Make in India નો દમ: PM મોદીએ ટેસ્ટ કર્યા દેશના પહેલા 'Sarvam Kaze' AI ગ્લાસ
. Sarvam Kaze દમદાર ફીચર્સ સાથેના સ્વદેશી AI ગ્લાસિસ
. PM મોદીએ વૉક ફેંક દરમિયાન Sarvam Kaze AI ગ્લાસ ટેસ્ટ કર્યા
. AI ગ્લાસિસ તમારી વાતોનો જવાબ આપે છે અને કંઈપણ કેપ્ચર કરી શકે છે
India AI Impact Summit 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026માં એક શાનદાન ચશ્મામાં સજ્જ દેખાય રહ્યા છે. આ સાધારણ નથી, પરંતુ AI ડિવાઈસ છે. તેનું વિયરેબલ નામ sarvam kaze છે. એઆઈ (AI) ગ્લાસિસને દેશના AI સ્ટાર્ટઅપ સર્વમ AI એ બનાવ્યા છે. એઆઈ સમિટ- 2026 (AI Summit 2026) માં જિયો (JIO) એ પણ પોતાના એઆઈ (AI) ગ્લાસિસ રજૂ કર્યા છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા સ્વદેશી એઆઈ ગ્લાસિસ પહેરવા કોઈ સામાન્ય વાત નથી. આ એઆઈ ગ્લાસિસ ઘણી દમદાર ફીચર્સ સાથે લાવવામાં આવશે.
PM Modi એ ટેસ્ટ કર્યા AI ગ્લાસિસ
16 ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026 (AI Impact Summit 2026) માં Sarvam Kaze રજૂ કરવામાં આવ્યા છે. આ એક એઆઈ વિયરેબલ છે. તેની મદદથી અન્ય સ્માર્ટ ગ્લાસિસની જેમ જ યૂઝર રિયલ સમયમાં દેખાતી ચીજો સંદર્ભે સાંભળી શકે છે. આ એઆઈ ગ્લાસિસ તમારી વાતોનો જવાબ આપે છે અને તેના દ્વારા તમે કંઈપણ કેપ્ચર કરી શકો છે.
ભારત મંડપમમાં ચાલી રહેલા ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026માં વોક ફેંક દરમિયાન પીએમ મોદીએ આ ચશ્મા પહેર્યા હતા. સર્વમ એઆઈ (Sarvam AI) ના સહ-સંસ્થાપક પ્રત્યૂષ કુમાર (Pratush Kumar) દ્વારા શેયર કરવામાં આવેલા ફોટોગ્રાફમાં વડાપ્રધાન એક્ઝિબિશન ફ્લોર પર તેના રિયલ ટાઈમ રિસ્પોન્સને ટેસ્ટ કરતા જોવા મળ્યા.
Drop 12/14: Models, products, impact - today something different, very different. Launching Sarvam Kaze, our foray into getting our models into the your hands with our devices - designed and built here in India! pic.twitter.com/8RnqO16Idg
— Pratyush Kumar (@pratykumar) February 17, 2026
આ પણ વાંચો: Misuse of AI: AI થી બનાવી શકાય છે Biological Weapon! AI કંપનીના ચીફની ચેતવણી
ચેટ ફીચર લાવવાની કંપનીની યોજના
એક ન્યૂઝચેનલના રિપોર્ટ મુજબ, કંપની આ સપ્તાહે ચેટ ફીચર પણ લોન્ચર કરવાની યોજના બનાવી રહી છે. આ ડિવાઈસને અવાજ અને વિઝ્યુઅલ ઈન્ટરેક્શન દ્વારા અસલ દુનિયામાં ઈન્ટેલિજન્સ લાવવા માટે ડિઝાઈ કરવામાં આવ્યું છે. કંપની પ્રમાણે, યૂઝર્સ સર્વમ પ્લેટફોર્મ પર જઈને કસ્ટમ એક્સપીરિયન્સ પણ મેળવી શકે છે. આ એઆઈ ડિવાઈસને ભારતમાં ડિઝાઈન કરીને બનાવવામાં આવ્યું છે. કંપની તેને સંપૂર્ણપણે દેશી એઆઈ પ્રોડક્ટ તરીકે રજૂ કરી રહી છે. કંપની પ્રમાણે, આ ડિવાઈસને મેમાં ભારતીય બજારોમાં લોન્ચ કરાય તેવી શક્યતા છે.
ઈન્ટરનેટ વગરનું એઆઈ
ભારતીય સ્ટાર્ટઅપ Sarvam AI એ તાજેતરમાં Sarvam Edge લોન્ચ કર્યું છે. તેની ખાસિયત છે કે તે ઈન્ટરનેટ વગર ચાલે છે. તેની મદદથી તમે તમારા ફોન અથવા લેપટોપ પર ઈન્ટરનેટ વગર જ એઆઈનો ઉપયોગ કરી શકશો. બ્લોગ પોસ્ટ મુજબ, Sarvam AI એ જણાવ્યું છે કે આ એક એવું ઓન ડિવાઈસ એઆઈ પ્લેટફોર્મ હશે, જે ચલાવવા માટે ન તો ક્લાઉડ સર્વરની જરૂરત છે અને ન તો ઈન્ટરનેટ કનેક્શનની જરૂર છે.
Sarvam Edge એ લોકો સુધી એઆઈ પહોંચાડશે, જે મોંઘા ઈન્ટરનેટ પ્લાનનો ઉપયોગ કરી શકતા નથી અને જે ક્ષેત્રમાં નેટવર્ક નથી. Sarvam Edge ની ખાસિયત હશે કે તે પોતાના ડિવાઈસના પ્રોસેસિંગ પાવરનો ઉપયોગ કરશે અને ઈન્ટરનેટ સાથે જોડાયેલા નહીં હોવાને કારણે 100 ટકા સુરક્ષિત પણ રહેશે. તેને જોઈને લાગી રહ્યુ છે કે હવે ભારતીય કંપનીઓએ પણ એઆઈના ક્ષેત્રમાં દેશને ટોપ પર પહોંચાડવા માટે પોતાની કમર કસી લીધી છે.
આ પણ વાંચો: Sarvam AI : વિદેશી ટેક્નોલોજીને ટક્કર આપતો સ્વદેશી વિકલ્પ


