PM મોદીએ ડેપ્યુટી CM બનવા બદલ સુનેત્રા પવારને પાઠવી શુભેચ્છા,'અજિતદાદાના વિઝનને સાકાર કરશે'
- સુનેત્રા પવારે રાજભવન ખાતે લીધા ડેપ્યુટી CMના શપથ (PM Modi -Sunetra Pawar)
- અજિત પવારના નિધન બાદ સુનેત્રા પવારે ડેપ્યુટી CMના લીધા શપથ
- PM મોદીએ સોશિયલ મીડિયા પર પાઠવ્યા સુનેત્રા પવારને અભિનંદન
મહારાષ્ટ્રના રાજકારણમાં એક ઐતિહાસિક પ્રકરણની શરૂઆત થઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વરિષ્ઠ નેતા અને સ્વર્ગસ્થ અજિત પવાર (Ajit Pawar) ના પત્ની સુનેત્રા પવાર (Sunetra Pawar) એ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ તેઓ મહારાષ્ટ્રમાં આ પ્રતિષ્ઠિત પદ સંભાળનારા પ્રથમ મહિલા (First Woman Deputy CM) બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવા પર સુનેત્રા પવારને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
PM Modi -Sunetra Pawar : PMએ સુનેત્રા પવારને પાઠવ્યા અભિનંદન
મહારાષ્ટ્ર રાજભવન (Maharashtra Raj Bhavan) ખાતે આયોજિત એક ગરિમાપૂર્ણ સમારોહમાં તેમણે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. આ પ્રસંગે મહાયુતિ (Mahayuti) ગઠબંધનના નેતાઓ, જેમાં એકનાથ શિંદે (Eknath Shinde) જૂથ અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના અગ્રણીઓ સામેલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોશિયલ મીડિયા દ્વારા તેમને અભિનંદન પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સુનેત્રા પવાર રાજ્યના જનકલ્યાણ માટે અથાક પરિશ્રમ કરશે અને અજિતદાદા પવારના વિઝનને સાકાર કરશે.
PM Narendra Modi congratulates Sunetra Pawar on becoming Maharashtra DyCM
PM Modi એ Sunetra Pawar ને DyCM બનવા પર પાઠવી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનેત્રા પવારને પાઠવી શુભેચ્છા
સુનેત્રા મહારાષ્ટ્રમાં આ જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા: PM મોદી@PMOIndia @SunetraA_Pawar… pic.twitter.com/i7BqoqJtQm— Gujarat First (@GujaratFirst) January 31, 2026
સત્તા સંભાળી
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ અજિત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે નાણાં અને આબકારી જેવા મહત્વના મંત્રાલયો સંભાળી રહ્યા હતા. જોકે, 28 જાન્યુઆરી ના રોજ બારામતી (Baramati) જતી વખતે એક કમનસીબ હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash) માં તેમનું નિધન થયું હતું. આ આઘાતજનક ઘટના બાદ NCP વિધાયક દળે સર્વસંમતિથી સુનેત્રા પવારને પોતાના નેતા તરીકે પસંદ કર્યા હતા.
રાજકીય ગરમાવો અને શરદ પવાર જૂથની દૂરી
સુનેત્રા પવારના શપથવિધિ સમયે શરદ પવાર (Sharad Pawar) જૂથની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. અગાઉ એવી અફવાઓ હતી કે અજિત પવાર બંને જૂથોને એક કરવા માટે પ્રયત્નશીલ હતા, પરંતુ શરદ પવારે આ શપથવિધિ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, સુપ્રિયા સુલે (Supriya Sule) પોતાના પૈતૃક ગામમાં અજિત પવારના માતાને મળવા પહોંચ્યા હતા અને શપથવિધિ અંગેના પ્રશ્નો ટાળ્યા હતા.
આ પણ વાંચો : સુનેત્રા પવારે લીધા શપથ, મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા


