ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi Meeting : PM મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

PM મોદી વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠક આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી કરી બેઠક PM મોદીની 90 મિનિટ ચાલી બેઠક   PM Modi Meeting: પહલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam Attack)બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન...
10:59 PM Apr 30, 2025 IST | Hiren Dave
PM મોદી વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠક આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી કરી બેઠક PM મોદીની 90 મિનિટ ચાલી બેઠક   PM Modi Meeting: પહલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam Attack)બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન...
PM Modi Meeting

 

PM Modi Meeting: પહલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam Attack)બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન મોદી એક બાદ એક ઉચ્ચ સ્તરીય ( PM Modi Meeting)બેઠકો કરી રહ્યા છે અને સેનાને પણ તમામ પ્રકારની છુટ આપી દીધી છે. ત્યારે પાકિસ્તાન સામે કાર્યવાહીની શક્યતાઓ વચ્ચે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વડાપ્રધાન મોદીની સાથે બેઠક કરી છે. પીએમ મોદી સાથે આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર રહ્યા છે.

વિદેશ મંત્રી અને NSA ડોભાલ પણ રવાના થયા

પીએમને મળ્યા પછી આર્મી ચીફ પરત ફર્યા છે. પીએમની તાજેતરની બેઠકમાં હાજરી આપનારા વિદેશ મંત્રી જયશંકર અને NSA ડોભાલ પણ 7 લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે. જણાવી દઈએ કે આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. 90 મિનિટ ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સંરક્ષણ વડા જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેવાઓના વડાઓ - આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ હાજર રહ્યા હતા.

આ પણ  વાંચો -Caste Census Breaking News: જાતિ જનગણનાને લઈ Rahul Gandhi નું મોટું નિવેદન

પીએમ મોદીએ સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી

વડાપ્રધાન મોદીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે દળોને 'સંપૂર્ણ ઓપરેશનલ' સ્વતંત્રતા આપી હતી. ગઈકાલની બેઠક અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાને પુનરોચ્ચાર કર્યો હતો કે આતંકવાદ પર મોટો પ્રહાર કરવાનો રાષ્ટ્રીય સંકલ્પનો વિષય છે. વડાપ્રધાને ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને વરિષ્ઠ સંરક્ષણ નેતૃત્વને કહ્યું કે તેમને કોઈપણ લશ્કરી પ્રતિભાવની રીત, લક્ષ્ય અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

Tags :
EAM S JaishankarIndian Army ChiefNSA Ajit Dovalpahalgam attackpm modi meeting
Next Article