ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi એ કહ્યું 'ભારતનો વારસો માત્ર ઈતિહાસ નહીં વિજ્ઞાન પણ'

World Heritage Committee: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટી(World Heritage Committee) ના 46માં સત્રનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યું છે. આધ્યાત્મિકતા અને જ્ઞાનના...
11:09 PM Jul 21, 2024 IST | Hiren Dave
World Heritage Committee: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટી(World Heritage Committee) ના 46માં સત્રનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યું છે. આધ્યાત્મિકતા અને જ્ઞાનના...

World Heritage Committee: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટી(World Heritage Committee) ના 46માં સત્રનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યું છે. આધ્યાત્મિકતા અને જ્ઞાનના આ તહેવાર પર હું તમને અને દેશવાસીઓને અભિનંદન આપું છું. આ સત્ર એટલા મહત્વનું છે કે આ દિવસે તે શરૂ થઈ રહ્યું છે અને તે ભારતમાં પહેલીવાર આયોજિત થઈ રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા વર્ષોથી અમે ભારતની 350થી વધુ પ્રાચીન વિરાસતોને પાછી લાવ્યા છીએ. પ્રાચીન વારસાનું વળતર વૈશ્વિક ઉદારતા અને ઈતિહાસ પ્રત્યેના આદરને પ્રતિબિંબિત કરે છે. વિશ્વના દરેક ખૂણેથી નિષ્ણાતોની ભાગીદારી આ સમિટની સમૃદ્ધિ દર્શાવે છે. આ ઘટના ભારતની ધરતી પર થઈ રહી છે જે વિશ્વની સૌથી જૂની જીવંત સંસ્કૃતિઓમાંની એક છે. ભારત એટલું પ્રાચીન છે કે અહીંના વર્તમાનનો દરેક બિંદુ કોઈને કોઈ ભવ્ય ભૂતકાળની વાર્તા કહે છે.

'ભારતનો વારસો માત્ર ઈતિહાસ નથી'

પીએમે આગળ કહ્યું, હવે દિલ્હીનું ઉદાહરણ લો. દુનિયા દિલ્હીને ભારતની રાજધાની તરીકે જાણે છે, પરંતુ આ શહેર હજારો વર્ષ જૂના વારસાનું કેન્દ્ર પણ છે. અહીં તમને દરેક પગલે ઐતિહાસિક વારસો જોવા મળશે. અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર કેટલાય ટન વજનનો સ્તંભ છે જે 2000 વર્ષથી ખુલ્લામાં ઉભો છે. તેમાં છતાં અત્યાર સુધી તેને કાટ લાગ્યો નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતનો વારસો માત્ર ઈતિહાસ નથી, ભારતનો વારસો એક વિજ્ઞાન પણ છે. ભારતના વારસામાં ટોપ નોઝ એન્જિનિયરિંગની એક ગૌરવશાલી યાત્રાના દર્શન થાય છે.

કેદારનાથ મંદિરનો કર્યો ઉલ્લેખ

સત્રમાં કેદારનાથ મંદિરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે પણ તે જગ્યા ભૌગોલિક રીતે એટલી દુર્ગમ છે કે લોકોને કેટલાય કિલોમીટર પગપાળા અથવા હેલિકોપ્ટરથી જવું પડે છે. તે જગ્યા હજુ પણ કોઈપણ બાંધકામ માટે ખૂબ જ પડકારરૂપ છે. વધુ પડતી હિમવર્ષાને કારણે ત્યાં કામ કરવું અશક્ય છે, પરંતુ એ જાણવું જરૂરી છે કે કેદાર ખીણમાં મંદિર 8મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. તેના એન્જિનિયરિંગમાં પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તે મંદિર હજુ પણ અડીખમ ઊભું છે.

ભારતનો ઈતિહાસ વિશાળ છેઃ પીએમ

હું જ્યાંથી આવું છું તે ગુજરાત રાજ્યમાં ધોળાવીરા અને લોથલ જેવા સ્થળો છે. સદીઓ પહેલા ધોળાવીરામાં જે પ્રકારનું શહેરી આયોજન અને વ્યવસ્થા હતી તે આજે પણ નિષ્ણાતોને આશ્ચર્યચકિત કરે છે. ભારતનો ઈતિહાસ અને સભ્યતા પ્રાચીન અને વ્યાપક છે. તેથી, જેમ જેમ નવી હકીકતો બહાર આવી રહી છે, આપણે ભૂતકાળને જોવા માટે નવા પરિપ્રેક્ષ્ય વિકસાવવા પડશે.

આ પણ  વાંચો  -MP Rewa News: મધ્ય પ્રદેશમાં મહિલાઓને જીવતી જમીનમાં દાંટવાની કરાઈ કોશિશ, જુઓ વીડિયો

આ પણ  વાંચો  -Pakistan Terrorist: શું પાક. સેના-આતંકવાદી મળીને ભારતમાં હુમલાની ખાસ યોજના ઘડી રહ્યા? જુઓ તસવીરો

આ પણ  વાંચો  -Bagladesh violence વચ્ચે 4500 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા

Tags :
BharatMandapamExhibitioninaugurates 46th sessionmandapamNarendraModipm modi inauguratedPMModiworldheritagecommittee
Next Article