Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'ધન્યવાદ ડોનાલ્ડ ટ્રમ્પ, Make in India થશે વધુ મજબૂત': Trade Deal પર PM મોદીની પ્રતિક્રિયા

India-US Trade Deal : વડાપ્રધાન મોદીએ ભારત-અમેરિકા વચ્ચેની નવી ટ્રેડ ડીલને 'મેક ઈન ઈન્ડિયા' માટે ગેમ-ચેન્જર ગણાવી છે. આ સમજૂતી હેઠળ અમેરિકાએ ભારત પરના વધારાના ટેરિફ હટાવ્યા છે, જેના બદલામાં ભારતે અમેરિકા પાસેથી ઊર્જા અને સંરક્ષણ ઉત્પાદનો ખરીદવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ ડીલથી ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો માટે નવી તકો ખુલશે, જ્યારે કૃષિ ક્ષેત્રને રક્ષણ આપવામાં આવ્યું છે.
 ધન્યવાદ ડોનાલ્ડ ટ્રમ્પ  make in india થશે વધુ મજબૂત   trade deal પર pm મોદીની પ્રતિક્રિયા
Advertisement

.  ભારત-અમેરિકા વચ્ચે વચગાળાની ટ્રેડ ડીલ પર સંમતિ સધાઈ
.  અમેરિકાએ રશિયાના ઓઈલ સંદર્ભે ભારત પર લાદેલો 25% વધારાનો ટેરિફ હટાવ્યો
.  ભારતે ખેડૂતોના હિતમાં ઘઉં, ડેરી ઉત્પાદનો અને મસાલા જેવા મહત્વના કૃષિ ઉત્પાદનોને આ ડીલથી સુરક્ષિત (અલગ) રાખ્યા છે

India-US Trade Deal : ભારત (India) અને અમેરિકા (US) વચ્ચે થયેલી ટ્રેડ ડીલ (Trade Deal) ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi) એ ખુશી વ્યક્ત કરી છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ને ધન્યવાદ આપ્યા છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે બંને મહાન દેશોની વચ્ચે એક વચગાળાની વ્યાપાર સમજૂતીની રૂપરેખા પર સંમતિ બની ગઈ છે. હું બંને દેશોની વચ્ચે મજબૂત સંબંધો પ્રત્યે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યક્તિગત પ્રતિબદ્ધતા માટે તેમને ધન્યવાદ આપું છું.

Advertisement

તેમણે કહ્યુ છે કે ભારત -અમેરિકા વ્યાપાર સમજૂતી આપણા ખેડૂતો, ઉદ્યમીઓ, લઘુ અને મધ્યમ ઉદ્યમો, સ્ટાર્ટઅપ અને માછીમારોને નવી તકો પ્રદાન કરીને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે જેમ-જેમ ભારત વિકસિત ભારત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, આપણે એવી વૈશ્વિક ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે ભવિષ્ય પર આધારીત હોય, આપણા લોકોને સશક્ત બનાવે અને સંયુક્ત સમૃદ્ધિમાં યોગદાન આપે.

મહત્વપૂર્ણ છે કે આ ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાએ રશિયાના ખનીજતેલની ખરીદી માટે ભારત પર લગાવેલો 25 ટકા ટેરિફ સમાપ્ત કર્યો છે. તેના સિવાય કુલ ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે. એરક્રાફ્ટ અને અન્ય સંબંધિત ઉપકરણો પર ડ્યૂટી સમાપ્ત કરી દીધી છે. ખાસ વાત એ છે કે ભારતે મહત્વપૂર્ણ કૃષિ ઉત્પાદનો આ ડીલથી સુરક્ષિત રાખી લીધા છે.

આ પણ વાંચો : POK : પાકિસ્તાનને મોટો ઝટકો, અમેરિકાએ નકશામાં PoKને ભારતનો હિસ્સો ગણાવ્યો

હટાવી દેવાયો 25 ટકાનો વધારાનો Tarrif

મહત્વપૂર્ણ છે કે આ ટ્રેડ ડીલ ફ્રેમવર્કને લઈને ટ્રમ્પે શુક્રવારે એક કાર્યકારી આદેશ જાહેર કર્યો અને કહ્યુ કે મને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કાર્યકારી આદેશ 14066માં વર્ણિત રાષ્ટ્રીય કટોકટીનો સામનો કરવા માટે ભારતના પ્રયાસો સંદર્ભે વધુ જાણકારી અને ભલામણો પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને, ભારતે રશિયા પાસેથી ઓઈલની પ્રત્યક્ષ અથા અપ્રત્યક્ષ આયાત બંધ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતે આ સ્પષ્ટ કર્યું છે કે તે અમેરિકાથી ઊર્જા ઉત્પાદન ખરીદશે અને તાજેતરમાં આગામી 10 વર્ષોમાં સંરક્ષણ સહયોગ વધારવા માટે અમેરિકા સાથે એક રુપરેખા પર સંમતિ વ્યક્ત કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે તેમને આપવામાં આવેલી જાણકારી અને ભલામણો પર વિચાર કર્યા બાદ તેમણે આ નિષ્કર્ષ કાઢયો કે કાર્યકારી આદેશ 14066માં વર્ણિત રાષ્ટ્રીય કટોકટીનો સામનો કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા , વિદેશ નીતિ અને આર્થિક મામલાઓ પર અમેરિકા સાથે પુરતો તાલમેલ બેસાડવા માટે ભારતે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેને ધ્યાનમાં રાખીને મેં, ભારતમાંથી આયાતિત વસ્તુઓ પર લગાવવામાં આવેલા વધારાના મૂલ્ય આધારિત શુલ્કને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે.

ડીલમાં શું-શું સુરક્ષિત?

આ વચગાળાની ટ્રેડ ડીલ (Trade Deal) માં ભારતના મુખ્ય કૃષિ ઉત્પાદનોને અલગ રાખવામાં આવ્યા છે. તેમાં ઘઉં, બાજરો, સુકાં ખાદ્યાન્ન, પશુ આહાર માટેનો લીલો જુવાર, મેવા, તાજા અને પ્રસંસ્કત ફળ, સોયાબીન ઓઈલ, દારુ અને સ્પિરીટ તથા અન્ય ઉત્પાદનો સામેલ છે. તેના સિવાય શાકભાજીઓ અને મસાલાઓેને પણ ટ્રેડ ડીલથી અલગ રાખવામાં આવ્યા છે. ડેરી ઉત્પાદનોને પણ ટ્રેડ ડીલમાં સામેલ કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો :  India US Deal: ભારત–અમેરિકા વચ્ચે મોટો વેપાર કરાર! ટેરિફમાં ભારે રાહત, $500 બિલિયનનો સોદો

Tags :
Advertisement

.

×