ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi meets Olympians : ઓલિમ્પિક્સ હીરો શ્રીજેશ સાથે PM મોદીની ખાસ વાતચીત, Video

PM મોદી અને ઓલિમ્પિયન શ્રીજેશ વચ્ચે હોકીની ભૂલી ન શકાય એવી વાતચીત હોકી ટીમની ભવ્ય વિદાય, PM મોદીની શ્રીજેશ સાથે યાદગાર મુલાકાત PM મોદીએ શ્રીજેશને કહ્યું, 'હોકી ટીમે તમને શ્રેષ્ઠ વિદાય આપી ઓલિમ્પિયન શ્રીજેશ અને PM મોદીની મુલાકાત, હોકી...
11:09 AM Aug 16, 2024 IST | Hardik Shah
PM મોદી અને ઓલિમ્પિયન શ્રીજેશ વચ્ચે હોકીની ભૂલી ન શકાય એવી વાતચીત હોકી ટીમની ભવ્ય વિદાય, PM મોદીની શ્રીજેશ સાથે યાદગાર મુલાકાત PM મોદીએ શ્રીજેશને કહ્યું, 'હોકી ટીમે તમને શ્રેષ્ઠ વિદાય આપી ઓલિમ્પિયન શ્રીજેશ અને PM મોદીની મુલાકાત, હોકી...
PM Modi meets Olympians

PM Modi meets Olympians : પેરિસ ઓલિમ્પિક 2024માં દેશને ગૌરવ અપાવનાર ભારતીય ખેલાડીઓ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોકીના દિગ્ગજ ગોલકીપર પીઆર શ્રીજેશ સાથે ખાસ વાતચીત કરી હતી. તાજેતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરનાર શ્રીજેશને વડાપ્રધાન મોદીએ તેમના નિવૃત્તિના નિર્ણય અંગે અને તેમના હોકીના સફર વિશે કેટલાક રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા.

PM મોદી અને શ્રીજેશની મુલાકાત

વડાપ્રધાન મોદીએ શ્રીજેશને પૂછ્યું, "શ્રીજેશ, તમે પહેલાથી જ નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું... તે વિશે કઇ કહો?" જેના જવાબમાં શ્રીજેશ થોડા સમય માટે વિચારમાં પડ્યા અને પછી કહ્યું કે, "નમસ્કાર સર?" મારી ટીમના સભ્યો પણ પૂછી રહ્યા હતા કે ભાઈ ક્યારે છોડશે.'' શ્રીજેશના આ કહ્યું બાદ ત્યાં હાજર બધા વડાપ્રધાન મોદી સાથે હસવા લાગ્યા. પોતાની વાત આગળ વધારતા શ્રીજેશે કહ્યું કે, "મને એવું લાગતું હતું સર. હું પહેલીવાર 2002માં કેમ્પમાં જોડાયો હતો. 2004માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારથી હું સતત રમી રહ્યો છું. હું છેલ્લા 20 વર્ષથી દેશ માટે રમી રહ્યો છું. અહીં આવ્યા પછી, હું એક સારા પ્લેટફોર્મ પરથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો હતો. ઓલિમ્પિક્સ એક એવું પ્લેટફોર્મ છે. જ્યાં સમગ્ર વિશ્વ તેના તહેવારની ઉજવણી કરે છે. તેથી જ મેં વિચાર્યું કે મને આનાથી સારી તક (નિવૃત્તિ) નહીં મળે. તેથી જ મેં નિર્ણય લીધો છે."

ટીમની સફળતામાં શ્રીજેશનું યોગદાન ખાસ : PM મોદી

આ દરમિયાન પોતાના વિચારો શેર કરતા PM મોદીએ કહ્યું, "આ ટીમ ચોક્કસપણે તમને યાદ કરશે." પરંતુ તેમણે તમને અદ્ભુત વિદાય આપી. ટીમને અભિનંદન." શ્રીજેશ પણ PM સાથે સંમત જણાઈ રહ્યા હતા. તેમણે કહ્યું, "ચોક્કસ સર." પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. આ ટીમની સફળતામાં શ્રીજેશનું યોગદાન ખાસ રહ્યું હતું. તેમણે દેશ માટે ગોલકીપિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણા મોટા બચાવ કર્યા હતા.

આ પણ વાંચો:  Delhi એરપોર્ટ પર Indian Hockey Team નું ઉષ્માભર્યું સ્વાગત, ખેલાડીઓએ ડ્રમના તાલે ડાન્સ કર્યો... VIDEO

Tags :
Achievementbronze medalGoalkeeperGujarat FirstHardik ShahHockeyHockey LegendIndiaIndia WinsIndian Hockeyindian hockey teaminspirationleadershipLegacyMotivationNarendra ModiOlympic HeroOLYMPICSParis 2024PARIS OLYMPICS 2024pm modiPM Modi meets Olympianspr sreejeshPrime MinisterretirementSportsSports TwitterSportsmanshipsreejeshTeamwork
Next Article