ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi એ X પર 51 સેકન્ડના વીડિયોમાં ભારતીય મહિલાઓની ઉન્નતિ દર્શાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને પરિણામે દેશની મહિલાઓનું જીવન ધોરણ કેટલું ઉન્નત થયું છે તે દર્શાવતો 51 સેકન્ડનો વીડિયો X પર પોસ્ટ કર્યો છે. વાંચો વિગતવાર
02:04 PM Jun 08, 2025 IST | Hardik Prajapati
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને પરિણામે દેશની મહિલાઓનું જીવન ધોરણ કેટલું ઉન્નત થયું છે તે દર્શાવતો 51 સેકન્ડનો વીડિયો X પર પોસ્ટ કર્યો છે. વાંચો વિગતવાર
Women welfare schemes Gujarat First-

PM Modi : વર્ષ 2014થી 2025 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. વડાપ્રધાને ખુદ આ પ્રસંગે X પર એક 51 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે છેલ્લા 11 વર્ષોમાં દેશની મહિલાઓના જીવન ધોરણમાં જે હકારાત્મક પરિવર્તન આવ્યું તેની રજૂઆત કરી છે. તેમણે વીડિયોમાં કહ્યું કે. 11 વર્ષમાં આપણી નારી શક્તિની સફળતાઓ દેશવાસીઓને ગર્વ અપાવશે.

મહિલા કલ્યાણકારી વિવિધ યોજનાઓ

વડાપ્રધાન મોદીએ પોતાના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે તે પ્રસંગે X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેનો મુખ્ય વિષય છે છેલ્લા 11 વર્ષમાં કેન્દ્ર સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓથી દેશની મહિલાઓના જીવનમાં આવેલ હકારાત્મક પરિવર્તન. ઉજ્જવલા યોજના (Ujjwala Yojana) હેઠળ, કરોડો મહિલાઓને મફત LPG કનેક્શન મળ્યા. જેનાથી તેમના સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં સુધારો થયો. બેટી બચાવો બેટી પઢાઓ (Beti Bachao Beti Padhao) અભિયાને લિંગ સમાનતા અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ મહિલાઓને સ્વરોજગાર માટે સરળ લોન આપીને આર્થિક સશક્તિકરણમાં વધારો કર્યો. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામે ઘર માલિકીથી તેમની સામાજિક સુરક્ષા મજબૂત થઈ. આ યોજનાઓએ મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે અને સામાજિક અને આર્થિક પ્રગતિમાં પણ ફાળો આપ્યો છે.

વડાપ્રધાનની પ્રેરણાદાયી પોસ્ટ

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયના X પ્લેટફોર્મ પર મહિલા ઉત્કર્ષનો 51 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેની નીચે તેમણે પ્રેરણાદાયી પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓએ પણ તે યુગ જોયો છે જ્યારે તેમને દરેક પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આજે તેઓ વિકસિત ભારતના સંકલ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. શિક્ષણથી લઈને વ્યવસાય સુધીના દરેક ક્ષેત્રમાં મહિલાઓ ઉદાહરણ સ્થાપિત કરી રહી છે. છેલ્લા 11 વર્ષમાં આપણી નારી શક્તિની સફળતા દેશવાસીઓને ગર્વ અપાવશે.

આ પણ વાંચોઃ  BREAKING: સોનિયા ગાંધીની તબિયત લથડી, શિમલાની હોસ્પિટલમાં કરાયા દાખલ

વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષની ફળશ્રુતિ

વડાપ્રધાન મોદીએ X પર લખ્યું કે, છેલ્લા 11 વર્ષમાં NDA સરકારે મહિલા નેતૃત્વ હેઠળના વિકાસને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે. સ્વચ્છ ભારત દ્વારા સન્માન સુનિશ્ચિત કરવાથી લઈને જન ધન ખાતાઓ દ્વારા નાણાકીય સમાવેશ સુધીની વિવિધ પહેલોએ આપણી નારી શક્તિને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉજ્જવલા યોજનાએ ઘણા ઘરોમાં ધુમાડા રહિત રસોડા સુનિશ્ચિત કર્યા. મુદ્રા લોનથી લાખો મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના સપના સાકાર કરવામાં સક્ષમ બનાવ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) માં મહિલાઓના નામે ઘરોએ પણ નોંધપાત્ર અસર કરી છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાને કન્યાઓના રક્ષણ માટેની રાષ્ટ્રીય ચળવળને વેગ આપ્યો. વિજ્ઞાન, શિક્ષણ, રમતગમત, સ્ટાર્ટઅપ્સ અને સશસ્ત્ર દળો સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે અને અન્યોને પ્રેરણા આપી રહી છે.

આ પણ વાંચોઃ  Bengaluru Stampede: 'હું પણ અહીં રહેવા માંગુ છું...', બેંગલુરુ ભાગદોડમાં જીવ ગુમાવનાર પુત્રની કબરને વળગી પિતા રડી પડ્યા

Tags :
11 years of Modi governmentBETI BACHAO BETI PADHAOGujarat FirstGUJARAT FIRST NEWSMahila Utkarsh videoMudra Yojanapm modiPradhan Mantri Awas YojanaSocial media postUjjwala Yojanawomen empowerment videowomen entrepreneursWomen upliftmentWomen welfare schemeswomen’s progress
Next Article