Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીની સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત

PM મોદીની સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે  મુલાકાત AIADMK ના સાંસદ એમ થંબીદુરાઈ પણ સામેલ આતંકવાદની લડાઈમાં રાષ્ટ્રીય એકતા દર્શાવવાનો હતો PM modi meet All Party Delegation: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi )મંગળવારે ઓપરેશન સિંદૂર (Operation sindoor)ગ્લોબલ આઉટરીચ પ્રોગ્રામમાં સામેલ સર્વપક્ષીય...
pm મોદીની સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત
Advertisement
  • PM મોદીની સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે  મુલાકાત
  • AIADMK ના સાંસદ એમ થંબીદુરાઈ પણ સામેલ
  • આતંકવાદની લડાઈમાં રાષ્ટ્રીય એકતા દર્શાવવાનો હતો

PM modi meet All Party Delegation: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi )મંગળવારે ઓપરેશન સિંદૂર (Operation sindoor)ગ્લોબલ આઉટરીચ પ્રોગ્રામમાં સામેલ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના (All Party Delegation)સભ્યો સાથે મુલાકાત કરી.વિદેશમાં ભારતની છાપને સ્પષ્ટ કરવા અને આતંકવાદ વિરોધી જાગરૂકતા લાવવા ગયેલા પ્રતિનિધીઓના અભિપ્રાય પણ જાણ્યા હતા. ડેલિગેશનના સભ્યોએ તેમના અનુભવો પણ વર્ણવ્યા હતા.AIADMK ના સાંસદ એમ થંબીદુરાઈ પણ આમાં સામેલ છે. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્ય, બીજેડી સાંસદ સસ્મિત પાત્રા પણ બેઠક માટે 7 લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા.

મલ્ટિ પાર્ટી ડેલિગેશનના સભ્યોમાં વર્તમાન સાંસદ,પૂર્વ સાંસદ,રાજનૈતિક સભ્યોનો સમાવેશ થયો હતો. ખાસ કરીને પાકિસ્તાન પ્રયોજિત આતંકવાદની સચ્ચાઈ દુનિયા સામે લાવવામાં આવી છે. પ્રતિનિધિ મંડળના સભ્યોએ 33 વિદેશી રાજધાની અને યુરોપીય સંઘની મુલાકાત લીધી હતી.

Advertisement

Advertisement

વિદેશ મંત્રી પહેલાથી જ પ્રતિનિધિમંડળોને મળી ચૂક્યા છે

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અગાઉથી જ આ સભ્યો સાથે મુલાકાત કરી લીધી છે. સત્તારૂઢ ભાજપ, જેડીયુ, શિવસેના, કોંગ્રેસ, ડીએમકે અને એનસીપીના સભ્યો આ વિદેશ મુલાકાતમાં જોડાયા હતા. પ્રતિનિધિમંડળના નેતા તરીકે ભાજપના રવિશંકર પ્રસાદ, બેજયંત પાંડા, કોંગ્રેસના શશી થરૂર, જેડીયુના સંજય ઝા, શિવસેનાના શ્રીકાંત સિંદે, ડીએમકેના કનીમોઝી અને એનસીપીના સુપ્રિયા સુલેને જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ  વાંચો -Sonam Raghuwanshi: પતિની હત્યા બાદ 25મેએ પ્રેમીને મળવા ઇંદોર ગઇ સોનમ

થરૂર અને ઓવૈસીએ ભારતના હિતોની વાત મૂકી

આ ડેલિગેશનનો હેતુ આતંકવાદની લડાઈમાં રાષ્ટ્રીય એકતા દર્શાવવાનો હતો. કોંગ્રેસના શશી થરૂર અને એઆઈએમઆઈએમના અસદૂદીન ઓવૈસીએ સત્તારૂઢ ગઠબંધનના નેતાઓની સાથે ખભા મિલાવીને વિદેશોમાં ભારતના હિતોની વાત કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામનબી આઝાદ અને સલમાન ખુરશીદ જેવા નેતાઓ પણ સામેલ હતા.

આ પણ  વાંચો -Toll Policy: હાઈવે પર જેટલી મુસાફરી એટલો ટેક્સ,આ દિવસથી લાગુ થશે નિયમ

પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું

તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ આતંકવાદી હુમલા પછી, ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદીઓ સામે બદલો લીધો હતો. આ ઓપરેશન દરમિયાન, પાકિસ્તાન અને PoK માં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો અને 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Tags :
Advertisement

.

×