વડાપ્રધાનના નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલી HPV રસીકરણ અભિયાનનો આજથી શુભારંભ
ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્ય સામે સર્વાઇકલ કેન્સર એક મોટું સંકટ બની રહ્યું છે, જેમાં દર વર્ષે હજારો જિંદગીઓ હોમાઈ જાય છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા વડાપ્રધાન મોદીએ એક એવું અભિયાન છેડ્યું છે જે આગામી પેઢીની દીકરીઓને આ જીવલેણ રોગથી બચાવશે. શું છે આ HPV વાયરસ અને કેવી રીતે સરકાર ₹150 કરોડનો ખર્ચ ઉઠાવી રહી છે? આ ક્રાંતિકારી ફેરફાર વિશે જાણો.
Advertisement
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ HPV રસીકરણનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો ( HPV Vaccination Campaign)
- સર્વાઇકલ કેન્સરને લઈને સોલા GMERS માં મુખ્યમંત્રીની ખાસ હાજરી
- સર્વાઇકલ કેન્સલ (ગર્ભાશયના મુખનું કેન્સર) કેસરના રોગમાં બીજો સૌથી વધુ થતો રોગ
- વર્ષ 2024 માં સર્વાઇકલ કેન્સરના 79,103 નવા કેસ અને 34,805 મૃત્યુ નોંધાયા
- સર્વાઇકલ કેન્સર થવામાં HPV16 અને HPV18 પ્રકારના વાઇરસ જવાબદાર
- ભારતમાં આ બે પ્રકારના કેસોનું પ્રમાણ 83% જેટલું ઊંચું જોવા મળ્યું
ભારત સરકાર દ્વારા મહિલા આરોગ્યને પ્રાધાન્ય આપતા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Narendra Modi) દ્વારા આજે વર્ચ્યુઅલી 'HPV રસીકરણ અભિયાન' (HPV Vaccination Campaign) નો શુભારંભ કરાવવામાં આવ્યો છે. આ પ્રસંગે અમદાવાદની સોલા સિવિલ (Sola GMERS) હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Bhupendra Patel) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામે કિશોરીઓને રક્ષણ પૂરું પાડવાનો છે.

