Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Bikaner Visit : પાકિસ્તાન ભૂલી ગયું કે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે'

PM Modi Bikaner Visit : પહલગામ આતંકી હુમલાને આજે એક મહિનો થયો છે. PM મોદી(PMModi) આજે બિકાનેર (bikaner) પહોંચ્યા હતા.જ્યાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી.ત્યારે આ પ્રસંગે તેઓએ સંબોધન કરતા પાકિસ્તાન સામે (indiapakistanconflict)  બરાબરનો રોષ ઠાલવ્યો હતો. તેમણે...
pm modi bikaner visit   પાકિસ્તાન ભૂલી ગયું કે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે
Advertisement

PM Modi Bikaner Visit : પહલગામ આતંકી હુમલાને આજે એક મહિનો થયો છે. PM મોદી(PMModi) આજે બિકાનેર (bikaner) પહોંચ્યા હતા.જ્યાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી.ત્યારે આ પ્રસંગે તેઓએ સંબોધન કરતા પાકિસ્તાન સામે (indiapakistanconflict)  બરાબરનો રોષ ઠાલવ્યો હતો. તેમણે પાકિસ્તાનને ખુલ્લેઆમ ચેતવણી આપી દીધી અને કહ્યું કે પાકિસ્તાનની એટમ બોમ્બની ધમકીથી ભારત ડરવાનું નથી.આ દરમિયાન કહ્યું કે મોદીનું મન ઠંડુ છે, ઠંડુ રહે છે, પણ મોદીનું લોહી ગરમ છે. હવે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર (OperationSindhoor) વહે છેઆ સાથે જ પીએમએ ત્રણ સૂત્ર પણ આપ્યા છે.

POK એમ 3Pની ધમકી આપી હતી

PM મોદીઆ પાણી, પરમાણુ અને POK એમ 3Pની ધમકી આપી હતી. PM મોદીએ કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે જે પહેલી કાર્યવાહી કરી તે સિંધુ જળ સંધિ અંગે હતી. 23 એપ્રિલના રોજ CCS ની બેઠકમાં, પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ભારતે પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો હતો.આ પછી, પીએમ મોદીએ ઘણી વાર કહ્યું કે પાણી અને લોહી એક સાથે નહીં વહે. તેમણે બિકાનેરમાં એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનને ભારતનો હકદાર પાણીનો હિસ્સો નહીં મળે. ભારતના લોહી સાથે રમવાની કિંમત પાકિસ્તાનને ચૂકવવી પડશે.

Advertisement

Advertisement

PKO પર વાતચીત

PM મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે પીઓકે પર જ થશે. પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ જ્યારે પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે હવે પાકિસ્તાન સાથે ફક્ત પીઓકે પર જ વાતચીત થશે.

આ પણ  વાંચો -રાજસ્થાનમાં PM મોદીની ગર્જના, કહ્યું- '22 એપ્રિલનો જવાબ 22 મિનિટમાં આપ્યો'

એક્ટ ઑફ વોરની ધમકી નહી સહન કરે

PM મોદીએ પાકિસ્તાનને પરમાણુ બોમ્બ અંગે ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે ભારત પરમાણુ બોમ્બની ધમકીઓને સહન કરશે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પરમાણુ બ્લેકમેલની આડમાં ખીલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ અને નિર્ણાયક હુમલો કરશે. PM મોદીએ યુદ્ધવિરામ પછીના પોતાના પહેલા સંબોધનમાં અને ગુરુવારે બિકાનેરની રેલીમાં પણ આ ચેતવણી આપી હતી.

આ પણ  વાંચો -Supreme Court : "તમારી ED બધી હદો પાર કરી રહી છે " CJI એ લગાવી ફટકાર

યુદ્ધની ચેતવણી

પહેલગામ હુમલા પછી ભારતે પણ પોતાની નીતિઓ બદલી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે હવે ભારત પર કોઈપણ હુમલો યુદ્ધનો ગુનો ગણાશે. સરકારે આ નિર્ણય 10 મેના રોજ લીધો હતો.

આતંકવાદ હવે માત્ર ગુનો નથી પણ ભારત સામેનું યુદ્ધ છે.

સરકાર કહે છે કે આતંકવાદ હવે માત્ર ગુનો નથી પણ ભારત સામેનું યુદ્ધ છે. આનો જવાબ કોઈપણ જરૂરી લશ્કરી કાર્યવાહી દ્વારા આપવામાં આવશે. આ જાહેરાત પાકિસ્તાન માટે સ્પષ્ટ ચેતવણી છે કે તે તેની ધરતી પર આતંકવાદી નેટવર્કનો નાશ કરે, નહીં તો ભારત તે દરેક જગ્યાનો નાશ કરશે જ્યાંથી ભારત વિરુદ્ધ કાવતરાં રચવામાં આવી રહ્યા છે. જ્યારે સરકારે આ નિર્ણય લીધો ત્યારે પાકિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ હતો. ભારત તેની સામે ઝડપી કાર્યવાહી કરી રહ્યું હતું. તેના ઘણા એરબેઝનો નાશ કરવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×