ગ્રામીણ ભારત મહોત્સવ, વિકાસ માટે PM મોદીની નવી પહેલ
- PM મોદીએ ગ્રામીણ વિકાસ માટે રજૂ કરી નવી દ્રષ્ટિ
- ગામડાઓની સમૃદ્ધિ માટે PM મોદીની સંકલ્પયાત્રા
- વિકસિત ભારત 2047 માટે ગ્રામ્ય ભારતનો મજબૂત પાયો
PM મોદીએ ગ્રામીણ ભારત ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, તેઓ 2014 થી ગામના લોકોની સેવા કરી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે, આ ફેસ્ટિવલની થીમ વિકસિત ભારત 2047 માટે એક સમાવિષ્ટ ગ્રામીણ ભારતનું નિર્માણ કરવાનો છે અને તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતના ઉદ્યોગસાહસિક ભાવના અને સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરવાનો છે. PM મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું.
PM મોદીએ બીજું શું કહ્યું?
PM મોદીએ બધાને વર્ષ 2025 ની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, 2025 ની શરૂઆતમાં ગ્રામીણ ભારત મહોત્સવનો આ ભવ્ય કાર્યક્રમ ભારતની વિકાસ યાત્રાનો પરિચય કરાવી રહ્યો છે અને એક ઓળખ બનાવી રહ્યો છે. હું નાબાર્ડ અને અન્ય ભાગીદારોને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું.
આ પણ વાંચો : Delhi અને નોઈડામાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત, IMD નું ઓરેન્જ એલર્ટ
ગામડાઓમના પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું - PM મોદી
PM મોદીએ કહ્યું કે, લાખો ગામડાઓમાં દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચી રહ્યું છે. આજે લોકોને 1.5 લાખથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે વધુ સારા વિકલ્પો મળી રહ્યા છે. ડિજિટલ ટેક્નોલોજીની મદદથી અમે દેશના શ્રેષ્ઠ ડોક્ટરો અને હોસ્પિટલોને પણ ગામડાઓ સાથે જોડી દીધા છે. ટેલીમેડિસિનનો લાભ લીધો છે. ગ્રામીણ વિસ્તારોમાં કરોડો લોકોએ ઈ સંજીવની દ્વારા ટેલીમેડિસિનનો લાભ લીધો છે. કોવિડના સમયે, વિશ્વ વિચારી રહ્યું હતું કે, ભારતના ગામડાઓ આ રોગચાળાનો સામનો કેવી રીતે કરશે? પરંતુ અમે દરેક ગામમાં છેલ્લા વ્યક્તિ સુધી રસી પહોંચાડી.
આ પણ વાંચો : India: બાળકોએ Social Media એકાઉન્ટ માટે માતા-પિતાની પરવાનગી લેવી પડશે, ટૂંક સમયમાં આવશે નિયમો
PM પાક વીમા યોજના માટે નિર્ણય લીધો...
PM મોદીએ કહ્યું કે ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે જરૂરી છે કે ગામના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને આર્થિક નીતિઓ બનાવવામાં આવે. અમને ગર્વ છે કે, અમારી સરકારે ગામના દરેક વર્ગ માટે નીતિઓ બનાવી છે અને નિર્ણયો લીધા છે. માત્ર 2 દિવસ પહેલા જ કેબિનેટે PM પાક વીમા યોજનાને વધુ એક વર્ષ માટે ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો : કોંગ્રેસે CM આતિશી સામે અલકા લાંબાને ટિકિટ આપી, કાલકાજીમાં થશે રસપ્રદ મુકાબલો