PM મોદી અને રશિયાના વિદેશ મંત્રી વચ્ચે દિલ્હીમાં યોજાઇ હાઈ-લેવલ બેઠક, યુક્રેન અને પશ્ચિમ એશિયા સંકટ કરી આ વાત!
- PM મોદી અને રશિયાના વિદેશ મંત્રી વચ્ચે યોજાઈ મહત્વપૂર્ણ મુલાકાત (PM Modi Sergey Lavrov Meeting)
- યુક્રેન અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર શાંતિપૂર્ણ ઉકેલ માટે પીએમ મોદીનો ભાર
- સંઘર્ષ રોકવા માટે સંવાદ અને રાજદ્વારી વિકલ્પો જ શ્રેષ્ઠ હોવાનું પીએમએ જણાવ્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી (Narendra Modi) અને રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ (Sergey Lavrov) વચ્ચે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લવરોવ હાલમાં બ્રિક્સ (BRICS) વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક મંથન કર્યું હતું.
PM Modi Sergey Lavrov Meeting : યુક્રેન અને પશ્ચિમ એશિયા પર મંથન
આ બેઠકમાં ખાસ કરીને યુક્રેન (Ukraine) અને પશ્ચિમ એશિયા (West Asia) ની વર્તમાન અસ્થિર પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ભારતની વર્ષો જૂની અને સ્પષ્ટ નીતિનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે, કોઈપણ જટિલ સંઘર્ષનો ઉકેલ રણમેદાનમાં નહીં પરંતુ સંવાદ (Dialogue) અને રાજદ્વારી (Diplomacy) માધ્યમથી જ શક્ય છે. તેમણે વિશ્વ શાંતિ માટે મંત્રણાના ટેબલ પર પાછા ફરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Foreign Minister of Russia #SergeiLavrov calls on Prime Minister #NarendraModi in New Delhi.
Lavrov briefs PM Modi on the progress achieved in bilateral cooperation since the meeting of President Putin and PM Modi in December last year for the 23rd India-Russia Annual Summit. pic.twitter.com/G7lGwTr8zd
— All India Radio News (@airnewsalerts) May 14, 2026
દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ
વડાપ્રધાન કાર્યાલય (Prime Minister's Office - PMO) દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, લવરોવે પ્રધાનમંત્રીને બંને દેશો વચ્ચે ચાલી રહેલા વ્યૂહાત્મક સહયોગ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ડિસેમ્બર 2025 માં યોજાયેલા 23માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન (23rd India-Russia Annual Summit) પછી થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યાં પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ની મુલાકાત થઈ હતી.
વિશ્વ શાંતિ માટે સહિયારો સંકલ્પ
બેઠકના સમાપન પર, પ્રધાનમંત્રી મોદીએ સેર્ગેઈ લવરોવના માધ્યમથી રાષ્ટ્રપતિ પુતિનને તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાતે ફરી એકવાર સાબિત કર્યું છે કે વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પણ ભારત અને રશિયાના સંબંધો અત્યંત મજબૂત છે અને બંને દેશો વૈશ્વિક સ્થિરતા માટે સતત પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો: PM Modi ની અપીલની રાષ્ટ્રવ્યાપી અસર, જાણો જગદગુરુ Rambhadracharya એ શું લીધો નિર્ણય?


