ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi : બાળકો અને મોદીજીનો આ અદ્ભુત સંવાદ તમારું દિલ જીતી લેશે, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી શિક્ષણ નીતિ લોન્ચ કર્યાંને ત્રણ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં અહીં આયોજીત અખિલ ભારતીય શિક્ષા સમાગમના ઉદ્ધાટન પહેલા એક પ્રદર્શનની મુલાકાત કરી આ દરમિયાન વડાપ્રધાન મોદીએ નાના બાળકો સાથે વાત કરી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને બાળકો...
06:24 PM Jul 29, 2023 IST | Viral Joshi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી શિક્ષણ નીતિ લોન્ચ કર્યાંને ત્રણ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં અહીં આયોજીત અખિલ ભારતીય શિક્ષા સમાગમના ઉદ્ધાટન પહેલા એક પ્રદર્શનની મુલાકાત કરી આ દરમિયાન વડાપ્રધાન મોદીએ નાના બાળકો સાથે વાત કરી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને બાળકો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી શિક્ષણ નીતિ લોન્ચ કર્યાંને ત્રણ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં અહીં આયોજીત અખિલ ભારતીય શિક્ષા સમાગમના ઉદ્ધાટન પહેલા એક પ્રદર્શનની મુલાકાત કરી આ દરમિયાન વડાપ્રધાન મોદીએ નાના બાળકો સાથે વાત કરી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને બાળકો સાથેનો આ અદ્ભુત વીડિયો શેર કર્યો.

વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યું કે, માસૂમ બાળકો સાથે આનંદના કેટલાક પળ, તેમની ઉર્જા અને ઉત્સાહ મન ઉમંગથી ભરાઈ જાય છે.

માસૂમ બાળકો સાથે સંવાદ

વડાપ્રધાન મોદી જેવા જ એક પ્રદર્શનીમાં પહોંચ્યા ત્યાં હાજર નાના બાળકો તેમને જોઈને ખુશ થઈ ગયા અને બાળકોએ વડાપ્રધાનને ભેટીને નમસ્તે કહ્યું, તે પછી વડાપ્રધાને બાળકો સાથે પ્રદર્શની જોઈ અને બાળકોનું પેઈન્ટિંગ જોયું. અહીં વડાપ્રધાને બાળકોને પુછ્યું કે, મોદીજીને તમે ઓળખો છો? તેના પર બાળકોએ કહ્યું, હા, અમે તમને ટીવીમાં જોયા હતા. બાળકો તેમને ભેંટ્યા તેમજ કેટલાક બાળકોએ તેમની સાથે ફોટો પણ પડાવ્યો.

PM એ શિક્ષણ કોન્ફરન્સનું ઉદ્ધાટન કર્યું

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (National Education Policy 2020) ની ત્રીજી વર્ષગાંઠના અવસરે આજે 29મી જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શિક્ષણ કોન્ફરન્સનું ઉદ્ધાટન કર્યું. પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં લાગૂ થઈ, બીજી 1986માં આવી હતી. જેને 1992 માં સંશોધિત કરવામાં આવી હતી. પહેલી નેશનલ એજ્યૂકેશન પોલીસી ((National Education Policy) કોંગ્રેસના શાસન દરમિયાન લાગૂ થઈ હતી. કાર્યક્રમ 29 જુલાઈથી શરૂ થઈને 30 જુલાઈ સુધી ચાલશે. કાર્યક્રમનું આયોજન ભારતીય મંડપમ્ માં કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ પીએમ શ્રી યોજના હેઠળ બજેટની પહેલો હપ્તો જાહેર કર્યો વડાપ્રધાને આ તકે 12 ભારતીય ભાષાઓમાં અનુવાદન કરેલી શિક્ષણ અને કૌશલ પાઠ્ય પુસ્તકોને જાહેર કરશે.

આ પણ વાંચો : દેશ જે લક્ષ્ય લઈને આગળ વધી રહ્યો છે તેમાં શિક્ષણની મહત્વની ભૂમિકા છે : PM MODI

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Bharat MandapamExhibitionNational Education Policy 2020NEPPM Meet Childrenpm narendra modi
Next Article