Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભૂટાનથી પરત ફરતા જ વડાપ્રધાન મોદીએ દિલ્હી બ્લાસ્ટના ઘાયલોની કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાનથી પરત ફરતા જ સીધા એલએનજેપી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે દિલ્હી બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને મળીને સાંત્વના આપી હતી અને ખાતરી આપી હતી કે ષડયંત્રકારીઓને છોડવામાં આવશે નહીં. આ કેસની તપાસ હવે NIA સંભાળી રહી છે, જ્યારે બ્લાસ્ટ થયેલી કારમાં આતંકવાદી ડૉ. ઉમર હતો કે નહીં, તેની DNA તપાસ ચાલી રહી છે.
ભૂટાનથી પરત ફરતા જ વડાપ્રધાન મોદીએ દિલ્હી બ્લાસ્ટના ઘાયલોની કરી મુલાકાત
Advertisement
  • દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, આપી કડક ચેતવણી (PM MODI LNJP HOSPITAL)
  • PM મોદી ભૂટાનથી પાછા ફરતા સીધા LNJP હોસ્પિટલ પહોંચ્યા
  • તેમણે ઘાયલો સાથે મુલાકાત કરી, કહ્યું: "ષડયંત્રકારીઓ મુકાશે નહીં."
  • દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ હવે NIA સંભાળશે
  • બ્લાસ્ટ કારમાં ડૉ. ઉમર હતો કે નહીં, તેની DNA તપાસ ચાલુ

PM MODI LNJP HOSPITAL : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય ભૂટાન પ્રવાસ પરથી પરત ફરી ચૂક્યા છે. દિલ્હીમાં લેન્ડ થયા પછી તેઓ સીધા પીએમ આવાસ જવાને બદલે એલએનજેપી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે દિલ્હી બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ ભૂટાનમાં પણ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું હતું કે કોઈપણ ષડયંત્રકારીને છોડવામાં આવશે નહીં. દિલ્હી બ્લાસ્ટને લઈને આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બેઠક પણ યોજાવાની છે.

Tags :
Advertisement

.

×