ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર PM મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે
- ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે
- રૂપિયા 46 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું આપશે ભેટ
- દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું કરશે લોકાર્પણ
- ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલનું કરશે ઉદ્ઘાટન
- માતા વૈષ્ણો દેવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સભા સંબોધશે
PM Modi visits Jammu and Kashmir : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 6 જૂન, 2025ના રોજ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પ્રથમવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ 46,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ (development projects) નું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન, તેઓ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ, ચિનાબ બ્રિજ, અને ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે પુલ, અંજી બ્રિજનું ઉદ્ઘાટન કરશે, જે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL)નો ભાગ છે.
PM મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે
જણાવી દઇએ કે, આ પુલો જમ્મુ અને શ્રીનગર વચ્ચેની રેલ મુસાફરીને 3 કલાક સુધી ઘટાડશે, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિકોને ઝડપી અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. વડાપ્રધાન કટરા ખાતે વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે અને શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સનો શિલાન્યાસ કરશે, જે રિયાસી જિલ્લાની પ્રથમ મેડિકલ કોલેજ હશે. આ ઉપરાંત, માતા વૈષ્ણો દેવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સભા સંબોધીને તેઓ પ્રદેશના વિકાસ અને સમૃદ્ધિનો સંદેશ આપશે.
#WATCH | Reasi, Jammu and Kashmir | Security heightened in Katra ahead of PM Modi's visit today.
The Prime Minister will flag off two Vande Bharat Express trains from Shri Mata Vaishno Devi Katra to Srinagar and back. These trains will offer a swift, comfortable, and reliable… pic.twitter.com/UJx5orEDym
— ANI (@ANI) June 6, 2025
PM મોદી ચેનાબ અને અંજી બ્રિજનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 6 જૂન, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજ, ચેનાબ પુલ, અને ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે પુલ, અંજી બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ બંને પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ છે, જે આ પ્રદેશની કનેક્ટિવિટીને નવી ઊંચાઈએ લઈ જશે. આ ઉપરાંત, તેઓ 46,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, જે જમ્મુ-કાશ્મીરના સામાજિક-આર્થિક વિકાસને ગતિ આપશે. વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્સ પ્રદેશના લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે અને નવી આજીવિકાની તકો ઊભી કરશે.
#WATCH | Ramban, Jammu and Kashmir: Security tightened in Ramban ahead of PM Narendra Modi’s visit
PM Modi will inaugurate key infrastructure projects worth Rs. 46,000 crores during his visit on June 6 pic.twitter.com/tlnqtH5cKM
— ANI (@ANI) June 5, 2025
ચેનાબ અને અંજી પુલ ઇજનેરીની અજાયબી
ચેનાબ પુલ, જે 359 મીટરની ઊંચાઈએ સ્થિત છે, તે વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે. 1,315 મીટર લાંબો આ સ્ટીલનો આર્ચ બ્રિજ ભૂકંપ અને આત્યંતિક હવામાનની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પુલ જમ્મુ અને શ્રીનગર વચ્ચેની રેલ કનેક્ટિવિટીને મજબૂત કરશે, જેનાથી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. બીજી તરફ, અંજી બ્રિજ ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે બ્રિજ છે, જે પડકારજનક ભૂપ્રદેશમાં રેલવે સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવશે. આ બંને પુલ વ્યૂહાત્મક અને ઇજનેરીની દૃષ્ટિએ અગ્રણી છે, જે ભારતની ટેકનોલોજીકલ પ્રગતિને દર્શાવે છે.
વંદે ભારત ટ્રેન: ઝડપી અને આરામદાયક મુસાફરી
વડાપ્રધાન મોદી શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી શ્રીનગર અને પરત ફરતી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેનો રહેવાસીઓ, પ્રવાસીઓ, યાત્રાળુઓ અને અન્ય મુસાફરો માટે ઝડપી, આરામદાયક અને વિશ્વસનીય મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે. શ્રીનગરથી કટરા સુધીની મુસાફરી હવે માત્ર 3 કલાકમાં પૂર્ણ થશે, જે અગાઉના 5-6 કલાકના સમયગાળાને નોંધપાત્ર રીતે ઘટાડશે. ટ્રેન નંબર 26404 બુધવાર સિવાય દરરોજ સવારે 8:00 વાગ્યે શ્રીનગરથી ઉપડશે, 9:02 વાગ્યે બનિહાલ અને 11:05 વાગ્યે કટરા પહોંચશે. ટ્રેન નંબર 26402 મંગળવાર સિવાય બપોરે 02:00 વાગ્યે શ્રીનગરથી ઉપડીને સાંજે 05:05 વાગ્યે કટરા પહોંચશે. આ ટ્રેનોમાં AC ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસ કોચ હશે, જેનું ભાડું અનુક્રમે 715 રૂપિયા અને 1,320 રૂપિયા નક્કી થયું છે. બીજી તરફ, કટરાથી શ્રીનગરની ટ્રેનો (26401 અને 26403) અઠવાડિયામાં 6 દિવસ અનુક્રમે સવારે 8:10 અને બપોરે 02:55 વાગ્યે ઉપડશે, જે શ્રીનગર અનુક્રમે 11:10 અને 06:00 વાગ્યે પહોંચશે. આ ટ્રેનોનું વ્યાપારી સંચાલન 7 જૂન, 2025થી શરૂ થશે.
આ પણ વાંચો : TMC સાંસદ મહુઆ મોઇત્રાએ 50 વર્ષની ઉંમરે કર્યા લગ્ન, જાણો કોણ છે તેમના જીવનસાથી