PM મોદીએ Axiom-4 ના લોન્ચિંગ બાદ શુભાંશુ શુક્લાને મોકલ્યો ખાસ મેસેજ!
- શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 મિશને ઉડાન ભરી
- અંતરિક્ષમાં પહોંચ્યાની સાથે દેશ માટે મેસેજ મોકલ્યો
- PM મોદી સુભાંશુ માટે ખાસ મેસેજ મોકલ્યો
Axiom 4 Mission: ભારતના શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 મિશન (Axiom 4 Mission)માટે કેનેડાના સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી ચૂક્યા છે. તેમણે અંતરિક્ષમાં પહોંચ્યાની સાથે દેશ માટે મેસેજ મોકલ્યો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સુભાંશુ માટે ખાસ મેસેજ મોકલ્યો છે. તેમણે સોશિયલ મિડીયાના માધ્યમ દ્વારા તમામ અંતરિક્ષયાત્રીઓને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ (PM Modi)આ દરમિયાન શુભાંશુ શુક્લાને પણ અભિનંદન પાઠવ્યા.
આશાઓ અને આંકાંક્ષીઓ લઈને ગયા
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે અમે ભારત, હંગરી, પોલેન્ડ અને અમેરિકાના અંતરિક્ષયાત્રીઓને લઈને સ્પેસ મિશનની સફળ લોન્ચિંગનું સ્વાગત કરીયે છીએ. ભારતીય અંતરિક્ષ યાત્રી, ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર જવાવાળા પહેલા ભારતીય બનશે. તે પોતાની સાથે 1.4 બિલિયન ભારતીયોની ઈચ્છા, આશાઓ અને આંકાંક્ષીઓ લઈને ગયા છે. તેમની સાથે તમામ અંતરિક્ષ યાત્રીઓને સફળતાની શુભકામનાઓ.
શુભાંશુ અન્ય ત્રણ અંતરિક્ષયાત્રીઓ સાથે થયા રવાના
ભારતીય વાયુસેનાના ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 મિશન અંતર્ગત ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર માટે રવાના થયા હતા. ફ્લોરીડામાં નાસાના કેનેડીયન સ્પેસ સેન્ટરમાં કોમ્પલેક્ષ 39એ થી એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અંતરિક્ષ યાત્રી એક્સિઓમ સ્પેશના એક મિશનના હિસ્સા તરીકે અંતરિક્ષ સ્ટેશનની યાત્રા પર નિકળ્યા છે.