Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bengal માં ભાજપના વિજય બાદ PM MODI ની સામે આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો કાર્યકર્તાઓને શું કહ્યું ?

પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાજપના પાયાના કાર્યકર્તાઓના વર્ષોના સંઘર્ષ અને પરિશ્રમને સલામ કર્યા છે. પીએમ મોદીએ આ વિજયને જનશક્તિ અને સુશાસનની રાજનીતિની જીત ગણાવી છે. તેમણે બંગાળના દરેક નાગરિકનો આભાર માનતા ખાતરી આપી હતી કે, ભાજપ સરકાર જનતાની આકાંક્ષાઓ પૂરી કરવા અને સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે કટિબદ્ધ રહેશે.
bengal માં ભાજપના વિજય બાદ pm modi ની સામે આવી પ્રથમ પ્રતિક્રિયા  જાણો કાર્યકર્તાઓને શું કહ્યું
Advertisement
  • બંગાળમાં ખીલ્યું 'કમળ', પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા!
  • ઐતિહાસિક જીત બાદ પીએમ મોદીએ કાર્યકર્તાઓને કર્યા સલામ
  • "જનશક્તિની જીત અને સુશાસનની રાજનીતિનો વિજય થયો"
  • બંગાળની જનતાના સપના પૂરા કરવા ભાજપ કટિબદ્ધ
  • 2026ની આ ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે: PM મોદી

PM Modi on Bengal Victory : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2026) માં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ આ જીતનો સંપૂર્ણ શ્રેય ભાજપના પાયાના કાર્યકર્તાઓને આપ્યો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ભાવુક પોસ્ટ શેર કરીને તેમને વંદન કર્યા છે.

Advertisement

કાર્યકર્તાઓ અમારી શક્તિ છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની આ રેકોર્ડબ્રેક જીત (BJP Record Victory) પેઢીઓથી અસંખ્ય કાર્યકર્તાઓના પ્રયત્નો અને બલિદાન વિના શક્ય નહોતી. તેમણે લખ્યું, "હું તે તમામ કાર્યકર્તાઓને સલામ કરું છું જેમણે વર્ષોથી પાયાના સ્તરે સખત મહેનત કરી છે, તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને અમારા વિકાસના એજન્ડાને જન-જન સુધી પહોંચાડ્યો છે. આ કાર્યકર્તાઓ જ અમારી પાર્ટીની સાચી શક્તિ (BJP Workers Strength) છે."

Advertisement

બંગાળમાં ખીલ્યું કમળ

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં વધુમાં ઉમેર્યું હતું કે, "પશ્ચિમ બંગાળમાં કમળ ખીલી ગયું છે! 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. આ જનતાની શક્તિની જીત છે અને ભાજપની સુશાસનની રાજનીતિ (Politics of Good Governance) વિજયી બની છે. હું પશ્ચિમ બંગાળના દરેક નાગરિકને નમન કરું છું." તેમણે બંગાળની જનતાને ખાતરી આપી હતી કે ભાજપ સરકાર લોકોના સપના અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે કોઈ કસર છોડશે નહીં અને સમાજના તમામ વર્ગોને સન્માન અને તક મળે તેવી સરકાર પ્રદાન કરશે.

આ પણ વાંચો : હુમાયૂં કબીરે જ્યાં બાબરી મસ્જિદ નિર્માણનું કર્યું હતું એલાન, ત્યાં TMC નું શું થયું?

Tags :
Advertisement

.

×