Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

India Canada Strategic Partnership : પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક, કેનેડા સાથે પરમાણુ કરાર અને 2030 સુધીમાં કરોડોનો વ્યાપાર

વૈશ્વિક મંચ પર મહાયુદ્ધના મંડાણ થઈ ચૂક્યા છે અને રણમેદાનમાં લોહી વહી રહ્યું છે, ત્યારે ભારતની મુત્સદ્દીગીરીએ દુનિયાને ચોંકાવી દીધી છે. પશ્ચિમ એશિયાના સળગતા પ્રશ્નો વચ્ચે વડાપ્રધાન મોદીએ એક અદ્રશ્ય સુરક્ષા કવચ તૈયાર કર્યું છે. બે મોટા રાષ્ટ્રાધ્યક્ષોની મુલાકાત પાછળ માત્ર વ્યાપાર નથી, પણ ભવિષ્યની ઉર્જા સુરક્ષાનું રહસ્ય છુપાયેલું છે. શું આ નવી ભાગીદારી ભારતના નાગરિકોને આવનારા આર્થિક અને લશ્કરી સંકટોથી બચાવી શકશે? જાણવું અનિવાર્ય છે.
india canada strategic partnership   પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક  કેનેડા સાથે પરમાણુ કરાર અને 2030 સુધીમાં કરોડોનો વ્યાપાર
Advertisement
  • India Canada Strategic Partnership : ભારત-કેનેડાના ઐતિહાસિક કરાર!
  • પીએમ મોદી અને કેનેડાના પીએમ માર્ક કાર્ની વચ્ચે મહત્વની બેઠક
  • ભારત અને કેનેડા વચ્ચે યુરેનિયમ સપ્લાય માટે થયો મોટો કરાર
  • વર્ષ 2030 સુધીમાં $50 બિલિયનના વ્યાપારનું રાખવામાં આવ્યું લક્ષ્ય
  • ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારતીયોની સુરક્ષા માટે પીએમનો ભરોસો

India Canada Strategic Partnership : એક તરફ પશ્ચિમ એશિયા (West Asia) માં યુદ્ધના નગારા વાગી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે અસ્થિરતાનો માહોલ છે, ત્યારે ભારત અને કેનેડા (Canada) એ આર્થિક અને વ્યૂહાત્મક મોરચે ઈતિહાસ રચી દીધો છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney) વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ હતી, જેમાં ઉર્જા અને સુરક્ષા ક્ષેત્રે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

India Canada Strategic Partnership : પશ્ચિમ એશિયા સંકટ પર પીએમનો સંદેશ

પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના હુમલા અને ત્યાંના સર્વોચ્ચ નેતાના મોતના મામલે ભારતે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત હંમેશા વાતચીત અને રાજદ્વારી માધ્યમ (Diplomacy) થી ઉકેલ લાવવાનો પક્ષધર રહ્યો છે. તેમણે પશ્ચિમ એશિયામાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા (Safety of Citizens) અંગે દેશવાસીઓને સંપૂર્ણ ભરોસો આપ્યો છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

પરમાણુ અને યુરેનિયમ સમજૂતી

આ મુલાકાતનો સૌથી મોટો પાસું ઉર્જા સુરક્ષા છે. ભારત અને કેનેડા વચ્ચે યુરેનિયમ (Uranium) સપ્લાય માટે ઐતિહાસિક કરાર થયા છે. બંને દેશો હવે સિવિલ ન્યુક્લિયર સેક્ટરમાં સાથે મળીને કામ કરશે, જેમાં નાના મોડ્યુલર રિએક્ટર્સ (Small Modular Reactors) નો વિકાસ મુખ્ય છે. આ ઉપરાંત, ભવિષ્યની ટેકનોલોજી માટે જરૂરી એવા ક્રિટિકલ મિનરલ્સ (Critical Minerals) માટે પણ સહયોગના કરાર કરવામાં આવ્યા છે.

વ્યાપાર અને આર્થિક લક્ષ્ય

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કેનેડિયન પેન્શન ફંડ્સ (Canadian Pension Funds) એ ભારતની ગ્રોથ સ્ટોરી પર વિશ્વાસ મૂકીને $100 બિલિયનનું રોકાણ કર્યું છે. બંને દેશોએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને $50 બિલિયન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. આ માટે ટૂંક સમયમાં જ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) ને આખરી ઓપ આપવામાં આવશે, જેનાથી બંને દેશોમાં રોજગારીની નવી તકો ઉભી થશે.

આ પણ વાંચો : Middle East Conflict : મિડલ ઈસ્ટ જંગમાં ભારતની પ્રથમ જાનહાનિ, ઓમાનના દરિયામાં ટેન્કર પર ત્રાટક્યું 'કામિકાઝે' ડ્રોન

Tags :
Advertisement

.

×