Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi : આતંકના આકાઓને PM મોદીએ આપી ચેતવણી

હાલ જ દુનિયાએ 'ભારત માતા કી જય'ની તાકાત જોઇ: PM મોદી ભારતના સૈનિક 'ભારત માતા કી જય' બોલે, તો દુનિયા ધ્રુજી ઉઠે છે: PM મોદી રાતના અંધારામાં પણ સૂરજ ઉગાવી દે ત્યાયે આ ભારત માતા કી જય સંભળાય: PM...
pm modi   આતંકના આકાઓને pm મોદીએ આપી ચેતવણી
Advertisement
  • હાલ જ દુનિયાએ 'ભારત માતા કી જય'ની તાકાત જોઇ: PM મોદી
  • ભારતના સૈનિક 'ભારત માતા કી જય' બોલે, તો દુનિયા ધ્રુજી ઉઠે છે: PM મોદી
  • રાતના અંધારામાં પણ સૂરજ ઉગાવી દે ત્યાયે આ ભારત માતા કી જય સંભળાય: PM મોદી
  • આસમાનથી ધરત સુધી એક જ વાત, ભારત માતા કી જય: PM મોદી
  • તમે લોકોએ દેશવાસીઓની છાતી ફૂલાવી દીધી: PM મોદી
  • તમે ઇતિહાસ રચી દીધો, દુશ્મનો ધ્રુજી ગયા: PM મોદી

PM Modi :આદમપુર એરબેઝથી PM Modi એ સંબોધન કર્યુ હતુ. "Operation Sindoor"ના વીર જવાનો સાથે પીએમ મોદીનો સંવાદ સાધ્યો હતો. પીએમ મોદીએ "ભારત માતા કી જય" સાથે સંબોધનની શરૂઆત કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, આ નારાની શક્તિ દુનિયાએ જોઇ છે. આતંકીઓને ઘરમાં ઘુસીને ઠાર માર્યા છે. ભારતીય સેના આગામી પેઢી માટે પ્રેરણારૂપ બની છે. સેનાના પરાક્રમથી "ઓપરેશન સિંદૂર" સફળ રહ્યુ છે.

આતંકના આકાને કડક ભાષામાં ચેતવણી

નિર્દોષોનું લોહી વહેવડાવવાનું એક જ પરિણામ મળશે અને તે છે મહા વિનાશ. ભારતના પરાક્રમની વાત થશે ત્યારે ભારતીય પરાક્રમની જ વાત થશે. આર્મી, એરફોર્સ, નેવી, બીએસએફના શૂરવીરોને સલામ છે. ભારતીયોના હુમલા સામે પાકિસ્તાન પરાસ્ત થયુ છે અને તેની બેચેની વર્ષો સુધી જોવા મળશે. ભારતનું લક્ષ્ય માત્ર આતંકના અડ્ડાઓ ધ્વસ્ત કરવાનું છે. સેનાના હુમલાઓ જોઇને પાડોશી દુશ્મન ડરી ગયો હતો.

Advertisement

Advertisement

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. હાલ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં પાકની નાપાક હરકતોતો યથાવત્ છે. આ બધાની વચ્ચે પીએમ મોદી જવાનોનો જુસ્સો વધારવા આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. અને સેનાના જવાનોને સાથે વાતચીત કરી હતી.

આ પણ  વાંચો -PM Modi At Adampur Airbase : બેકગ્રાઉન્ડમાં S-400 અને.. પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ

આદમપુર એરબેઝથી પીએમ મોદીનો વિજય સંદેશ

પીએમ મોદીએ કહ્યું કે, "ઓપરેશન સિંદૂર"ની દરેક ક્ષણ ભારતની બહાદુરીની સાક્ષી પૂરે છે. આપણી સેનાનીકાર્યવાહી શાનદાર હતી. આર્મી હોય કે નેવી કે એરફોર્સ, બધા વચ્ચે સંકલન જબરદસ્ત હતું. નૌકાદળનું સમુદ્ર પર પ્રભુત્વ હતું. સેનાએ સરહદ મજબૂત કરી અને વાયુસેનાએ દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને હુમલો કર્યો. BSF એ દુશ્મનને પ્રવેશવા દીધો નહીં. આ ભારતની નવી ઓળખ છે.

આ પણ  વાંચો - PM Modi આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પર સૈનિકોને હોંશભેર મળ્યા

વીર જવાનોનો પીએમે વધાર્યો જુસ્સો

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. હાલ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં પાકની નાપાક હરકતોતો યથાવત્ છે. આ બધાની વચ્ચે પીએમ મોદી જવાનોનો જુસ્સો વધારવા આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. અને સેનાના જવાનોને સાથે વાતચીત કરી હતી.

Tags :
Advertisement

.

×