PM Modi : સિંધુ જળ સંધિ રદ્દ થયા બાદ પહેલી વાર PM મોદીનું મોટું નિવેદન
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે કહ્યું કે,ભારતનું પાણી ભારતમાં જ વહેશે.ભારતમાં જ કામમાં આવશે.એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં PM મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના ભારતના સિંધુ જળ (India water)કરાર રદ કરવાનો ઉલ્લેખ કર્યો. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે,આજકાલ મીડિયામાં પાણીની ખૂબ ચર્ચા થઈ રહી છે.તેના પર લોકોએ તાળીઓ પાડી તો પીએમે કહ્યું કે, બધા સમજી ગયા. ત્યાર બાદ મોદીએ ખુલ્લા મંચની જાહેરાત કરતા કહ્યું કે, પહેલા ભારતના હકનું પાણી બહાર જઈ રહ્યું હતું.હવે ભારતનું પાણી ભારતના હકમાં જ વહેશે.ભારતના હકમાં જ રોકાશે અને ભારતના જ કામમાં આવશે.
વોટ બેન્કનું ટેન્શન નથી,અમારા માટે નેશન ફર્સ્ટ
PM મોદીએ મંગળવારે કહ્યું કે,તેમની સરકાર દેશહિતમાં નિર્ણય લેવાથી ડરતી નથી.તેમણે કહ્યું કે,એક સમય હતો,જ્યારે કોઈ મોટું પગલું ભરવાનું હોય તો વિચારવામાં આવતું હતું કે દુનિયા શું વિચારશે.પીએમ મોદીએ કહ્યું કે, વોટ મળશે કે નહીં મળે.ખુરશી બચશે કે નહીં,કેટલાય સ્વાર્થના કારણે મોટા નિર્ણયો ટાળી દેવામાં આવતા હતા.કોઈ પણ દેશ આવી રીતે આગળ વધી શકે નહીં.મોદીએ કહ્યું કે,તેમની સરકાર નેશન ફર્સ્ટની ભાવનાથી નિર્ણય કરે છે. પીએમ મોદીએ કહ્યું કે,અમારી સરકારે કેટલાય એવા નિર્ણય કર્યા છે, જે દાયકાઓથી લટકેલા હતા.જે રાજનીતિ ઈચ્છાશક્તિના કારણે ડબ્બામાં બંધ થઈ ગયા હતા.
આ પણ વાંચો -India-Pakistan : કેટલી મજબૂત છે દેશની રડાર-નિરીક્ષણ સિસ્ટમ્સ ? ટેકનિકલ અને સેનાની તૈયારીઓ અંગે જાણો
ડેમોક્રસી કેન ડિલિવર’,ભારતને જોઈને બોલી રહી છે દુનિયા
PM મોદીએ કહ્યું,કે પહેલા 10 કરોડ એવા નકલી લાભાર્થીઓ હતા,જેમનો ક્યારેય જન્મ થયો નથી અને તેમને તમામ સુવિધાઓ મળી રહી હતી. અમારી સરકારે આ 10 કરોડ નકલી નામોને સિસ્ટમમાંથી દૂર કર્યા.3.5 લાખ કરોડ રૂપિયાથી વધુ પૈસા ખોટા હાથોમાં જવાથી બચાવ્યા.PM મોદીએ કહ્યું કે મને આ જણાવતા આનંદ થાય છે કે ઇન્ડિયા-UK ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હવે ફાઇનલ થઈ ગયું છે. વિશ્વની બે મોટી અને ઓપન માર્કેટ ઇકોનોમી વચ્ચે આ સમજૂતી બંને દેશોના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે. આથી ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી આવશે.
MSMEs માટે નવા અવસરના રસ્તા ખુલશે
ભારતીય વ્યવસાયો અને MSMEs માટે નવા અવસરના રસ્તા ખુલશે.’ મોદીએ કહ્યું, ‘અમારી સરકાર એવી પરિસ્થિતિમાં બની હતી જ્યારે સરકારો પર દેશવાસીઓનો વિશ્વાસ લગભગ તૂટી ગયો હતો. લોકો પ્રશ્ન ઉઠાવવા લાગ્યા હતા કે શું લોકતંત્ર અને વિકાસ સાથે ચાલી શકે છે? આજે જ્યારે કોઈ ભારતને જુએ છે તો ગર્વથી કહી શકે છે કે Democracy Can Deliver.’