Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi CCS Meeting : PM મોદી આવતીકાલે CCS સાથે યોજશે બેઠક,જાણો કયા મુદ્દે ચર્ચા થશે

ઓપરેશન સિંદૂર અને સુરક્ષા સ્થિતિ પર મહત્વપૂર્ણ બેઠક આવતીકાલે સવારે 11 કલાકે યોજાશે CCSની બેઠક બેઠકમાં સુરક્ષા સ્થિતિ પર કરવામાં આવશે સમીક્ષા PM Modi CCS Meeting : ઓપરેશન સિંદૂર' બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે...
pm modi ccs meeting   pm મોદી આવતીકાલે ccs સાથે યોજશે બેઠક જાણો કયા મુદ્દે ચર્ચા થશે
Advertisement
  • ઓપરેશન સિંદૂર અને સુરક્ષા સ્થિતિ પર મહત્વપૂર્ણ બેઠક
  • આવતીકાલે સવારે 11 કલાકે યોજાશે CCSની બેઠક
  • બેઠકમાં સુરક્ષા સ્થિતિ પર કરવામાં આવશે સમીક્ષા

PM Modi CCS Meeting : ઓપરેશન સિંદૂર' બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે આવતીકાલે 14 મેના રોજ કેન્દ્ર સરકાર સવારે 11 વાગ્યે દિલ્હીમાં હાઈ લેવલ CCSની બેઠક યોજાવાની છે. કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટી (CCS)ની બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ બેઠકમાં ઓપરેશન સિંદૂર બાદની રણનીતિ, પહલગામ આતંકી હુમલાની તપાસ અને પાકિસ્તાનની કાર્યવાહી પર દેખરેખ રાખવા જેવી બાબતો પર ચર્ચા કરી શકે છે.

નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી હાજર  રહેશે

આ બેઠકમાં સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા ટોચના અધિકારીઓના રિપોર્ટ તથા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે મોટો નિર્ણય લેવાઈ શકે છે. CCS એ દેશની ટોચની સુરક્ષા નીતિ નિર્ધારણ સંસ્થા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ છે.

Advertisement

Advertisement

આદમપુર એરબેઝ પહોંચી જવાનોનું અભિવાદન કર્યું

આજે સવારે વડાપ્રધાન મોદી પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. આ એ જ એરબેઝ છે, જેને પાકિસ્તાને મિસાઈલ હુમલામાં નષ્ટ કર્યું હોવાનો દાવો કર્યો હતો. પીએમ મોદીની આ મુલાકાતથી પાકિસ્તાનનો આ દાવો પણ ખોટો ઠર્યો હતો. પીએમ મોદીએ એરબેઝ પહોંચી સેનાના જવાનોનું અભિવાદન કર્યું હતું. તેમજ તેમના જુસ્સામાં વધારો કરતું સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત માત્ર આતંકવાદીઓ જ નહીં, તેને સમર્થન આપનારા પાકિસ્તાનની સેનાને પણ આકરો જવાબ આપવાની તાકાત ધરાવે છે. અમે ઘરમાં ઘૂસીને મારીશું, બચવાની તક પણ આપીશું નહીં.

22 એપ્રિલના રોજ, 26 નિર્દોષ નાગરિકોને ગોળી મારી દેવામાં આવી હતી

૨૨ એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ૨૬ નિર્દોષ પ્રવાસીઓની હત્યાના જવાબમાં સરકારે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ભારતના હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. ભારતના આ સફળ ઓપરેશનથી પાકિસ્તાન ભડકી ગયું અને તેણે ડ્રોન હુમલાઓનો આશરો લીધો.ભારતે પણ પાકિસ્તાનના ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપ્યો અને એક પછી એક બધાને હવામાં જ નષ્ટ કરી દીધા. ભારત દ્વારા પાકિસ્તાની એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને અમેરિકાનો સંપર્ક કરીને વિનંતી કરી. જ્યાં તેમણે ભારતને રક્ષણ માટે અપીલ કરી. આ પછી, પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓ સાથે વાત કરી અને યુદ્ધવિરામની વિનંતી કરી.

Tags :
Advertisement

.

×