PM Modi-Macron Meeting : PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે મુંબઈમાં ખાસ મુલાકાત
મુંબઈમાં ભારત અને ફ્રાન્સની મિત્રતાનો એક નવો રંગ જોવા મળ્યો છે. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચેની આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત નથી, પરંતુ તેની પાછળ અબજો ડોલરના સંરક્ષણ કરારો અને ભવિષ્યની ટેકનોલોજીના રહસ્યો છુપાયેલા છે. રાફેલ જેટથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધીની સફર ભારતની લશ્કરી તાકાતને કઈ ઊંચાઈએ લઈ જશે
Advertisement
- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ત્રણ દિવસની ભારત મુલાકાતે મુંબઈ પહોંચ્યા (PM Modi-Macron Meeting )
- અબજો ડોલરના રાફેલ ફાઇટર જેટ અને સંરક્ષણ સોદા પર થશે આખરી મહોર
- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે બંને દેશો વચ્ચે મોટા સહયોગની શક્યતા
- વર્ષ 2017 પછી ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોનની આ ચોથી ભારત મુલાકાત
ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં વધુ એક નવું પ્રકરણ ઉમેરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) વચ્ચે મુંબઈમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ત્રણ દિવસની ભારતની સત્તાવાર મુલાકાતે (Official Visit) આવેલા મેક્રોનનું મુંબઈમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત આગામી સમયમાં સંરક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની દિશા બદલી શકે છે.

