Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bengal માં ભાજપના ઐતિહાસિક વિજય બાદ PM Modi ની ગર્જના, કહ્યું- "ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું"

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના પરિણામો બાદ પીએમ મોદીએ ભાજપ મુખ્યાલયથી જનતાને સંબોધિત કર્યા હતા. તેમણે બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજયને લોકશાહી અને બંધારણની જીત ગણાવી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે હવે 'ગંગોત્રીથી ગંગાસાગર' સુધી કમળ ખીલી ગયું છે. સાથે જ તેમણે અસમમાં હેટ્રિક બદલ જનતાનો આભાર માન્યો અને વિભાજનકારી રાજનીતિ કરનારા પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા.
bengal માં ભાજપના ઐતિહાસિક વિજય બાદ pm modi ની ગર્જના  કહ્યું   ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું
Advertisement
  • બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત, પીએમ મોદીનું સંબોધન!
  • "ગંગોત્રીથી ગંગાસાગર સુધી હવે ખીલ્યું છે કમળ"
  • લોકશાહી અને બંધારણનો વિજય થયો છે: PM મોદી
  • અસમમાં ભાજપની હેટ્રિક, જનતાએ અતૂટ વિશ્વાસ મૂક્યો
  • વિભાજનકારી રાજનીતિ કરનારાઓને જનતાએ આપ્યો જવાબ

પશ્ચિમ બંગાળ (West Bengal), તમિલનાડુ, અસમ, કેરળ અને પુડુચેરીના વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકીય ચિત્ર બદલાયું છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષનો ગઢ તૂટ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી ઇતિહાસ રચ્યો છે. આ ભવ્ય વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi Speech) દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયથી જનતાને સંબોધિત કર્યા હતા.

Advertisement

ભારત લોકશાહીની જનની છે

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "આ પાંચ રાજ્યોની જનતાએ દુનિયાને બતાવી દીધું છે કે આપણું ભારત લોકશાહીની જનની (Mother of Democracy) કેમ છે. આજે માત્ર લોકશાહી જ નહીં, પરંતુ ભારતનું બંધારણ પણ જીત્યું છે. પશ્ચિમ બંગાળમાં થયેલું અંદાજે 93% મતદાન પોતે જ એક ઐતિહાસિક ઘટના છે." તેમણે વધુમાં ઉમેર્યું કે બંધારણીય સંસ્થાઓ અને લોકશાહી પ્રક્રિયાઓની આ જીત છે.

Advertisement

ગંગોત્રીથી ગંગાસાગર સુધી ભગવો

પીએમ મોદીએ ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, "ગયા વર્ષે જ્યારે બિહારના પરિણામો આવ્યા હતા, ત્યારે મેં કહ્યું હતું કે ગંગા બિહારથી આગળ ગંગાસાગર સુધી વહે છે. આજે બંગાળની જીત સાથે ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલી ગયું છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને હવે પશ્ચિમ બંગાળ - ગંગા કિનારે વસેલા આ તમામ રાજ્યોમાં ભાજપ અને NDA સત્તામાં છે." તેમણે અસમમાં થયેલી જીતની હેટ્રિક (Hatrick in Assam) બદલ જનતાનો આભાર માન્યો અને કહ્યું કે માં કામાખ્યાના આશીર્વાદથી જનતાએ સતત ત્રીજી વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસ પર આકરા પ્રહાર

કોંગ્રેસની સ્થિતિ પર ટિપ્પણી કરતા પીએમ મોદીએ (PM Modi on Congress) કહ્યું કે કોંગ્રેસ હવે જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે. તે લોકોની નબઝ અને આકાંક્ષાઓની રાજનીતિ સમજવામાં નિષ્ફળ રહી છે. તમિલનાડુ, બંગાળ અને કેરળમાં લોકોએ વિભાજનકારી રાજનીતિ (Divisive Politics) કરનારાઓને સત્તાની બહારનો રસ્તો બતાવી દીધો છે.

આ પણ વાંચો : Bengal માં ભાજપના વિજય બાદ PM MODI ની સામે આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો કાર્યકર્તાઓને શું કહ્યું ?

Tags :
Advertisement

.

×