PM Modi Canada visit : PM મોદી 5 દિવસમાં 3 દેશોની લેશે મુલાકાત, કેનેડામાં G7 સમિટમાં પણ લેશે ભાગ
- PM મોદી 5 દિવસમાં 3 દેશોની મુલાકાત લેશે
- કેનેડામાં G7 સમિટમાં પણ ભાગ લેશે
- દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો કરશે
PM Modi Canada visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ટૂંક સમયમાં ત્રણ દેશોની મુલાકાતે જવાના છે. PM મોદી 15 જૂનથી 19 જૂન દરમિયાન સાયપ્રસ,કેનેડા અને ક્રોએશિયાની મુલાકાતે જશે. આ માહિતી જાહેર કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ મોદીની આ મુલાકાતનો હેતુ મુખ્ય વૈશ્વિક ભાગીદારો સાથે ભારતની દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે.
વિદેશ મંત્રાલયે આપી માહિતી
વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,PM મોદી પહેલા સાયપ્રસ જશે.આ પછી તેઓ કેનેડામાં G-7 સંમેલનમાં ભાગ લેશે અને પછી તેઓ ક્રોએશિયા જશે.વિદેશ મંત્રાલય અનુસાર,સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર PM મોદી 15 જૂને સાયપ્રસની બે દિવસીય મુલાકાત માટે રવાના થશે.છેલ્લા 2 દાયકામાં ભારતીય વડા પ્રધાનની આ પહેલી સાયપ્રસ મુલાકાત હશે.આ દરમિયાન, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ નિકોસ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થશે.વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો કરશે.આ સાથે, ભૂમધ્ય ક્ષેત્ર અને યુરોપિયન યુનિયન સાથે ભારતનું જોડાણ વધુ મજબૂત બનશે.
PM Modi to visit Cyprus, attend G7 summit in Canada, meet leaders in Croatia from June 15-19
Read @ANI story | https://t.co/3YLbd3rjjX#NarendraModi #G7 #Canada #Croatia pic.twitter.com/Ni8S8VnmO1
— ANI Digital (@ani_digital) June 14, 2025
આ પણ વાંચો -વિમાન દુર્ઘટના મામલે મંત્રાલયનું મોટું નિવેદન, 'AI - 171 માં કોઇ સમસ્યા ન્હોતી'
પીએમ મોદી G-7 પરિષદમાં ભાગ લેશે
સાયપ્રસ પછી, પીએમ મોદી 16 અને 17 જૂને કેનેડાની વિદેશ મુલાકાતે રહેશે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર પીએમ મોદી G-7 પરિષદમાં ભાગ લેશે. પીએમ મોદી સતત છઠ્ઠી વખત G-7 પરિષદમાં ભાગ લેશે. આ પરિષદમાં ફ્રાન્સ, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, જર્મની, જાપાન, ઇટાલી અને કેનેડાના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. આ સમય દરમિયાન, પીએમ મોદી કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી શકે છે.
આ પણ વાંચો -AHMEDABAD PLANE CRASH ની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના
ક્રોએશિયાની મુલાકાત ઐતિહાસિક રહેશે
કેનેડા પછી, પીએમ મોદી 18 જૂને ક્રોએશિયાની મુલાકાત લેશે. પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ ઐતિહાસિક રહેશે. પીએમ મોદી ક્રોએશિયાની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન હશે. પીએમ મોદીની આ મુલાકાત ક્રોએશિયાના વડાપ્રધાન આન્દ્રેજ પ્લેનકોવિકના આમંત્રણ બાદ નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન પીએમ મોદી ક્રોએશિયાના રાષ્ટ્રપતિ જોરાન મિલાનોવિકને પણ મળશે.