Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

G7 શિખર સંમેલનમાં સામેલ થશે PM MODI, કેનેડાના પ્રધાનમંત્રી કાર્નીએ આપ્યું આમંત્રણ

G7 શિખર પરિષદ માટે ભારતને આમંત્રણ આપ્યું PM મોદીને કેનેડાના વડાપ્રધાને ફોન કરી આમંત્રણ આપ્યું PM મોદીએ આમંત્રણ આપવા માટે ધન્યવાદ પાઠવ્યા   Carney G7 Summit : કેનેડામાં જૂનમાં યોજાનારી G7 શિખર પરિષદ (Carney G7 Summit)માટે ભારતને આમંત્રણ આપવામાં...
g7 શિખર સંમેલનમાં સામેલ થશે pm modi  કેનેડાના પ્રધાનમંત્રી કાર્નીએ આપ્યું આમંત્રણ
Advertisement
  • G7 શિખર પરિષદ માટે ભારતને આમંત્રણ આપ્યું
  • PM મોદીને કેનેડાના વડાપ્રધાને ફોન કરી આમંત્રણ આપ્યું
  • PM મોદીએ આમંત્રણ આપવા માટે ધન્યવાદ પાઠવ્યા

Carney G7 Summit : કેનેડામાં જૂનમાં યોજાનારી G7 શિખર પરિષદ (Carney G7 Summit)માટે ભારતને આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi)ને કેનેડાના વડાપ્રધાન (Canada Prime Minister)માર્ક જે કાર્નીએ ફોન કરીને આમંત્રણ આપ્યું છે. આ બાબતે PM મોદીએ ખુશી વ્યક્ત કરી છે.

Advertisement

PM મોદીએ વ્યક્ત કરી ખુશી

દુનિયાની સાત વિકસિત અર્થવ્યવસ્થાઓ કેનેડા,ફ્રાંસ,જર્મની,ઈટાલી,જાપાન,બ્રિટન અને અમેરિકાનું સંગઠન G7 છે.જેની શિખર પરિષદ જૂનના મધ્યભાગમાં થવાની છે. આ સંગઠનમાં યુરોપીય સંઘ, આઈએમએફ, વિશ્વબેંક અને સંયુક્ત રાષ્ટ્ર પણ સામેલ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મળેલા આમંત્રણ બાદ જણાવ્યું કે, માર્ક જે કાર્ની સાથે ફોન ઉપર વાત કરીને તેમની ચૂંટણીમાં થયેલી જીત અંગે શુભકામનાઓ પાઠવી અને G7 પરિષદમાં સામેલ થવાનું આમંત્રણ આપવા માટે ધન્યવાદ પાઠવ્યા.

Advertisement

આ પણ  વાંચો -Corona એ પકડી રફતાર, નોઇડામાં 7થી 9 જૂન સુધી કલમ 163 લાગુ

શિખર સંમેલનમાં મળવાની ઉત્સુકતા

ભારત અને કેનેડા જીવંત લોકતંત્ર અને લોકો સાથેના સંબંધોથી જોડાયેલા છે. આપસી સન્માન અને સહિયારા હિતો સાથે નવી ઊર્જાથી કામ કરીશું. PM મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક જે કાર્ની સાથે શિખર સંમેલનમાં મળવાની ઉત્સુકતા અને ઇંતેજારી દર્શાવ્યા.

આ પણ  વાંચો -Delhiના CM ને મળી જાનથી મારી નાખવાની ધમકી, અહીંથી આવ્યો કોલ

વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા માટે મહત્વનો મંચ

બંને દેશો વચ્ચેના સંબંધો એક મહત્વપૂર્ણ કદમ રહેશે. સાંસ્કૃતિક અને આર્થિક વ્યવહારો લાંબા સમયથી ચાલ્યા આવે છે. તેને હવે મજબૂતી મળશે. G7 પરિષદ ભારત અને કેનેડાના આ બંને નેતાઓની મુલાકાતમાં વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા માટે મહત્વનો મંચ બનશે.

જસ્ટિન ટ્રુડોના સમયમાં સંબંધ બગડયા હતા

2023ના સપ્ટેમ્બરમાં કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી નિજજરની હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હોવાનો આરોપ લગાવ્યો ત્યારથી સંબંધો બગડયા હતા. હવે ત્યાં સરકાર બદલાઈ ચૂકી છે અને નવા વડાપ્રધાને ભારત સાથે સંબંધો સુધારવા પ્રતિબધ્ધતા દર્શાવી છે.

Tags :
Advertisement

.

×