PM Modi CCS Meeting : ખૌમેનીના મોત બાદ દુનિયામાં ખળભળાટ, દિલ્હીમાં પીએમ મોદીની ઈમરજન્સી મીટિંગ
- ઈરાન-ઈઝરાયેલ મહાયુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી ઈમરજન્સી બેઠક!
- દિલ્હી પહોંચતા જ રાત્રે 9:30 વાગ્યે CCSની બેઠક
- ઈરાનના સુપ્રીમ લીડર ખૌમેનીનું હુમલામાં મોત થતા સ્થિતિ ગંભીર
- યુદ્ધગ્રસ્ત દેશોમાં ફસાયેલા લાખો ભારતીયોને એરલિફ્ટ કરવાની માંગ
- ઈરાને ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર કર્યો મિસાઈલ એટેક
PM Modi CCS Meeting : મધ્ય પૂર્વ (Middle East) માં સ્થિતિ અત્યંત ગંભીર અને બેકાબૂ બની ગઈ છે. અમેરિકા (USA) અને ઈઝરાયેલ (Israel) દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે રાત્રે દિલ્હી પરત ફરતાની સાથે જ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) ની કટોકટીની બેઠક યોજશે. વડાપ્રધાન રાત્રે 9:30 વાગ્યે દિલ્હી ઉતરતાની સાથે જ સીધા એક્શન મોડમાં જોવા મળશે.
PM Modi CCS Meeting : ઈરાનમાં મચ્યો હાહાકાર
ઈઝરાયેલ અને અમેરિકી દળોએ સંયુક્ત રીતે ઈરાનના લશ્કરી કમાન્ડ સેન્ટરો, એર-ડિફેન્સ સિસ્ટમ અને મિસાઈલ સાઈટ્સને નિશાન બનાવી છે. સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખૌમેની (Ayatollah Khamenei) નું અવસાન થયું છે. આ ઘટનાના વળતા પ્રહારમાં ઈરાને કતાર, યુએઈ, જોર્ડન અને કુવૈત જેવા દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલોનો મારો ચલાવ્યો છે, જેનાથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઓમાનના તટ પર એક તેલ ટેન્કરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે, જે વૈશ્વિક તેલ પુરવઠા માટે મોટું જોખમ છે.
PM Modi will chair a meeting of the Cabinet Committee on Security (CCS) on returning to Delhi tonight. pic.twitter.com/FpA9YngzgA
— Alpha Defense™🇮🇳 (@alpha_defense) March 1, 2026
'એરલિફ્ટ' ની માંગ
યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં લાખો ભારતીયો ફસાયેલા છે, જેમાં ઈરાનમાં અભ્યાસ કરતા 1,200 થી વધુ કાશ્મીરી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, વક્ષના નેતા વી.ડી. સતીશન અને સુખબીર સિંહ બાદલ સહિતના નેતાઓએ પીએમ મોદીને પત્ર લખીને ભારતીયોને સુરક્ષિત રીતે 'એરલિફ્ટ' કરવાની માંગ કરી છે.
ભારતીયોના રેસ્ક્યૂ માટે મોટો નિર્ણય ?
PM મોદી તેમના પુડુચેરી અને મદુરાઈના પ્રવાસ બાદ સીધા દિલ્હી પહોંચી રહ્યા છે. અગાઉ તેમણે ગુજરાતના સાણંદ (Sanand) માં માઈક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટ (Micron Semiconductor) નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. હવે સમગ્ર દેશની નજર રવિવારે રાત્રે યોજાનારી CCS બેઠક પર છે, જેમાં સરકાર ભારતીયોના રેસ્ક્યૂ ઓપરેશન અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો : UAE રૌદ્ર સ્વરૂપમાં! ઈરાનને આપી સીધી ચેતવણી: "પડોશીઓ સાથેની લડાઈ મોંઘી પડશે"


