આજે Dhanteras ના શુભ અવસર પર PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
- આજે Dhanteras પર્વની દેશભરમાં ઉજવણી
- PM મોદીએ દેશવાસીઓેને પાઠવી શુભેચ્છા
- "તમામની સુખ, સૌભાગ્ય, સ્વાસ્થ્યની કામના"
- "ભગવાન ધન્વન્તરિ સૌને આશિર્વાદ આપે"
Dhanteras : આજે, પ્રકાશના મહાપર્વ દિવાળીની શરૂઆત ધનતેરસ (Dhanteras) ના પવિત્ર તહેવાર સાથે થઈ છે, જેની ઉજવણી દેશભરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે. આ શુભ અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
PM Modi ની સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શાંતિની કામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના સંદેશમાં તેમણે ધનતેરસ (Dhanteras) ના પર્વના મૂળભૂત ભાવને વ્યક્ત કર્યો હતો. PM મોદીએ લખ્યું, "તમને બધાને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ તહેવાર દરેકના જીવનમાં સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, સુખ અને શાંતિ લાવે." વડાપ્રધાને વિશેષરૂપે ભગવાન ધનવંતરીના આશીર્વાદની કામના કરી, જેઓ આયુર્વેદના દેવતા માનવામાં આવે છે. તેમણે પ્રાર્થના કરી કે "ભગવાન ધનવંતરીના આશીર્વાદથી દરેક સ્વસ્થ રહે, એ મારી કામના છે."
Dhanteras નું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ
ભારતીય સંસ્કૃતિમાં ધનતેરસ (Dhanteras) નું વિશેષ સ્થાન છે. દિવાળીના 2 દિવસ પહેલા ઉજવાતો આ તહેવાર આરોગ્ય, સંપત્તિ અને સૌભાગ્યનું પ્રતીક છે. આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ સાથે પ્રગટ થયેલા ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. આ સાથે, ધનના દેવતા ભગવાન કુબેરની પણ પૂજા કરીને ઘરમાં ધન-ધાન્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. આ પર્વની સૌથી મોટી પરંપરા નવી ખરીદીની છે. લોકો આ દિવસે શુભ મુહૂર્તમાં નવા વાસણો, સોના-ચાંદીના ઘરેણાં, વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી કરીને ઘરમાં ધનની આવક થાય તેવી માન્યતાનું પાલન કરે છે.
બજારોમાં રેકોર્ડબ્રેક ઉત્સાહ અને વેપારીઓમાં ખુશી
ધનતેરસના કારણે દેશભરના બજારોમાં આજે ભારે ઉત્સાહ અને ગ્રાહકોની ભીડ જોવા મળી. ઇલેક્ટ્રોનિક સામાન, ઓટોમોબાઇલ, ઘરેણાં અને વાસણોના બજારોમાં સવારથી જ ગ્રાહકોની લાંબી કતારો લાગી હતી. વેપારીઓ માટે આ ધનતેરસ ખૂબ જ ફળદાયી સાબિત થઈ છે. વેપારીઓના મતે, કોરોના પછીના આ સમયગાળામાં, આ વર્ષે ધનતેરસ પરનું વેચાણ પાછલા વર્ષોની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, જે અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત છે.
આ પણ વાંચો : ધનતેરસ 2025: ખરીદી સાથે આ 3 જૂની વસ્તુઓનું દાન કરો, લક્ષ્મીજી થશે પ્રસન્ન