નવી શૈક્ષણિક અને સંશોધન સુવિધાઓનો પાયો નાખવામાં આવશે.

PM મોદી કરી શકે છે ચર્ચા (PM Bihar Yuva Yojana)

બિહટા સ્થિત NIT પટનાના નવા કેમ્પસનું ઉદ્ઘાટન પણ PM મોદીના હસ્તે થશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદી આ સંવાદમાં ચર્ચા કરી શકે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને રોજગાર, સ્ટાર્ટઅપ્સ, ડિજિટલ સ્કીલ્સ અને શિક્ષણના ક્ષેત્રમાં યુવાનો માટે વધુ સારા અવસર કેવી રીતે ઊભા કરી શકે છે.

મુખ્યમંત્રી નિશ્ચય સ્વયં સહાયતા ભથ્થા યોજના (PM Bihar Yuva Yojana)

PM મોદી બિહારના યુવાનો માટે MNSSBY (મુખ્યમંત્રી નિશ્ચય સ્વયં સહાયતા ભથ્થા યોજના)નું પણ લોકાર્પણ કરશે. અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારે આ યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ હવે PM મોદી પોતે તેને લોન્ચ કરીને ચૂંટણીલક્ષી રંગ આપી રહ્યા છે.

MNSSBY યોજનાની મુખ્ય જોગવાઈઓ:

મુખ્યમંત્રી નિશ્ચય સ્વયં સહાયતા ભથ્થા યોજના (MNSSBY) હેઠળ, ગ્રેજ્યુએટ થયેલા (જેમાં અગાઉ 12મું પાસ યુવાનોને લાભ મળતો હતો) બેરોજગાર યુવાનોને ૨૪ મહિનાના સમયગાળા સુધી દર મહિને રુ.૧૦૦૦ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

IIT ટોપર્સનું સન્માન અને કૌશલ દીક્ષાંત સમારોહ

PM મોદી સંવાદ કાર્યક્રમ દરમિયાન દેશભરના IIT ટોપર્સનું સન્માન કરશે. આ સાથે જ 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની નવોદય અને એકલવ્ય મોડેલ સ્કૂલોમાં 1200 વ્યવસાયિક કૌશલ્ય પ્રયોગશાળાઓની શરૂઆત પણ કરશે. આ સમગ્ર કાર્યક્રમને 'કૌશલ દીક્ષાંત સમારોહ' તરીકે ઊજવવામાં આવશે.

ચૂંટણી પર અસર અને ઓનલાઈન અરજી પ્રક્રિયા

બિહારમાં બેરોજગારી હંમેશા એક મોટો ચૂંટણી મુદ્દો રહી છે. વિપક્ષ આ મુદ્દે સરકારને સતત ઘેરતો રહે છે. ચૂંટણી પહેલાં PM મોદી દ્વારા યુવાનોને રુ.1000નું માસિક ભથ્થું અને કૌશલ્ય વિકાસનું વચન આપવું એ એક મહત્વપૂર્ણ રાજકીય વ્યૂહરચના સાબિત થઈ શકે છે. યોજનાનો લાભ લેવા માટે, યુવાનોએ બિહાર સરકારના પોર્ટલ www.7nischayyuvaupmission.bihar.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીમાં આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકનો પુરાવો અને બેંક ખાતાની વિગતો જેવા દસ્તાવેજો જરૂરી છે.

આ પણ વાંચો :   TVKના વડા અને અભિનેતા વિજયની કરૂર રેલીમાં ભાગદોડની CBI તપાસની માંગ હાઈકોર્ટે ફગાવી

Tags :
Bihar Assembly election 2025Kaushal Deekshant SamarohNIT Patna Campus InaugurationPM Bihar Yuva YojanaPM Setu Yojana ITIUnemployed Youth Allowance Bihar
Next Article