PM Modi Seychelles Visit: પીએમ મોદીના 'ગ્રીન વિઝન' ને વિશ્વનું સલામ, સેશેલ્સે સર્વોચ્ચ એવોર્ડ 'ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઈઝન' એનાયત
સેશેલ્સના પ્રવાસે ગયેલા પીએમ મોદી ફરી એકવાર નવો ઈતિહાસ રચ્યો છે. ભારતીય વડાપ્રધાન મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું છે. પર્યાવરણ અનુકૂળ નીતિઓ માટે તેમને આ વૈશ્વિક સન્માન મળ્યું છે. આ ઘટનાથી ભારતનું વૈશ્વિક ગૌરવ ફરી વધ્યું છે.
Advertisement
PM Modi Seychelles Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે સેશેલ્સ પહોંચ્યા છે. સેશેલ્સે પીએમ મોદીને પોતાના દેશના સર્વોચ્ચ સન્માન 'ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઈઝન' થી નવાજ્યા છે. રવિવારે સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કર્યો હતો. પીએમ મોદીને આ સન્માન પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે મળ્યું છે. આ મુલાકાત દરમિયાન ભારત અને સેશેલ્સ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ પણ યોજાયો હતો.

